Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 18:2 - પવિત્ર બાઇબલ C.L.

2 તેમને તેમના જાતભાઈઓની જેમ જમીન વારસામાં મળશે નહિ, તેમ તેઓ જમીનની માલિકી ધરાવશે નહિ. પ્રભુએ તેમને આપેલા વચન પ્રમાણે તો પ્રભુ પોતે જ તેમનો વારસો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 અને તેઓને તેઓના ભાઈઓની મધ્યે વારસો ન મળે; તેઓનો વારસો તો યહોવા છે, જેમ તેમણે તેનોને કહ્યું છે તેમ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 તેઓને તેઓના બીજા ભાઈઓની મધ્યે વારસો મળે નહિ, તેઓનો વારસો તો યહોવાહ છે. જેમ તેમણે કહ્યું છે તેમ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 તેઓને તેમના બીજા કુળસમૂહોની જેમ પ્રદેશનો કોઈ ભાગ મળે નહિ, યહોવાએ આપેલા વચન પ્રમાંણે યહોવા જ તેમનો ભાગ છે.

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 18:2
15 Iomraidhean Croise  

એ બનાવો પછી પ્રભુએ અબ્રામને સંદર્શન આપીને કહ્યું, “અબ્રામ, ગભરાઈશ નહિ, હું તારે માટે સંરક્ષક ઢાલ અને તારો મોટો પુરસ્કાર છું.”


હે પ્રભુ, તમે મારે માટે વારસાના હિસ્સા જેવા છો; મેં કહ્યું છે તેમ હું તમારાં કથનોનું પાલન કરીશ.


પ્રભુ જ મારો પસંદ કરેલો વારસો અને પ્યાલો છે; અને મારો હિસ્સો નક્કી કરનાર પણ તમે જ છો.


સાચે જ પ્રભુ આપણા સંરક્ષક દૂર્ગ તથા ઢાલ છે; તે કૃપા અને સન્માન બક્ષે છે. નેકીથી વર્તનારને માટે તે કોઈપણ સારી વસ્તુ અટકાવી રાખતા નથી.


પણ તમે તો ‘પ્રભુના યજ્ઞકારો’ તરીકે ઓળખાશો અને તમને ‘આપણા ઈશ્વરના સેવકો’ એવું નામ અપાશે. તમે પ્રજાઓની સંપત્તિનો ઉપભોગ કરશો. અને એ બધી સંપત્તિ તમારી જ છે એમાં તમે ગૌરવ લેશો.


પ્રભુ મારું સર્વસ્વ છે; તેમના પર મારી આશા છે.


“યજ્ઞકારોને એક જ વારસો મળશે; એ વારસો હું છું. ઇઝરાયલને વારસામાં મળેલા દેશમાં તેમને કોઈ વારસો મળશે નહિ. કારણ, હું તેમનો વારસો છું.


પ્રભુએ આરોનને કહ્યું, “ઇઝરાયલની જમીનમાંથી તને કંઈ વારસો અથવા ઇઝરાયલીઓ મધ્યે કંઈ હિસ્સો મળશે નહિ. ઇઝરાયલીઓ મધ્યે હું પ્રભુ જ તારો હિસ્સો અને વારસો છું.”


પરંતુ માત્ર તારે અને તારા પુત્રોએ જ વેદીની અને પરમપવિત્રસ્થાનને લગતી સેવાઓ બજાવવાની છે. કારણ, મેં તને યજ્ઞકારપદ બક્ષિસમાં આપ્યું છે. જો કોઈ બીજો એ સેવા બજાવવા આવશે તો જરૂર માર્યો જશે.”


પોતાના જાતબધુંઓની સાથે લેવીના વંશજોને જમીનમાં કંઈ ભાગ કે વારસો મળ્યો નહિ; પણ, પ્રભુએ તેમને કહ્યું, ‘હું પોતે જ તમારા વારસાનો હિસ્સો છું.’


મોશેએ લેવીકુળને કોઈ પ્રદેશ હિસ્સામાં આપ્યો નહિ. પ્રભુએ મોશેને કહ્યું હતું તેમ તેમને તો ઇઝરાયલના ઈશ્વર પ્રભુની વેદી પર દહન કરવામાં આવતાં બલિદાનોમાંથી મળતો હિસ્સો એ જ તેમનો વારસો હતો.


આત્મિક મંદિર બાંધવામાં તમારો જીવંત પથ્થરો તરીકે ઉપયોગ થવા દો. ત્યાં તમે પવિત્ર યજ્ઞકારો તરીકે ઈસુ ખ્રિસ્તની મારફતે આત્મિક અને ઈશ્વરને પસંદ પડે તેવાં બલિદાનો ચઢાવશો. કારણ, શાસ્ત્રમાં લખેલું છે:


પણ તમે તો પસંદ કરેલી જાતિ, રાજવી યજ્ઞકારો, પવિત્ર પ્રજા અને ઈશ્વરના પોતાના લોક છો. અંધકારમાંથી પોતાના અદ્‍ભુત પ્રકાશમાં તમને આમંત્રણ આપનાર ઈશ્વરનાં આશ્ર્વર્યકારક કાર્યો પ્રગટ કરવા માટે તમને પસંદ કરવામાં આવ્યા છે. એક સમયે તમે ઈશ્વરના લોક ન હતા, પણ હવે તમે તેમના લોક છો.


Lean sinn:

Sanasan


Sanasan