Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 12:5 - પવિત્ર બાઇબલ C.L.

5 પણ સર્વ કુળોને ફાળવેલ પ્રદેશમાંથી તમારા ઈશ્વર પ્રભુની ભક્તિ કરવા માટે અને તેમના વસવાટ માટે જે એક સ્થળ તે પસંદ કરે ત્યાં જ તમારે ભક્તિ માટે એકત્ર થવું અને ત્યાં જ તમારે જવું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 પણ તમારા સર્વ કુળોમાંથી જે સ્થળ યહોવા તમારા ઈશ્વર પોતાનું નામ રાખવા માટે પસંદ કરશે તે સ્થળ આગળ એટલે તેના રહેઠાણ આગળ તમારે ભેગા થવું, ને ત્યાં તારે આવવું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 પણ યહોવાહ તમારા ઈશ્વર તમારા સર્વ કુળમાંથી જે સ્થળ પસંદ કરશે તે સ્થળ આગળ એટલે જ્યાં તે રહે છે ત્યાં તમારે ભેગા થવું, ત્યાં તમારે આવવું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 યહોવા તમાંરા દેવ તમાંરા કુળસમૂહો વચ્ચે એક ખાસ જગ્યા પસંદ કરશે. યહોવા તેમનું નામ ત્યાં મૂકશે. તે તેમનું ખાસ ઘર રહેશે. તમાંરે તેની ભકિત કરવા તે જગ્યાએ જ જવાનું છે.

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 12:5
50 Iomraidhean Croise  

શલોમોનનો પુત્ર રહાબામ યહૂદિયાનો રાજા બન્યો ત્યારે તે એક્તાલીસ વર્ષનો હતો. ઇઝરાયલના સર્વ કુળપ્રદેશોમાંથી પોતાના નામની ભક્તિ કરવાના સ્થાન તરીકે પ્રભુએ પસંદ કરેલ નગર યરુશાલેમમાં રહી તેણે સત્તર વર્ષ રાજ કર્યું. રહાબામની માતા નામા આમ્મોની હતી.


‘મારા લોક ઇઝરાયલને હું ઇજિપ્તમાંથી લઈ આવ્યો તે સમયથી માંડીને મારે નામે મારી ભક્તિ માટે મંદિર બાંધવા માટે સમગ્ર ઇઝરાયલ દેશમાંથી મેં કોઈ શહેર પસંદ કર્યું નથી. પણ હે દાવિદ, મેં તને મારા લોક પર રાજ કરવા પસંદ કર્યો છે.”


હવે પ્રભુએ પોતાનું વચન પાળ્યું છે. મારા પિતા પછી હું ઇઝરાયલનો રાજા બન્યો છું અને મેં ઇઝરાયલના ઈશ્વર યાહવેને નામે તેમની ભક્તિ અર્થે મંદિર બાંધ્યું છે.


“પણ હે ઈશ્વર, શું તમે પૃથ્વી પર સાચેસાચ નિવાસ કરી શકો? બધાં આકાશો પણ તમારો સમાવેશ કરી શકે તેમ નથી, તો પછી મેં બાંધેલા આ મંદિરમાં તમારો કેવી રીતે સમાવેશ થાય?


આ મંદિરનું, એટલે તમારે નામે તમારી ભક્તિને અર્થે તમે પસંદ કરેલા આ સ્થળનું રાતદિવસ લક્ષ રાખો. આ મંદિર તરફ મુખ રાખી પ્રાર્થના કરું છું ત્યારે મારું સાંભળો.


મુખ્ય અમલદારે સમ્રાટ તરફથી વિશેષમાં જણાવ્યું, “તું મને કહેશે કે અમે ઈશ્વર અમારા પ્રભુ પર આધાર રાખીએ છીએ. તો એ જ પ્રભુની ભક્તિ માટેનાં ઉચ્ચસ્થાનો તોડી પાડીને યહૂદિયા અને યરુશાલેમના લોકોને માત્ર યરુશાલેમની વેદીએ જ ઉપાસના કરવાનું કહેનાર તું હિઝકિયા જ નથી?


