Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 17:16 - પવિત્ર બાઇબલ C.L.

16 પણ રાજા પોતાના લશ્કર માટે મોટી સંખ્યામાં ઘોડા એકઠા ન કરે અને ઘોડાઓની સંખ્યા વધારવા માટે લોકોને ઇજિપ્ત દેશમાં પાછા ન મોકલે; કારણ કે, પ્રભુએ તમને કહ્યું છે કે, ‘તમારે કદીયે એ માર્ગે પાછા જવું નહિ.’

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 ફક્ત એટલું જ કે તે પોતાના માટે ઘોડાનો જથો વધારવાની મતલબથી લોકોને તે મિસરમાં પાછા ન મોકલે; કેમ કે યહોવાએ તમને કહ્યું છે કે, તમારે હવે પછી કદી એ રસ્તે પાછા જવું નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 ફક્ત આટલું જ કે તે પોતાને માટે મોટી સંખ્યામાં ઘોડાઓ ન રાખે. અને પોતાના ઘોડાઓની સંખ્યામાં વધારો કરવાના મતલબથી તે લોકોને પાછા મિસર ન મોકલે. કેમ કે યહોવાહે તમને કહ્યું છે કે “તમારે હવે પછી કદી એ રસ્તે પાછા જવું નહિ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 તે રાજા પાસે મોટી સંખ્યામાં ઘોડાઓ ન હોવા જોઇએ. અને તેણે ઘોડાઓ લાવવા માંટે પોતાના માંણસોને મિસર મોકલવા નહિ. યહોવાએ આદેશ કર્યો છે કે, ‘તમાંરે ફરી કદી મિસર પાછા જવું નહિ.’

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 17:16
23 Iomraidhean Croise  

દાવિદે તેના 1700 ઘોડેસ્વારો અને 20,000 સૈનિકોને પકડી લીધા. તેણે એક સો રથો પૂરતા ઘોડા રાખી લીધા અને બાકીના ઘોડાના પગની નસો કાપી નાખીને તેમને અપંગ કરી નાખ્યા.


હવે આબ્શાલોમ મરણ પામ્યો હોવાથી દાવિદ અને રાણી હાગ્ગીથનો પુત્ર અદોનિયા તેમના બાકીના પુત્રોમાં જ્યેષ્ઠ પુત્ર હતો. તે ઘણો સુંદર હતો. દાવિદે તેને કયારેય કોઈ બાબતમાં ઠપકો આપ્યો નહોતો. તેને રાજા બનવાની મહત્વાકાંક્ષા હતી. તેણે પોતાને માટે રથો, ઘોડાઓ અને પચાસ માણસોના રસાલાની વ્યવસ્થા કરી.


શલોમોન પાસે રથોના ઘોડાઓ માટે અને સવારી માટેના બાર હજાર ઘોડાઓ માટે ચાલીસ હજાર તબેલા હતા.


તેથી મારે માટે લબાનોનમાંથી ગંધતરુ કાપવાને માણસો મોકલો. મારા માણસો તેમની સાથે કામ કરશે અને તમે નક્કી કરો તે પ્રમાણે હું તમારા માણસોનું વેતન ચૂકવીશ. તમે જાણો છો કે મારા માણસોને તમારા સિદોની માણસોના જેવી વૃક્ષ કાપવાની આવડત નથી.”


શલોમોન માટે મૂસરી અને કિલિકિયાથી ઘોડાની આયાત કરવામાં આવતી. ઇજિપ્તમાંથી રથોની આયાત રાજાના સોદાગરો હસ્તક હતી. તેઓ હિત્તી અને અરામી રાજાઓને પણ રથ અને ઘોડા પૂરા પાડતા; તેઓ ચાંદીના છસો સિક્કાના એક લેખે રથો અને દોઢસો સિક્કાના એક લેખે ઘોડા વેચતા.


શલોમોન રાજા પાસે રથો અને ઘોડાઓ માટે ચાર હજાર તબેલા અને ઘોડેસ્વારો હતા. તેણે તેમાંના કેટલાક યરુશાલેમમાં અને બાકીના રથ-નગરોમાં રાખ્યા.


