Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 13:15 - પવિત્ર બાઇબલ C.L.

15 તો તમારે તે નગરના બધા રહેવાસીઓનો તથા તેમનાં ઢોરઢાંકનો તલવારથી સંહાર કરવો. તમારે તે નગરનો સંપૂર્ણ નાશ કરવો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 તો તારે નક્કી એ નગરના રહેવાસીઓનો તરવારની ધારથી સંહાર કરવો, ને તેનો તથા તેમાંના સર્વનો તથા તેનાં ઢોરઢાંકનો તરવારની ધારથી વિનાશ કરવો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 તો તમારે નગરના બધા રહેવાસીઓનો, તેમાં જે બધા લોકો રહે છે તે સર્વનો તેઓના પશુઓના ટોળાં સાથે તલવારની ધારથી સંપૂર્ણપણે નિશ્ચે હુમલો કરીને નાશ કરવો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

15 તો તમાંરે નગરના બધા રહેવાસીઓ તથા નગરનો અને તેમાં રહેતાં સૌ ઢોરઢાંખરની હત્યા કરવી; ને તે માંટે કોઈ પણ જાતનો વિલંબ કર્યા વિના નગર વિરુદ્ધ યુદ્ધ જાહેર કરવું.

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 13:15
17 Iomraidhean Croise  

દેશનિકાલમાંથી આવેલા લોકોએ એ વ્યવસ્થાનો સ્વીકાર કર્યો. યજ્ઞકાર એઝરાએ પૂર્વજો પ્રમાણે કુટુંબોના આગેવાનોમાંથી માણસો નીમ્યા. તેમણે દસમા માસની પહેલી તારીખે તપાસ કાર્ય શરૂ કર્યું.


“પ્રભુ, એટલે મારા સિવાય બીજા કોઈ દેવને અર્પણ ચડાવનારને તમારે મારી નાખવો.


તમે તેમના દેવોની આગળ નમશો નહિ કે તેમની પૂજા કરશો નહિ. વળી, તમે તેમના ધાર્મિક રીતરિવાજ અપનાવશો નહિ. તમે તેમના દેવોનો નાશ કરજો અને તેમના ધાર્મિક સ્તંભોના ચૂરેચૂરા કરી નાખજો.


“મને, પ્રભુને, કરેલું કોઈ બિનશરતી સમર્પણ, પછી તે માણસ, પ્રાણી કે જમીન હોય તો તેને પાછું વેચી કે ખરીદી શકાય નહિ; એ સંપૂર્ણ સમર્પિત છે.


તો તમારે તે વાત વિષે ચોક્સાઈપૂર્વક તપાસ કરવી, અને એ વાત સાચી હોય કે તમારી મધ્યે એ ઘૃણાસ્પદ કામ થયું છે,


એવો સંદેશવાહક કે સ્વપ્નદષ્ટા તમને ઇજિપ્ત દેશની ગુલામીમાંથી મુક્ત કરી બહાર લાવનાર તમારા ઈશ્વર પ્રભુ વિરુધ તમને ઉશ્કેરે છે અને જે માર્ગે ચાલવાની તમારા ઈશ્વર પ્રભુએ આજ્ઞા કરી છે, તેમાંથી તમને ભટકાવી દેવા માગે છે. તેથી તમારે એને મારી નાખવો, અને એ રીતે તમારી મધ્યેથી દુષ્ટતા દૂર કરવી.


અને એ વાત વિષે તમને ખબર મળે અને તમારા સાંભળવામાં આવે તો એ વિષે કાળજીપૂર્વક તપાસ કરો અને ઇઝરાયલમાં એવું અધમ કાર્ય થયું છે એ વાત સાચી અને શંકારહિત હોય,


તે સમયે આપણે તેનાં સર્વ નગરો જીતી લીધાં અને તે બધાં નગરોના પુરુષો, સ્ત્રીઓ અને બાળકો સુધાં સૌનો સંહાર કર્યો અને કોઈનેય જીવતું જવા દીધું નહિ.


જે પ્રજાને ઈશ્વર તમારે હવાલે કરે તેમનો સંહાર કરજો અને તેમના પ્રત્યે દયા દાખવશો નહિ. તમે તેમનાં દેવદેવીઓની પૂજા કરશો નહિ; કારણ, એ તમારે માટે ફાંદારૂપ થઈ પડશે.


જ્યારે તમારા ઈશ્વર પ્રભુ એ પ્રજાઓને તમારે સ્વાધીન કરી દે અને તમે તેમનો પરાજય કરો ત્યારે તમારે તેમનો સંપૂર્ણ સંહાર કરવો. તમે તેમની સાથે સુલેહનો કરાર કરશો નહિ કે તેમના પ્રત્યે દયા દાખવશો નહિ.


પછી તેમણે શહેરને આગ લગાડીને તેના સર્વસ્વને બાળીને ભસ્મ કરી દીધું. માત્ર રૂપું અને સોનું તથા તાંબાનાં અને લોખંડનાં પાત્રો લાવીને પ્રભુના ઘરના ભંડારમાં મૂક્યાં.


જે દશ શિંગડાં તેં જોયાં તે અને પેલું પશુ પણ વેશ્યાનો તિરસ્કાર કરવા લાગશે. તેઓ તેનું બધું જ પડાવી લેશે અને તેને નગ્ન કરી દેશે. તેઓ તેનું માંસ ખાઈ જશે અને તેને અગ્નિમાં સળગાવી દેશે.


દરમ્યાનમાં, બિન્યામીનના કુળના લોકોએ સાંભળ્યું કે બાકીના બીજા બધા ઇઝરાયલીઓ મિસ્પામાં એકત્ર થયા છે. ઇઝરાયલીઓએ પૂછયું, “હવે અમને કહો કે આ ગુનાઈત કાર્ય કેવી રીતે થયું?”


ઇઝરાયલીઓ પાછા વળીને બાકીના બિન્યામીનીઓ પર ત્રાટક્યા અને તેમનાં સ્ત્રીપુરુષો, બાળકો અને ઢોરઢાંક સર્વસ્વનો નાશ કર્યો. એ વિસ્તારનાં બધાં નગરો તેમણે બાળી નાખ્યાં.


Lean sinn:

Sanasan


Sanasan