Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 17:17 - પવિત્ર બાઇબલ C.L.

17 વળી, રાજાએ પોતાને માટે ઘણી પત્નીઓ રાખવી નહિ; નહિ તો તેનું મન પ્રભુ તરફથી ભટકી જશે. તેણે પોતાને માટે મોટા જથ્થામાં સોનાચાંદીનો સંગ્રહ કરવો નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 તેમ જ તે ઘણી સ્‍ત્રીઓ કરે નહિ, એ માટે કે તેનું મન ભમી ન જાય. તેમ જ પોતાને માટે સોનુંરૂપું અતિશય ન વધારે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 વળી તે ઘણી પત્નીઓ કરે નહિ. કે જેથી તેનું હૃદય યહોવાહ તરફથી વિમુખ થઈ ન જાય. વળી તે પોતાને સારુ સોનુંચાંદી અતિશય ન વધારે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

17 વળી તેણે વધારે પત્નીઓ પણ કરવી નહિ. નહિ તો તેનું હૃદય યહોવા તરફથી વિમુખ થઈ જવાનો ભય છે. વળી તેણે વધારે સોનું; ચાંદી પણ સંઘરવુ નહિ. તે અતિ શ્રીમંત ન હોવો જોઈએ.

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 17:17
22 Iomraidhean Croise  

આ જ કારણથી પુરુષ પોતાનાં માતપિતાને છોડીને પોતાની પત્નીને વળગી રહે છે અને તેઓ બન્‍ને એક દેહ બને છે.


વળી, પ્રભુ કહે છે, “તારા પોતાના કુટુંબમાંથી જ તારી સામે વિદ્રોહ થશે. તને ય જાણ પડે એ રીતે હું તારી પત્નીઓ લઈને બીજા માણસોને આપીશ.


હેબ્રોનથી યરુશાલેમમાં ગયા પછી દાવિદે બીજી વધારે ઉપપત્નીઓ અને પત્નીઓ કરી અને દાવિદને તેમનાથી બીજા પુત્રો અને પુત્રીઓ થયાં.


શલોમોનના પીવાના સર્વ પ્યાલાઓ અને “લબાનોન વનખંડ” સર્વ પાત્રો સોનાનાં હતાં. ચાંદી તો વાપરી જ નહોતી, કારણ, શલોમોનના સમયમાં તેનું કોઈ મૂલ્ય નહોતું.


તેના અમલ દરમ્યાન યરુશાલેમમાં ચાંદી પથ્થરના જેટલી સસ્તી અને ગંધતરુ ખીણપ્રદેશના ગુલ્લરવૃક્ષના લાકડા સમાન થઈ પડ્યાં હતાં.


દાવિદે યરુશાલેમમાં બીજી વધારે પત્નીઓ કરી અને તેને ઘણા પુત્રો-પુત્રીઓ થયાં.


એના અમલ દરમ્યાન યરુશાલેમમાં સોનુંરૂપું પથ્થરના જેટલું સામાન્ય થઈ પડયું અને ગંધતરુનું પ્રમાણ નીચાણના પ્રદેશના ગુલ્લર વૃક્ષ જેટલું થઈ પડયું.


રહાબામને બધી મળીને અઢાર પત્નીઓ અને સાઠ ઉપપત્નીઓ હતી અને તે અઠ્ઠાવીસ પુત્રોનો અને સાઠ પુત્રીઓનો પિતા હતો. પોતાની સર્વ પત્નીઓ અને ઉપપત્નીઓ પૈકી તે આબ્શાલોમની પુત્રી માખાને સૌથી વધુ ચાહતો હતો.


મેં તેમને કહ્યું, “પરપ્રજાની સ્ત્રીઓએ જ શલોમોન રાજાને પાપમાં પાડયો હતો. બીજાં રાજ્યોના કોઈપણ રાજા કરતાં પણ એ તો મહાન રાજા હતો. પ્રભુ તેના પર પ્રેમ કરતા હતા અને તેને સમસ્ત ઇઝરાયલનો રાજા બનાવ્યો, અને છતાં તે આ પાપમાં પડયો.


જુલમથી પડાવેલા પૈસા પર ભરોસો રાખશો નહિ; લૂંટેલી સંપત્તિથી લાભ થવાની આશા રાખશો નહિ; અને જો સંપત્તિમાં વૃદ્ધિ થાય, તો તે પર ચિત્ત ચોંટાડશો નહિ.


સ્ત્રીઓ પાછળ તારું પૌરુષત્વ ખર્ચી નાખીશ નહિ, અને રાજાઓને બરબાદ કરનાર સ્ત્રીઓને તારું શરીર વશ કરીશ નહિ.


પ્રભુએ તમને તમારી પત્ની સાથે એક શરીર અને એક આત્મા કર્યા નહોતા? એમ કરવામાં તેમનો હેતુ શો હતો? એ જ કે તમને જે સંતાન થાય તે ઈશ્વરના ખરેખરા લોક હોય. તેથી તમારામાંનો કોઈ પોતાની પત્ની સાથેનો કરાર તોડે નહિ તેની તકેદારી રાખે.


કાંટાઝાંખરાં મધ્યે પડેલાં બી એવા લોકો છે કે જેઓ સંદેશો સાંભળે છે, પણ આ દુનિયાની ચિંતાઓ અને ધન પ્રત્યેનો લોભ સંદેશાને દાબી દે છે અને તેમને ફળ આવતાં નથી.


અને કહ્યું: ’આ કારણને લીધે માણસ પોતાનાં માતાપિતાને મૂકીને પોતાની પત્નીને વળી રહેશે અને તેઓ બંને એક દેહ થશે.’


પછી તેમણે બધાને કહ્યું, “જાગૃત રહો, અને સર્વ પ્રકારના લોભથી પોતાને સંભાળો, કારણ, કોઈ માણસ પાસે ગમે તેટલી અઢળક સંપત્તિ હોય તોપણ એ સંપતિ કંઈ એનું જીવન નથી.”


આ યુગના ધનિકોને આજ્ઞા કર કે તેઓ ગર્વિષ્ઠ ન બને. ધન જેવી ક્ષણિક બાબતો પર નહિ પણ આપણા ઉપયોગને માટે સર્વ કંઈ ઉદારતાથી આપનાર ઈશ્વર પર આશા રાખે,


પણ ધનવાન થવાની ઇચ્છા રાખનારાઓ ક્સોટીમાં પડે છે, અને ઘણી મૂર્ખ તથા હાનિકારક ઇચ્છાઓના ફાંદામાં ફસાઈ જાય છે, જે માણસને અધોગતિના અને વિનાશના માર્ગે ઘસડી જાય છે.


Lean sinn:

Sanasan


Sanasan