Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 15:19 - પવિત્ર બાઇબલ C.L.

19 “તમારે તમારાં ઢોરઢાંકનાં તથા ઘેટાંબકરાંનાં પ્રથમ જન્મેલાં સર્વ નર બચ્ચાં તમારા ઈશ્વર પ્રભુને અર્પણ કરવાં. એ પ્રથમ જન્મેલા વાછરડા પાસે તમારે કોઈ કામ કરાવવું નહિ; વળી, પ્રથમ જન્મેલા ઘેટાંબકરાંનાં બચ્ચાનું ઊન કાતરવું નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 તારાં ઢોરઢાંકનાં તથા ઘેટાંબકરાંનાં પ્રથમ જન્મેલાં સર્વ નર બચ્ચાં તું યહોવા તારા ઈશ્વરને અર્પતિ કર. પ્રથમ જન્મેલાં તારાં વાછરાડા પાસેથી કંઈ કામ ન લે, ને તારાં ઘેટાંબકરાંનાં પહેલા વેતરનાં બચ્ચાંને તું ન કાતર.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 તમારાં ઘેટાંબકરાંના તથા અન્ય જાનવરના પ્રથમજનિત નર બચ્ચાંને તમારે યહોવાહ તમારા ઈશ્વરને અર્પિત કરી દેવાં; પ્રથમજનિત એટલે કે વાછરડા પાસે કંઈ કામ ન કરાવ અને તારા ઘેટાંબકરાંના પ્રથમજનિત બચ્ચાંને તું ન કાતર.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

19 “તમાંરાં ઘેટાં અને ઢોરઢાંખરના પ્રથમજનિત નર બચ્ચાંને તમાંરે તમાંરા દેવ યહોવાને સમર્પણ કરી દેવાં. પ્રથમજનિતોને એટલે કે પ્રાણીઓને ખેતરમાં કામે લગાડવાં નહિ, કે પ્રથમજનિત ઘેટાંબકરાંનું ઊન તમાંરે ઉતારવું નહિ.

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 15:19
18 Iomraidhean Croise  

ત્યારે તમારે પ્રથમ પ્રસવથી જન્મ પામનાર તમામનું પ્રભુને સમર્પણ કરવું. પ્રાણીઓના પ્રથમ જન્મેલા નર બચ્ચાનું પ્રભુને સમર્પણ કરવું. કારણ, તેઓ પ્રભુનાં છે.


“તમારા સર્વ પ્રથમ જનિત નરનું મને સમર્પણ કરો. કારણ, પ્રથમ પ્રસવથી જન્મ પામનાર પ્રત્યેક ઇઝરાયલી પુરુષ તથા પ્રત્યેક નર પશુ મારા છે.”


“જ્યારે તમારું અનાજ પાકે અને દ્રાક્ષ તથા ઓલિવ ફળ પિલાય ત્યારે તેમાંથી તમે મને અર્પણ ચડાવો. “તમારા પ્રથમજનિત પુત્રોનું મને સમર્પણ કરો.


તમારાં ઢોર અને તમારાં ઘેટાંના પ્રથમજનિત બચ્ચાંનું મને અર્પણ કરો. પ્રથમજનિત નર સાત દિવસ સુધી પોતાની મા સાથે રહે, પરંતુ આઠમે દિવસે તમે મને તેમનું અર્પણ કરો.


“પ્રત્યેક પ્રથમજનિત પુત્ર અને તમારાં પશુઓના પ્રથમજનિત નર મારા છે.


દરેક પ્રથમજનિત પ્રાણી પ્રભુનું જ ગણાય; તેથી કોઈ સ્વૈચ્છિક રીતે એવા વાછરડાનું, હલવાનનું, લવારાનું સમર્પણ કરે નહિ; એ તો પ્રભુનું જ છે.


“ઇઝરાયલીઓ પોતાના પ્રથમ- જનિત પ્રાણી અને નર બાળકો મને અર્પણ કરે તે બધાં તારાં થશે. પરંતુ અશુધ પ્રાણીના પ્રથમ બચ્ચાંને અને માણસના પ્રથમજનિત નર બાળકને, તે જેમનાં હોય તેમની પાસેથી તમારે મુક્તિમૂલ્ય લઈ મુક્ત કરવાં.


