Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 14:8 - પવિત્ર બાઇબલ C.L.

8 તમારે ડુક્કરનું માંસ પણ ખાવું નહિ. કારણ, તેમની ખરી ફાટેલી છે ખરી, પણ તે વાગોળનાર પ્રાણી નથી તેથી તે તમારે માટે અશુધ છે. આ પ્રાણીઓનું માંસ તમારે ખાવું નહિ કે તેમનાં મુડદાંનો તમારે સ્પર્શ કરવો નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 વળી ડુક્કર પણ, કેમ કે તેની ખરી ફાટેલી છે પણ તે વાગોળતું નથી, તે તમારે માટે અશુદ્ધ છે: તેઓનું માંસ તમારે ન ખાવું, ને તેઓનાં મુડદાંને તમારે ન અડકવું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 ડુક્કરની ખરી ફાટેલી હોય છે પણ તે વાગોળતું નથી એટલે તે તમારા માટે અશુદ્ધ છે. તેનું માંસ તમારે ખાવું નહિ અને તેમના મૃતદેહને તમારે સ્પર્શ કરવો નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 વળી ડુક્કરની ખરી ફાટેલી હોય છે પણ તે વાગોળતું નથી એટલે તે ખાવા માંટે નિષિદ્વ છે. તમાંરે આવાં પ્રૅંણીઓનાં માંસ ખાવાં નહિ. તમાંરે તેમના મૃતદેહનો સ્પર્શ પણ કરવો નહિ.

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 14:8
10 Iomraidhean Croise  

તેઓ કબરોમાં સાધના માટે આસન જમાવે છે અને ગુપ્ત સ્થાનોમાં આખી રાત ધ્યાન ધરે છે. તેઓ ભૂંડનું માંસ ખાય છે અને પારકા દેવોને ચડાવેલ બલિના માંસનો સેરવો પીએ છે.


પ્રભુ કહે છે, “પોતાને પવિત્ર અને શુદ્ધ કરીને પારકા દેવના સરઘસમાં જોડાઈને જેઓ પવિત્ર બગીચાઓમાં જાય છે; જેઓ ભૂંડ, ઊંદર અને અન્ય અશુદ્ધ વસ્તુઓ ખાય છે તેઓ સૌનો એક સાથે અંત આવી લાગ્યો છે. તેમનાં કાર્યો અને કલ્પનાઓ હું જાણું છું.


“પણ આખલાનો બલિ ચડાવનાર માણસની હત્યા કરનાર જેવો છે; હલવાનનું અર્પણ ચડાવનાર કૂતરાની ડોક ભાગનાર જેવો છે; ધાન્યઅર્પણ ચડાવનાર ભૂંડનું રક્ત ચડાવનાર જેવો છે અને યાદગીરીને અર્થે ધૂપ બાળનાર મૂર્તિની ઉપાસના કરનાર જેવો છે. કારણ, તેમણે પોતપોતાનો માર્ગ પસંદ કર્યો છે. અને તેમનાં મન ઘૃણાજનક પૂજાવિધિઓમાં મગ્ન રહે છે.


તમે ફાટવાળી ખરીવાળાં અને વાગોળતાં પ્રાણીઓ ખાઈ શકો છો.


“જો કોઈ માણસ અજાણતાં કોઈપણ અશુદ્ધ વસ્તુ, એટલે પાળેલાં, વન્ય કે પેટે ચાલનાર પ્રાણીના શબનો સ્પર્શ કરે તો તે અશુદ્ધ ગણાય અને તેની જાણ થતાં જ તે દોષિત ગણાય.


પરંતુ માત્ર ફાટેલી ખરીવાળાં જ હોય અથવા માત્ર ખોરાક વાગોળનાર જ હોય એવાં પ્રાણી ખાવાની છૂટ નથી. ઊંટ, સસલાં તથા ઘોરખોદિયું તમારે ન ખાવાં. કારણ, તેઓ વાગોળે છે ખરાં, પણ તેમની ખરી ફાટેલી હોતી નથી. એ તમારે માટે અશુધ છે.


“જળચર પ્રાણીઓમાંથી જેમને ભીંગડા હોય તે બધાં તમે ખાઈ શકો છો.


તેમની બાબતમાં પેલી કહેવત સાચી પડી કે, કૂતરું પોતાની ઊલટી ખાવા પાછું જાય છે અને ધોઈને સાફ કરેલું ભૂંડ ક્દવમાં આળોટવા માટે પાછું જાય છે.


Lean sinn:

Sanasan


Sanasan