Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 17:11 - પવિત્ર બાઇબલ C.L.

11 તેઓ કાયદાનું જે અર્થઘટન કરે અને જે ચુકાદા આપે તે પ્રમાણે તેનું સંપૂર્ણપણે પાલન કરવું અને તેના અમલમાં જરાય ફેરફાર કરવો નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 જે નિયમ તેઓ તને શીખવે તેની મતલબ પ્રમાણે, ને જે ચુકાદો તેઓ તને કરી બતાવે તે પ્રમાણે તારે કરવું. જે ફેંસલો તેઓ તને કરી બતાવે તેનાથી તું ડાબે કે જમણે મરાડીશ નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 તેઓ જે નિયમ તમને શીખવે તેને અનુસરો, જે નિર્ણય તેઓ આપે તે પ્રમાણે કરો. તેઓ જે કહે તેમાંથી ડાબે હાથે કે જમણે હાથે ફરશો નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 તેઓ જે ચુકાદો આપે તેને સ્વીકારવો, અને તેમની તમાંમ સૂચનાઓનો અમલ કરવો. તેઓ કહે તેમાં કઇ પણ બદલશો નહિ.

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 17:11
16 Iomraidhean Croise  

તેણે તેને પૂછયું, “શું યોઆબે તને આ બધું શીખવ્યું છે?” તેણે જવાબ આપ્યો, “હે રાજા, મારા માલિક, આપના જીવના સમ, આપના પ્રશ્ર્નનો જવાબ આપવાનું ટાળી શકાય તેમ નથી. આપના અધિકારી યોઆબની આજ્ઞાથી મેં આ બધું કર્યું છે અને તેમના કહ્યા પ્રમાણે જ બોલી છું.


તારા યેયથી જમણી કે ડાબી તરફ લેશમાત્ર ફંટાતો નહિ, અને તારાં પગલાં ભ્રષ્ટતાથી દૂર રાખ.


મોશેની મારફતે આપવામાં આવેલી બધી આજ્ઞાઓ તમારે ઇઝરાયલી લોકોને શીખવવાની છે.”


પ્રભુના પસંદ કરેલા સ્થાને તેઓ જે ચુકાદો આપે તેનો સંપૂર્ણપણે અમલ કરવો અને તેમની સુચનાઓનું કાળજીપૂર્વક પાલન કરવું.


પોતે પોતાના ઇઝરાયલી લોકો કરતાં મહાન છે એવો ગર્વ તેને ન થાય અને પ્રભુની કોઈ આજ્ઞાનો લેશમાત્ર ભંગ ન કરે. ત્યારે તો તે અને તેના વંશજો ઇઝરાયલમાં લાંબો સમય રાજ્ય કરશે.


“જો બે માણસો તેમની વચ્ચેની તકરાર માટે ન્યાયપંચ પાસે જાય તો ન્યાયાધીશોએ અદલ ન્યાયચુકાદો આપવો: તેમણે નિર્દોષ વ્યક્તિને નિર્દોષ જાહેર કરવી, પણ ગુનેગારને સજા કરવી.


અને જે આજ્ઞાઓ હું આજે તમને ફરમાવું છું તેમનાથી ડાબે કે જમણે ફંટાઈને અન્ય દેવદેવીઓની સેવાપૂજા કરવા ભટકી ન જાઓ તો એમ થશે.


“તેથી હે ઇઝરાયલીઓ, તમારા ઈશ્વર પ્રભુએ ફરમાવેલી સર્વ આજ્ઞાઓનું કાળજીપૂર્વક પાલન કરો; તેમાંથી જરાય ચલિત થશો નહિ.


અધિકારીઓ અને સત્તાધીશોને આધીન રહેવાનું તારા લોકને યાદ કરાવ. તેમણે તેમની આજ્ઞા માનીને સર્વ સારાં કાર્ય માટે તૈયાર રહેવું.


માત્ર એટલું જ કે તું બળવાન તથા હિમ્મતવાન થા; અને મારા સેવક મોશેએ તમને આપેલો નિયમ પૂરેપૂરો પાળવાની તું કાળજી રાખ. તારે એમાંથી લેશમાત્ર ચલિત થવાનું નથી; એમ કરીશ તો તું જ્યાં કહીં જશે ત્યાં સફળ થશે.


તેથી મોશેના નિયમશાસ્ત્રમાં જે જે લખેલું છે તે બધું પાળવાને અને તે પ્રમાણે કરવાને કાળજી રાખો; તેમાંથી લેશમાત્ર ચલિત થશો નહિ.


આમ પોતાના લોકને નાશથી બચાવવા અને દુષ્ટોને અને તેમાં પણ ખાસ કરીને પોતાની શારીરિક વાસનાઓ પ્રમાણે ચાલનાર અને દૈવી સત્તાનો ઇનકાર કરનાર લોકને, ન્યાયના દિવસ સુધી સજાને માટે રાખી મૂકવાનું ઈશ્વર જાણે છે. આ જૂઠા શિક્ષકો સ્વછંદી અને ઉદ્ધત છે તથા દૂતોને માન આપવાને બદલે તેમનું અપમાન કરે છે.


એ જ પ્રમાણે આ લોકો પોતાનાં સ્વપ્નમાં રાચીને પોતાનાં શરીરોને ભ્રષ્ટ કરે છે, ઈશ્વરની સત્તા અવગણે છે અને સ્વર્ગીય દૂતોનું અપમાન કરે છે.


Lean sinn:

Sanasan


Sanasan