પુનર્નિયમ 15:9 - પવિત્ર બાઇબલ C.L.9 જો જો, સાવધ રહેજો કે, ઋણમુક્તિનું વર્ષ પાસે છે એમ વિચારીને તમારા મનમાં ઉછીનું નહિ આપવાનો અધમ વિચાર ન આવે; નહિ તો, તમારા ગરીબ ભાઇના સંબંધમાં તમારી દાનત બગડશે, અને તમે તેને કંઈ નહિ આપો. એથી તો તે પ્રભુની આગળ તમારી વિરુધ પોકાર કરશે અને તમે દોષિત ઠરશો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 સાવચેત રહે, રખેને તારા મનમાં એવો હલકો વિચાર આવે કે સાતમું વર્ષ એટલે છૂટકાનું વર્ષ પાસે છે; અને તારી દાનત તારા દરિદ્રી ભાઈની વિરુદ્ધ બગડે, અને તું તેને કંઈ ન આપે. અને તે યહોવાની આગળ તારી વિરુદ્ધ બગડે, અને તું તેને કંઈ ન આપે. અને તે યહોવાની આગળ તારી વિરુદ્ધ પોકાર કરે, ને એમ તું દોષિત ઠરે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 પણ સાવધ રહો, રખેને તમારા મનમાં એવો દુષ્ટ વિચાર આવે કે સાતમું વર્ષ એટલે છુટકારાનું વર્ષ પાસે છે. અને તમારી દાનત તમારા ગરીબ ભાઈની વિરુદ્ધ બગડે અને તમે તેને કંઈ ન આપો. અને તે યહોવાહની આગળ પોકાર કરે તો તમે દોષિત ઠરશો. Faic an caibideilપવિત્ર બાઈબલ9 “પણ સાવધાન! જોજો, એવું ના બને કે, જયારે સાતમું ઋણમુકિતનું વર્ષ નજીક આવ્યું છે ત્યારે હલકા વિચારથી ભરાઇને તમે તમાંરા આથિર્ક મુશ્કેલીમાં આવી પડેલા જાતભાઈ પ્રત્યે લાગણીહીન બની તેને કંઈ ન આપો, નહિતર તે તમાંરી વિરુદ્ધ યહોવાને પોકાર કરશે અને તમે દોષિત ઠરશો. Faic an caibideil |