Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 16:9 - પવિત્ર બાઇબલ C.L.

9 “તમે પાકેલા ધાન્યની કાપણીની શરૂઆત કરો ત્યારથી માંડીને તમે સાત સપ્તાહ ગણો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 તું તારે માટે સાત અઠવાડિયાં ગણ, એટલે તું પાકેલા અનાજને દાતરડું લગાડવું શરૂ કરે ત્યારથી માંડીને તું સાત અઠવાડિયાં ગણ

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 તમે તમારે પોતાને માટે સાત અઠવાડિયાં ગણો; ઊભા પાકને દાતરડું લગાવાનું શરૂઆત કરો તે સમયથી સાત અઠવાડિયાં ગણવાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 “ઊભા પાકને લણવાની શરૂઆત કરો ત્યારથી તમાંરે સાત અઠવાડિયાં ગણવાં,

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 16:9
11 Iomraidhean Croise  

તેણે મોશેના નિયમશાસ્ત્રમાં ઠરાવ્યા પ્રમાણે પ્રત્યેક પવિત્ર દિવસે એટલે, સાબ્બાથદિને, ચાંદ્ર માસને પ્રથમ દિવસે અને ખમીરરહિત રોટલીનું પર્વ, કાપણીનું સાપ્તાહિક પર્વ અને માંડવાપર્વ એ ત્રણ વાર્ષિક ઉત્સવોએ દહનબલિ ચઢાવ્યા.


“તમારા ખેતરમાં વાવેલું પાકે ત્યારે પાકના પ્રથમ ઉતારથી તમે કાપણીનું પર્વ ઊજવો. “પાનખર ઋતુમાં તમે તમારી વાડીઓમાંથી ફળ એકઠાં કરો ત્યારે સંગ્રહપર્વ પાળો.


“તમારા ઘઉંના પ્રથમફળની કાપણીની શરૂઆતે તમારે કાપણીનું પર્વ ઊજવવું અને પાનખર ઋતુમાં જ્યારે તમે તમારો પાક એકત્ર કરો ત્યારે તમારે સંગ્રહનું પર્વ પાળવું.


પચાસમાના પર્વના દિવસે બધા વિશ્વાસીઓ એકત્ર થયા હતા.


પચાસમાના પર્વ સુધી હું અહીં એફેસસમાં જ રહીશ.


તે પછી તમારા ઈશ્વર પ્રભુના સન્માર્થે કાપણીના સપ્તાહોનું પર્વ પાળો અને તેમણે તમને આપેલા આશીર્વાદના પ્રમાણમાં તમારે હાથે તેમને સ્વૈચ્છિક અર્પણ ચડાવજો.


“એક વર્ષમાં ત્રણ વાર, એટલે પાસ્ખાપર્વ, કાપણીનું પર્વ અને માંડવાપર્વ માટે તમારા દેશના બધા પુરુષોએ તમારા ઈશ્વર પ્રભુએ પસંદ કરેલ એક સ્થાને ભક્તિ માટે એકત્ર થવું. પ્રત્યેક માણસે પોતપોતાની ભેટ લાવવી.


તેથી આપણે જે સંદેશ સાંભળ્યો છે, તેનાથી દૂર ફેંકાઈ ન જઈએ તે માટે આપણે તે પ્રત્યે પૂરું લક્ષ આપવું જોઈએ.


એથી રૂથે બોઆઝના મજૂરો સાથે કામ કર્યું. જવની અને પછી ઘઉંની પણ કાપણી પૂરી થઈ ત્યાં સુધી રૂથે બોઆઝના મજૂરોની પાછળ પાછળ કણસલાં વીણવાનું રાખ્યું. રૂથ પોતાની સાસુની સાથે જ રહેતી.


Lean sinn:

Sanasan


Sanasan