તેથી દાવિદે કહ્યું, “અહીં જ પ્રભુ ઈશ્વરનું મંદિર થશે. આ વેદી પર ઇઝરાયલીઓ દહનબલિ ચઢાવશે.”


ત્યારે પ્રભુએ તેને રાતે દર્શન આપ્યું. તેમણે તેને કહ્યું, “મેં તારી પ્રાર્થના સાંભળી છે, અને મને બલિદાન ચડાવવાના સ્થાન તરીકે મેં આ મંદિરને સ્વીકાર્યું છે.


અને યોસાદાકનો પુત્ર યેશૂઆ તથા તેના સાથી યજ્ઞકારોએ તેમ જ શઆલ્તીએલનો પુત્ર ઝરૂબ્બાબેલ તથા તેના સાથી યજ્ઞકારોએ ઈશ્વરભક્ત મોશેના નિયમશાસ્ત્રમાં લખેલી સૂચનાઓ પ્રમાણે વેદી પર દહનબલિ ચડાવવા માટે ઇઝરાયલના ઈશ્વરની વેદી ફરીથી બાંધી.


જે કોઈ રાજા કે પ્રજા, યરુશાલેમનું મંદિર, કે જેમાં ઈશ્વરે પોતાનું નામ રાખવા તેને પસંદ કર્યું છે તેનો નાશ કરે અને એમ આ આદેશનો અનાદર કરે તેનો ઈશ્વર નાશ કરો. હું દાર્યાવેશ આ હુકમ ફરમાવું છું અને તેનો તાકીદે અમલ થવો જોઈએ.”


આ પૈસામાંથી તું આખલા, ઘેટાં, હલવાનો, ધાન્ય અને દ્રાક્ષાસવ વેચાતાં લેવામાં ખંત રાખજે. તારે યરુશાલેમમાં આવેલા તારા ઈશ્વરના મંદિરમાંની વેદી પર તેમનું અર્પણ કરવું.


પણ જો તમે મારી તરફ પાછા ફરશો અને મારી આપેલી આજ્ઞાઓ પ્રમાણે વર્તશો તો તમે પૃથ્વીના છેડાઓ સુધી વિખેરાયેલા હશો તો પણ જે સ્થાન મેં મારે નામે ભજન કરવા માટે પસંદ કર્યું છે ત્યાં હું તમને પાછા લાવીશ.


તેને બદલે તેમણે યહૂદાના કુળને અને પોતાના પ્રિય સિયોન પર્વતને પસંદ કર્યો.


પ્રભુ મારું સામર્થ્ય તથા ગીત છે; તે જ મારા ઉદ્ધારક છે. તે મારા ઈશ્વર છે, હું તેમની સ્તુતિ કરીશ. તે મારા પિતાના ઈશ્વર છે; તેમની મહાનતાનાં ગુણગાન ગાઈશ.


મારે માટે માટીની વેદી બનાવજો અને તે પર દહનબલિ તથા સંગતબલિ તરીકે ઘેટાંબકરાં અને ઢોરઢાંકનાં અર્પણો ચડાવજો. હું જે જે સ્થાન ભક્તિ માટે અલગ કરીશ ત્યાં ત્યાં હું તમારી પાસે આવીને તમને આશિષ આપીશ.


હું તને ત્યાં મળીશ અને દયાસન ઉપરથી સાક્ષ્યપેટી પરના બે કરુબો વચ્ચેથી હું તને ઇઝરાયલીઓ માટેના મારા સર્વ નિયમો આપીશ.


પ્રભુએ પોતાના મંદિરમાં તેને બોલવાનું કહ્યું: “મારા મંદિરના ચોકમાં ઊભો રહે અને યહૂદિયાનાં સર્વ નગરોમાંથી મારા મંદિરમાં ભક્તિ કરવા આવનાર લોકોને સંબોધીને મેં તને જે કહેવાની આજ્ઞા આપી છે તે બધું કહે; એક શબ્દ પણ છોડી દઈશ નહિ;


મારે નામે ભક્તિ કરવા મેં સૌ પ્રથમ પસંદ કરેલા શીલોહ નગરમાં જાઓ અને મારા લોક ઇઝરાયલના પાપને લીધે મેં તેની કેવી દુર્દશા કરી તે જુઓ!


