Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 14:22 - પવિત્ર બાઇબલ C.L.

22 “તમારા ખેતરમાં દર વર્ષે થતી સઘળી પેદાશનો દશમો ભાગ તમારે અલગ કાઢવો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

22 તારા બિયારણની સઘળી પેદાશનો, એટલે ખેતરમાંથી દર વર્ષે થતી ઊપજનો, દશાંશ તારે [જુદો] કાઢવો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

22 પ્રતિવર્ષ તમારે તમારા ખેતરના બીજની બધી ઊપજમાંથી દશમો ભાગ જુદો રાખવો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

22 “પ્રતિવર્ષ તમાંરે તમાંરાં ખેતરની બધી જ ઊપજમાંથી દશમો ભાગ જુદો રાખવો,

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 14:22
13 Iomraidhean Croise  

વળી, આ પથ્થર જે મેં સ્તંભ તરીકે ઊભો કર્યો છે તે ઈશ્વરનું ઘર બનશે. વળી, તે જે કંઈ મને આપશે તે બધાનો દસમો ભાગ હું તેમને અવશ્ય આપીશ!”


કાપણીના સમયે તમારે પાકનો પાંચમો ભાગ ફેરોને આપવાનો રહેશે અને બાકીના ચાર ભાગ તમારી પાસે રહેશે, તેમાંથી તમે બિયારણ ઉપરાંત તમારે માટે, તમારા પરિવાર માટે અને તમારા આશ્રિતોના ખોરાક માટે વાપરજો.”


આમ, યોસેફે ઇજિપ્તની જમીનની બાબતમાં એવો નિયમ દાખલ કરી દીધો કે ફેરોને ફસલનો પાંચમો ભાગ આપવો; અને એ નિયમ આજ સુધી ચાલુ છે.


પ્રતિ વર્ષે પ્રથમ લણેલા અનાજના લોટનો પિંડ તથા દ્રાક્ષાસવ, ઓલિવ તેલ તથા સર્વ પ્રકારનાં ફળોનાં અન્ય સર્વ અર્પણો અમે યજ્ઞકારો પાસે ઈશ્વરના મંદિરમાં લાવીશું. ખેતી કરતા અમારાં સર્વ નગરો પાસેથી લેવીઓ દશાંશો ઉઘરાવે છે. તેથી અમારી ભૂમિની સઘળી પેદાશનાં દશાંશો અમે લેવીઓને આપીશું.


દશાંશ ઉઘરાવતી વખતે લેવીઓની સાથે આરોનના વંશમાંથી ઊતરી આવેલ યજ્ઞકારોને પણ લક્ષમાં લેવાના છે અને લેવીઓ જે દશાંશ એકત્ર કરે તેનો દશમો ભાગ મંદિરના ઉપયોગ માટે તેના ભંડારોમાં લઈ જવાનો છે.


તમારાં પૂરેપૂરાં દશાંશ મંદિરમાં લાવો, એ માટે કે ત્યાં અન્‍નની અછત રહે નહિ. મારી પારખ કરી જુઓ કે હું આકાશની બારીઓ ખોલીને તમારે માટે સર્વ સારી વસ્તુઓ ભરપૂરીમાં વરસાવું છું કે નહિ.


નવા અનાજના પ્રથમ કણકમાંથી બનાવેલી રોટલી પ્રભુને માટે વિશિષ્ટ હિસ્સાના અર્પણ તરીકે અલગ કરવી. જેમ તમે ખળાના ધાન્યમાંથી અમુક ભાગ વિશિષ્ટ હિસ્સાના અર્પણ તરીકે અલગ કરો છો તેમ જ આ રોટલી અલગ કરવાની છે.


પ્રભુએ આરોનને કહ્યું, “લેવીઓ મુલાકાતમંડપમાં મારી સેવા કરે છે તેના બદલામાં ઇઝરાયલના સર્વ દશાંશ હું તેમના હિસ્સા તરીકે ઠરાવું છું.


તમે અને તમારાં કુટુંબો ગમે ત્યાં બેસીને તે ખાઈ શકશો. મુલાકાતમંડપમાંની તમારી સેવાનું એ વેતન છે.


પરંતુ તમે તમારાં રહેઠાણોમાં પ્રભુને અર્પિત કરેલી કોઈ પણ ખાદ્ય ચીજો જેવી કે તમારા ધાન્ય, દ્રાક્ષાસવ કે તેલનો દશાંશ, તમારાં ઢોરઢાંક કે ઘેટાંબકરાંનાં પ્રથમ જન્મેલા બચ્ચાં, પ્રભુ પ્રત્યે માનેલી માનતાનું અર્પણ તથા તમારાં સ્વૈચ્છિક અર્પણો કે તમારાં વિશિષ્ટ અર્પણો ખાઈ શકો નહિ.


એ જ સ્થાને તમારે તમારાં દહનબલિ તથા તમારાં બલિદાનો, તમારા દશાંશ તથા તમારાં વિશિષ્ટ હિસ્સાના ઉચ્છાલિત અર્પણ, તમારી માનતાનાં અર્પણો તથા તમારાં સ્વૈચ્છિક-અર્પણો તથા તમારા ઢોરઢાંકનાં તેમજ તમારાં ઘેટાંબકરાંનાં પ્રથમ બચ્ચાંના બલિ ચડાવવા,


Lean sinn:

Sanasan


Sanasan