કોઈ રથોનો અને કોઈ ઘોડાઓનો અહંકાર રાખે છે, પરંતુ આપણે તો આપણા ઈશ્વર યાહવેના નામનું સહાય માટે સ્મરણ કરીશું.


ફેરોએ ઇઝરાયલી લોકોને જવા દીધા ત્યારે સમુદ્રને કિનારે કિનારે પલિસ્તીઓના દેશમાં જવાનો રસ્તો ટૂંકો હોવા છતાં ઈશ્વર તેમને તે રસ્તે થઈને લઈ ગયા નહિ. ઈશ્વરે એવું વિચાર્યું કે, “ યુદ્ધ જોઈને આ લોકોનો વિચાર બદલાઈ જાય અને તેઓ પાછા ઇજિપ્તમાં ચાલ્યા જાય એવું હું ચાહતો નથી.”


તેથી ઈશ્વરે તેમને ફંટાવીને સૂફ (બરુ) સમુદ્ર તરફ રણપ્રદેશના માર્ગે થઈને ચલાવ્યા. ઇઝરાયલી લોકો ઇજિપ્તમાંથી શસ્ત્રસજ્જિત થઈ નીકળ્યા હતા.


મોશેએ જવાબ આપ્યો, “ગભરાશો નહિ. મક્કમ રહો, અને તમારો બચાવ કરવા પ્રભુ આજે શું કરશે તે તમે જોશો.


તેમનો દેશ સોનાચાંદીથી ભરપૂર છે અને તેમના ખજાનાનો કોઈ પાર નથી. તેમનો દેશ ઘોડાઓથી ભરપૂર છે અને તેમના રથોનો કોઈ પાર નથી.


પછી યર્મિયાએ કહ્યું, “હે યહૂદિયાના શેષ રહેતા લોકો, પ્રભુએ તમને ઇજિપ્ત જવાની ના પાડી છે, તેથી હું તમને ચેતવણી આપું છું કે,


પણ યહૂદિયાના રાજાએ તેની વિરુદ્ધ બંડ કર્યું અને ઘોડા તથા મોટું સૈન્ય મેળવવા ઇજિપ્તમાં રાજદૂત મોકલ્યા. શું તે સફળ થશે? આવાં કામો કરીને તે બચવા પામશે? સંધિકરારનો ભંગ કરીને તે છટકી જશે?


પણ તેમણે મારી તરફ પાછા ફરવાનો ઇનકાર કર્યો છે એટલે તેમણે ઇજિપ્તમાં પાછા જવું પડશે અને આશ્શૂર તેમના પર રાજ કરશે.


આશ્શૂર દેશ અમને બચાવી શકે નહિ અને યુદ્ધના ઘોડાઓ અમને રક્ષણ આપી શકે નહિ. હવે અમે મૂર્તિઓને નહિ કહીએ કે તમે અમારા ઈશ્વર છો. અમે કબૂલ કરીએ છીએ: હે પ્રભુ, અનાથો પર તમે દયા દર્શાવો છો.”


પ્રભુ કહે છે, “તે સમયે હું તમારા ઘોડાઓનો સંહાર કરીશ અને તમારા રથોનો નાશ કરીશ.


જે માર્ગ વિષે મેં તમને વચન આપ્યું હતું કે તમે તે માર્ગ ફરી કદી જોશો નહિ, તે માર્ગે વહાણોમાં પ્રભુ તમને ફરીથી ઇજિપ્ત દેશમાં મોકલી દેશે; અને ત્યાં તમે ગુલામ તરીકે તમારા શત્રુઓને વેચાઈ જવા ચાહશો, પણ કોઈ તમને ખરીદશે નહિ.”


શમુએલે કહ્યું, “તમારો રાજા તમારા પ્રત્યે આવો વર્તાવ કરશે; તમારા પુત્રોને તે સૈનિકો બનાવશે. કેટલાકને તે રથના સારથિઓ બનાવશે, તો બીજા કેટલાકને તેના ઘોડેસ્વાર બનાવશે અને તેઓ તેના અંગરક્ષકો તરીકે તેના રથ આગળ દોડશે.


Lean sinn:

Sanasan


Sanasan