તેથી મારે નામે ઓળખાતું આ મંદિર, જેના પર તમે ભરોસો રાખો છો, અને જે સ્થળ મેં તમારા પૂર્વજોને અને તમને આપ્યું હતું તેની દશા શીલોહ જેવી જ કરીશ.


જ્યારે મોશે પ્રભુની સાથે વાત કરવાને મુલાકાતમંડપમાં અંદર ગયો ત્યારે તેણે પાંખવાળા બે કરૂબોની વચ્ચે આવેલી સાક્ષ્યલેખની કરારપેટી ઉપરના ઢાંકણ એટલે દયાસન પરથી પ્રભુની વાણી સાંભળી, અને પ્રભુ તેની સાથે બોલ્યા.


ત્યારે તમારે તમારા ઈશ્વર પ્રભુ પોતાના નામની સ્થાપના માટે જે એક સ્થાન પસંદ કરે ત્યાં તમારે હું ફરમાવું છું તે સર્વ અર્પણો લાવવાં; એટલે કે, તમારાં દહનબલિ તથા તમારાં બલિદાનો, તમારાં દશાંશ તથા તમારાં વિશિષ્ટ હિસ્સાના ઉચ્છાલિત અર્પણ અને પ્રભુ પ્રત્યે માનેલી સર્વ વિશિષ્ટ માનતાઓનાં અર્પણ તમારે લાવવાં.


સાવધ રહેજો અને તમારાં દહનબલિ ગમે તે સ્થાને ચડાવશો નહિ.


તમારે, તમારાં પુત્રપુત્રીઓએ, તમારા નોકરચાકરો તથા તમારા નગરમાં વસતા લેવીએ આ અર્પણો તમારા ઈશ્વર પ્રભુ જે એક સ્થાન પસંદ કરે ત્યાં તેમના સાંનિધ્યમાં ખાવાં અને તમારાં કાર્યોમાં મળેલી સફળતા માટે પ્રભુ સમક્ષ આનંદોત્સવ કરવો.


“પણ તમારે એ રીતે તમારા ઈશ્વર પ્રભુની અહીંતહીં ભક્તિ કરવી નહિ;


પછી તમારા ઈશ્વર પ્રભુ તેમના નામની સ્થાપના માટે જે સ્થાન પસંદ કરે ત્યાં તમારે જવું અને ત્યાં પ્રભુના સાનિધ્યમાં તમારા ધાન્યનો, તમારા દ્રાક્ષાસવનો તથા તમારા ઓલિવ તેલનો દશાંશ, તેમજ તમારાં ઢોરઢાંકનાં તથા ઘેટાબકરાંનાં પ્રથમ જન્મેલાં બચ્ચાંનું માંસ તમારે ખાવાં.


જેથી તમે તમારા ઈશ્વર પ્રભુ પ્રત્યે હરહંમેશ ભક્તિભાવ દર્શાવતાં શીખો. પ્રભુએ તેમને નામે ભક્તિ કરવા માટે પસંદ કરેલ સ્થળ તમારા રહેઠાણથી ઘણે દૂર હોય અને રસ્તાનું અંતર વધારે હોવાથી પ્રભુના આશીર્વાદથી પ્રાપ્ત થયેલ ઉપજનો દશાંશ તમે ત્યાં લઈ જઈ શકો તેમ ન હોય તો આમ કરજો.


એ બચ્ચાંઓને તમારે અલગ રાખવાં અને જે સ્થાન તમારા ઈશ્વર પ્રભુ પસંદ કરે ત્યાં પ્રભુના સાનિધ્યમાં કુટુંબ સહિત તમારે તે બચ્ચાનું માંસ ખાવું.


તમારા ઈશ્વર પ્રભુએ તેમને નામે ભક્તિ કરવા માટે પસંદ કરેલ સ્થાને તમારે પ્રભુના સાંનિધ્યમાં, તમારે તમારાં સંતાનો, નોકરચાકરો, તમારા નગરમાં વસતા લેવીઓ, પરદેશીઓ, અનાથ અને વિધવાઓ સહિત આનંદોત્સવ કરવો.


