પુનર્નિયમ 14:23 - પવિત્ર બાઇબલ C.L.23 પછી તમારા ઈશ્વર પ્રભુ તેમના નામની સ્થાપના માટે જે સ્થાન પસંદ કરે ત્યાં તમારે જવું અને ત્યાં પ્રભુના સાનિધ્યમાં તમારા ધાન્યનો, તમારા દ્રાક્ષાસવનો તથા તમારા ઓલિવ તેલનો દશાંશ, તેમજ તમારાં ઢોરઢાંકનાં તથા ઘેટાબકરાંનાં પ્રથમ જન્મેલાં બચ્ચાંનું માંસ તમારે ખાવાં. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)23 અને પોતાનું નામ રાખવા માટે યહોવા તારા ઈશ્વર જે સ્થળ પસંદ કરે ત્યાં તેમની હજૂરમાં તારા અનાજનો, તારા દ્રાક્ષારસનો તથા તારા તેલનો દશાંશ તથા તારાં ઢોરઢાંકનાં તથા ઘેટાંબકરાંનાં પહેલાં બચ્ચાં તારે ખાવાં, એ માટે કે તું સદા યહોવા તારા ઈશ્વરનો ડર રાખતાં શીખે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201923 તેઓ જે જગ્યા પોતાના પવિત્રસ્થાન માટે પસંદ કરે ત્યાં તેઓની આગળ તમારા અનાજનો દશાંશ, તમારા દ્રાક્ષારસનો, તમારા તેલનો તથા તમારાં પશુ તથા ઘેટાં બકરાંના તથા અન્ય જાનવરોના પ્રથમજનિતને તમારે ખાવાં, કે જેથી તમે યહોવાહ તમારા ઈશ્વરનો આદર કરતાં શીખો. Faic an caibideilપવિત્ર બાઈબલ23 અને દેવે જે જગ્યા પોતાના પવિત્રસ્થાન માંટે નણી કરી હોય ત્યાં તેમની સમક્ષ આ દશાંશ ખાવા માંટે લાવવો. તમે અનાજનો, દ્રાક્ષારસનો, તથા તેલનો દશમો ભાગ તેમ જ તમાંરાં ઢોરો તથા ઘેટાં બકરાંના પ્રથમજનિતને પણ ખાઈ શકો, તેથી તમે તમાંરા દેવ યહોવૅંથી હંમેશા ડરીને જીવતાં શીખશો. Faic an caibideil |