પુનર્નિયમ 16:3 - પવિત્ર બાઇબલ C.L.3 જ્યારે તમે પાસ્ખાપર્વના એ પ્રાણીનું માંસ ખાઓ ત્યારે તેની સાથે તમારે ખમીરવાળી રોટલી ખાવી નહિ. સાત દિવસ સુધી તમારે ખમીર વગરની રોટલી ખાવાની છે. એ તો દુ:ખની રોટલી છે; કારણ, ઇજિપ્ત દેશમાંથી તમારે બહુ ઉતાવળથી નીકળવું પડયું હતું. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 તારે તેની સાથે કંઈ પણ ખમીરી રોટલી ન ખાવી. સાત દિવસ સુધી તારે તેની સથે બેખમીર રોટલી, એટલે દુ:ખની રોટલી ખાવી; કેમ કે તું મિસર દેશમાંથી નીકળ્યો તે દિવસ તારા આખા આયુષ્યભર તને યાદ રહે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 તમારે તેની સાથે ખમીરી રોટલી ન ખાવી. સાત દિવસ સુધી તમારે તેની સાથે ખમીર વગરની એટલે દુઃખની રોટલી ખાવી કારણ કે, તમે મિસર દેશમાંથી ઉતાવળે નીકળ્યા હતા. અને આ રીતે તમે મિસરમાંથી જે રીતે બહાર આવ્યા તે દિવસ આખા જીવનભર યાદ રહે. Faic an caibideilપવિત્ર બાઈબલ3 તમાંરે એના પ્રસાદ સાથે બેખમીર રોટલી ખાવી. મિસરમાંથી તમે નાસી છૂટયા ત્યારે જે રોટલી ખાધી હતી તેની સ્મૃતિમાં તમે સાત દિવસ સુધી બેખમીર રોટલી ખાઓ. કારણ કે, તમાંરે મિસરમાંથી બહુ ઉતાવળમાં નીકળવું પડયું હતું અને આ રીતે તમે મિસરમાંથી જે રીતે જે દિવસે બહાર આવ્યા તેની સ્મૃતિ જીવનભર તાજી રાખશો. Faic an caibideil |