પરંતુ ગાય, ઘેટી કે બકરીના પ્રથમજનિતને તું પૈસા આપીને મુક્ત ન કર. તેઓ તો મારાં છે અને મને અર્પણ થયેલાં છે. તેમનું લોહી તારે વેદી પર છાંટવું અને તેમની ચરબી અગ્નિબલિ તરીકે મને ચડાવવી. તેની સુવાસથી હું પ્રસન્‍ન થાઉં છું.


જેમને ઈશ્વરે અગાઉથી પસંદ કર્યા, તેઓ આબેહૂબ તેમના પુત્રના જેવા જ બને, તે માટે તેમને અલગ કર્યા; જેથી ઈશ્વરપુત્ર ઘણા ભાઈઓમાં સૌથી મોટા થાય.


ત્યારે તમારે તમારા ઈશ્વર પ્રભુ પોતાના નામની સ્થાપના માટે જે એક સ્થાન પસંદ કરે ત્યાં તમારે હું ફરમાવું છું તે સર્વ અર્પણો લાવવાં; એટલે કે, તમારાં દહનબલિ તથા તમારાં બલિદાનો, તમારાં દશાંશ તથા તમારાં વિશિષ્ટ હિસ્સાના ઉચ્છાલિત અર્પણ અને પ્રભુ પ્રત્યે માનેલી સર્વ વિશિષ્ટ માનતાઓનાં અર્પણ તમારે લાવવાં.


પરંતુ તમે તમારાં રહેઠાણોમાં પ્રભુને અર્પિત કરેલી કોઈ પણ ખાદ્ય ચીજો જેવી કે તમારા ધાન્ય, દ્રાક્ષાસવ કે તેલનો દશાંશ, તમારાં ઢોરઢાંક કે ઘેટાંબકરાંનાં પ્રથમ જન્મેલા બચ્ચાં, પ્રભુ પ્રત્યે માનેલી માનતાનું અર્પણ તથા તમારાં સ્વૈચ્છિક અર્પણો કે તમારાં વિશિષ્ટ અર્પણો ખાઈ શકો નહિ.


પછી તમારા ઈશ્વર પ્રભુ તેમના નામની સ્થાપના માટે જે સ્થાન પસંદ કરે ત્યાં તમારે જવું અને ત્યાં પ્રભુના સાનિધ્યમાં તમારા ધાન્યનો, તમારા દ્રાક્ષાસવનો તથા તમારા ઓલિવ તેલનો દશાંશ, તેમજ તમારાં ઢોરઢાંકનાં તથા ઘેટાબકરાંનાં પ્રથમ જન્મેલાં બચ્ચાંનું માંસ તમારે ખાવાં.


તમારા દાસને છૂટો કરવાનું તમને અઘરું લાગવું જોઈએ નહિ. કારણ, તેણે અર્ધા વેતનથી તમારે ત્યાં છ વર્ષ ચાકરી કરી છે, માટે એને છૂટા કરવાથી તમારા ઈશ્વર પ્રભુ તમારાં સર્વ કાર્યોમાં તમને આશીર્વાદ આપશે.”


તમારા ઈશ્વર પ્રભુએ તેમને નામે ભક્તિ કરવા માટે પસંદ કરેલ સ્થાને તમારે પ્રભુના સાંનિધ્યમાં, તમારે તમારાં સંતાનો, નોકરચાકરો, તમારા નગરમાં વસતા લેવીઓ, પરદેશીઓ, અનાથ અને વિધવાઓ સહિત આનંદોત્સવ કરવો.


તે પર્વમાં તમારે તમારાં સંતાનો, તમારાં નોકરચાકરો તેમજ તમારા નગરમાં વસતા લેવીઓ, પરદેશીઓ, અનાથો તથા વિધવાઓ સહિત આનંદોત્સવ કરવો.”


જેમનાં નામ સ્વર્ગમાં લખાયાં છે તેવા ઈશ્વરના પ્રથમ પુત્રોના આનંદમય સમુદાયમાં તમે આવ્યા છો. તમે બધાનો ન્યાય કરનાર ઈશ્વર પાસે તથા સંપૂર્ણ કરવામાં આવેલા નેકજનોના આત્માઓ પાસે આવ્યા છો.


Lean sinn:

Sanasan


Sanasan