તમારા ઈશ્વર પ્રભુના સન્માર્થે તેમણે પસંદ કરેલા એક સ્થાને સાત દિવસ સુધી તમારે તે પર્વ પાળવું. તમારા ઈશ્વર પ્રભુએ તમારી ઊપજમાં તથા તમારા હાથનાં સર્વ કાર્યોમાં આશીર્વાદ આપ્યો હોવાથી આનંદોત્સવ કરજો.


પ્રભુએ તેમને નામે ભક્તિ કરવા માટે પસંદ કરેલ સ્થળે જઈને તમારા ઈશ્વર પ્રભુના સન્માર્થે ત્યાં પાસ્ખાપર્વ પાળવા ઢોરઢાંક અથવા ઘેટાંબકરાંમાંથી એક પ્રાણીનો વધ કરવો.


તમારા ઈશ્વર પ્રભુએ પસંદ કરેલ સ્થાને જ તમારે તે માંસ બાફીને ખાવું અને બીજે દિવસે સવારે પોતાના તંબૂએ પાછા જવું.


“તમારા નગરમાં ખૂન, સંપત્તિના દાવા કે મારામારીના જુદા જુદા પ્રકારના એવા વિરોધાભાસી કેસ ઊભા થાય કે સ્થાનિક ન્યાયાધીશો માટે તેનો નિકાલ મુશ્કેલ જણાય, તો તમારા ઈશ્વર પ્રભુએ પસંદ કરેલ સ્થળે જવું.


“સમસ્ત ઇઝરાયલના કોઈપણ નગરમાં વસતો કોઈ લેવી વંશજ સ્વેચ્છાપૂર્વક તે નગરમાંથી નીકળીને પ્રભુ જે સ્થળ પસંદ કરવાના છે ત્યાં જાય,


ત્યારે તે દેશની ભૂમિમાંથી થયેલી તમારી બધી પેદાશનાં થોડાં પ્રથમફળ એક ટોપલીમાં લઈને તમારે તમારા ઈશ્વર પ્રભુએ પોતાના નામની ભક્તિ કરવા માટે પસંદ કરેલ સ્થળે જવું.


જ્યારે સર્વ ઇઝરાયલી લોકો તમારા ઈશ્વર પ્રભુએ પસંદ કરેલ સ્થળે તેમની ભક્તિ માટે એકત્ર થાય ત્યારે તે તેમને વાંચી સંભળાવવો.


કારણ, ખ્રિસ્તના દેહધારીપણામાં ઈશ્વરનું સમસ્ત ઐશ્વર્ય સાકાર થઈ વસ્યું છે.


એને બદલે, તમે સિયોન પર્વત પાસે અને જીવંત ઈશ્વરના નગરમાં, એટલે કે સ્વર્ગીય યરુશાલેમ જ્યાં લાખો દૂતો છે ત્યાં તમે આવ્યા છો.


ઇઝરાયલીઓનો આખો સમાજ શીલોમાં એકત્ર થયો અને ત્યાં તેમણે મુલાકાતમંડપ ઊભો કર્યો. આમ તો આખો દેશ તેમના તાબામાં આવી ગયો હતો;


ઇઝરાયલના બાકીના લોકોને ખબર પડી કે રૂબેન, ગાદ અને પૂર્વ- મનાશ્શાનાં કુળોના લોકોએ યર્દનની આપણી બાજુના પ્રદેશમાં ગલીલોથ આગળ વેદી બાંધી છે.


પણ તેણે તેમને ઇઝરાયલી લોકો માટે અને પ્રભુની વેદી માટે લાકડાં કાપવા તથા પાણી ભરવા દાસ બનાવ્યા. આજ દિન સુધી પ્રભુ ભજનને માટે પસંદ કરે તે સ્થળમાં તેઓ એ કામ કરતા આવ્યા છે.


પછી મેં જોયું તો હલવાન સિયોન પર્વત પર ઊભું હતું. તેની સાથે એક લાખ ચુમ્માળીસ હજાર લોકો હતા, જેમના કપાળે હલવાનનું નામ અને ઈશ્વરપિતાનું નામ લખવામાં આવ્યાં હતાં.


Lean sinn:

Sanasan


Sanasan