Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 17:19 - પવિત્ર બાઇબલ C.L.

19 તેણે એ પ્રત પોતાની પાસે રાખવી અને જીવનપર્યંત તેમાંથી વાંચન કરવું, જેથી તે પ્રભુ પ્રત્યે ભક્તિભાવ રાખતાં શીખીને તે પુસ્તકમાંની સર્વ આજ્ઞાઓ અને વિધિઓનું પાલન કરે અને કરાવે;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 અને તે તેની પાસે રહે, ને તે તેના આયુષ્યના સર્વ દિવસો પર્યંત તેમાંથી વાંચે કે, તે યહોવાનો ડર રાખતાં શીખીને આ નિયમનાં સર્વ વચનો તથા આ વિધિઓ પાળે ને તેમનો અમલ કરે,

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 અને તે તેની પાસે રહે અને તેના જીવનપર્યત તેમાંથી વાંચે કે, તે યહોવાહનો ડર રાખતાં શીખીને આ નિયમનાં સર્વ વચનો તથા વિધિઓનું પાલન કરે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

19 અને તેણે એ જીવનપર્યત પોતાની પાસે રાખવી અને દરરોજ એનો પાઠ કરવો, જેથી તે પોતાના દેવ યહોવાથી ગભરાઇને ચાલતાં શીખે અને આ નિયમના પ્રત્યેક નિયમોનું પાલન કરે.

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 17:19
11 Iomraidhean Croise  

વળી, તેણે કહ્યું, “હિલકિયાએ મને આ પુસ્તક આપ્યું છે.” પછી તેણે તે રાજા સમક્ષ મોટેથી વાંચી સંભળાવ્યું.


એને બદલે, પ્રભુનું નિયમશાસ્ત્ર જ તેમનો આનંદ છે અને રાતદિવસ તેઓ તેનું મનન કરે છે.


તમે શાસ્ત્રનું અયયન કરો છો; કારણ, તમે એમ માનો છો કે તેમાંથી જ સાર્વકાલિક જીવન મળે છે, પરંતુ એ શાસ્ત્રો તો મારે વિષે સાક્ષી પૂરે છે.


“માટે આ આજ્ઞાઓ તમારા દયપટ પર લખી રાખો અને તમે તેમને યાદગીરી તરીકે તમારાં હાથ પર બાંધો અને તમારા કપાળની વચ્ચે તેમને આભૂષણ તરીકે પહેરો.


તે દિવસે તમે હોરેબ પર્વત પાસે તમારા ઈશ્વર પ્રભુ સમક્ષ ઊભા હતા ત્યારે પ્રભુએ મને કહ્યું હતું કે, ‘આ લોકોને મારી સમક્ષ એકત્ર કર જેથી તેઓ મારી વાણી સાંભળે અને પૃથ્વી પર તેમના સમગ્ર જીવનપર્યંત મને સન્માન આપતાં શીખે અને તેમનાં સંતાનોને પણ એ રીતે વર્તવાને શીખવે.’


“તમે અત્યંત સાવધ રહેજો અને જાતે જ ખંતથી કાળજી રાખજો કે તમારી નજરે જોયેલાં કાર્યો ભૂલી જશો નહિ. પણ જીવંતપર્યંત તમે તેમને તમારા અંત:કરણમાં ઠસાવી રાખજો. તમારાં સંતાનોને તથા તમારાં સંતાનોનાં સંતાનોને તે કાર્યો વિષે શીખવજો.


મોશેએ બધા ઇઝરાયલીઓને બોલાવીને તેમને કહ્યું, “હે ઇઝરાયલી લોકો, જે નિયમો અને ફરમાનો હું આજે તમારી સમક્ષ જાહેર કરું છું તે સાંભળો. તેમનો અભ્યાસ કરો અને તેમનો કાળજીપૂર્વક અમલ કરો.


એ નિયમશાસ્ત્ર તારા મુખમાંથી જવું જોઈએ નહિ. તું દિવસરાત તેનું અયયન કર અને તેમાં લખેલું બધું કાળજીપૂર્વક પાળ એટલે તું સમૃદ્ધ અને સફળ થશે.


Lean sinn:

Sanasan


Sanasan