Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 12:30 - પવિત્ર બાઇબલ C.L.

30 ત્યારે તમે તમારી આગળથી એ પ્રજાઓનો નાશ થઈ ગયા પછી તમે પોતે ફાંદામાં ફસાઇ જઈને, ‘એ લોકો તેમના દેવોની ભક્તિ કેવી રીતે કરતા હતા તે જાણી લેવા દે કે જેથી હું પણ એ પ્રમાણે કરું’ એવું કહીને તમે તપાસ ન કરો એ માટે સાવધ રહેજો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

30 ત્યારે સાવધાન રહેજે, રખેને તેઓનો તારી આગળથી નાશ થયા પછી તું તેઓનું અનુકરણ કરીને ફાંદામાં પડે અને તું તેઓનાં દેવદેવીઓની પૂછપરછ કરતાં એમ કહે, ‘આ પ્રજાઓ કેવી રીતે પોતાનાં દેવદેવીઓની સેવા કરે છે? એ માટે કે હું પણ તે પ્રમાણે કરું.’

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

30 ત્યારે સાવધ રહેજો, રખેને તેઓનો તમારી આગળથી નાશ થયા પછી તમે તેઓનું અનુકરણ કરીને ફસાઈ જાઓ. અને તમે તેઓના દેવદેવીઓની પૂછપરછ કરતાં એવું કહો કે “આ લોકો કેવી રીતે પોતાના દેવદેવીઓની પૂજા કરે છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

30 ત્યારે જોજો, તમે ફસાઈ ન જતા અને ત્યાંની પ્રજાઓના પગલે ચાલીને તેઓના દેવોનું પૂજન કરવામાં તેઓનું અનુસરણ ન કરશો. એમની જેમ પૂજા કરવાના હેતુથી એ લોકો પોતાના દેવની પૂજા કઈ રીતે કરે છે તે જાણવાનો પ્રયત્ન પણ કરશો નહિે,

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 12:30
22 Iomraidhean Croise  

આહાઝ રાજા સમ્રાટ તિગ્લાથ પિલેસેરને મળવા દમાસ્ક્સ ગયો ત્યારે તેણે ત્યાં એક વેદી જોઈ અને તેણે વેદીની ઝીણાંમાં ઝીણી વિગતોવાળી આબેહૂબ પ્રતિકૃતિ યજ્ઞકાર ઉરિયાને મોકલી આપી.


તેમણે તેમની સૂચનાઓને આધીન થવાની ના પાડી, તેમના પૂર્વજો સાથે તેમણે કરેલો કરાર તેમણે પાળ્યો નહિ અને તેમણે તેમની ચેતવણીઓ ગણકારી નહિ. તેમણે વ્યર્થ મૂર્તિઓની પૂજા કરીને તેઓ પોતે જ વ્યર્થ બન્યા અને આસપાસની પ્રજાઓનું અનુકરણ નહિ કરવાની પ્રભુ આજ્ઞાનો અનાદર કરીને તેઓ તેમના રિવાજો અનુસર્યા;


તમે તેમના દેવોની આગળ નમશો નહિ કે તેમની પૂજા કરશો નહિ. વળી, તમે તેમના ધાર્મિક રીતરિવાજ અપનાવશો નહિ. તમે તેમના દેવોનો નાશ કરજો અને તેમના ધાર્મિક સ્તંભોના ચૂરેચૂરા કરી નાખજો.


પ્રભુ આ પ્રમાણે કહે છે: બીજી પ્રજાઓના રીતરિવાજો શીખશો નહિ, બીજા દેશોમાં લોકો ભલે ભયભીત થાય, પણ તમે આકાશમાંના અસામાન્ય દેખાવોથી ગભરાશો નહિ.


ત્યારે તમે જાણશો કે હું પ્રભુ છું: કારણ, તમે મારા કરારનો ભંગ કર્યો છે, અને મારા નિયમોનો અમલ કર્યો નથી, પણ તમે તો તમારી આસપાસની પ્રજાઓના રીતરિવાજોને અપનાવ્યા છે.”


જે દેશ તેમને આપવાના મેં શપથ લીધા હતા તેમાં હું તેમને લઇ આવ્યો ત્યારે દરેક ઊંચા પહાડી શિખરને કે લીલા વૃક્ષને જોઈને ત્યાં તેમણે પોતાના બલિ ચડાવ્યા. તેમણે પોતાના સુવાસિત અગ્નિબલિથી અને પેયાર્પણથી મને રોષ ચડાવ્યો.


તમે તમારા મનથી અન્ય પ્રજાઓ, કુળો અને દેશોની જેમ લાકડાંની અને પથ્થરની પૂજા કરવાનું નક્કી કર્યું છે, પણ તમારો એ ઇરાદો ફળીભૂત થશે નહિ.


તમે જ્યાં વસતા હતા તે ઇજિપ્તના લોકની માફક તમે વર્તશો નહિ અથવા જ્યાં હું તમને લઈ જઉં છું તે કનાન દેશના લોકોના રિવાજો પાળશો નહિ.


પ્રભુએ કહ્યું, “મારી આજ્ઞાઓનું પાલન કરો. તમારા પહેલાનાં લોકોના ધિક્કારપાત્ર રિવાજો પાળશો નહિ; નહિ તો તેથી તમે તમારી જાતને અશુદ્ધ બનાવશો. હું પ્રભુ, તમારો ઈશ્વર છું.”


ત્યારે તમારે તે દેશમાં બધા વતનીઓને હાંકી કાઢવા. તેમની પથ્થરની અને ધાતુઓની મૂર્તિઓનો નાશ કરવો અને તેમનાં બધાં ઉચ્ચ ભક્તિસ્થાનો તોડી પાડવાં.


આ દુનિયાના ધોરણને અનુસરો નહિ, પરંતુ ઈશ્વરને તમારા મનનું પૂરેપૂરું પરિવર્તન કરીને તમારું આંતરિક રૂપાંતર કરવા દો. ત્યાર પછી જ તમને ઈશ્વરની ઇચ્છાની ખબર પડશે કે શું સારું છે, ઈશ્વરને શું ગમે છે અને સંપૂર્ણ તથા યોગ્ય શું છે.


તેથી હું પ્રભુને નામે ચેતવણી આપતાં કહું છું કે,


ત્યારે સાવધ રહેજો કે તમારું મન લલચાઈ ન જાય અને તમે ભટકી જઈને અન્ય દેવદેવીઓની સેવાપૂજા કરવા ન લાગો.


“જે પ્રજાઓના પ્રદેશનો કબજો લેવા તમે જાઓ છો તેમને જ્યારે તમારા ઈશ્વર પ્રભુ તમારી આગળથી નાબૂદ કરે અને તમે તેમના દેશનું વતન પામીને ત્યાં વસવાટ કરો;


તેઓ તેમનાં દેવદેવીઓની પૂજા કરે છે તે પ્રમાણે તમે તમારા ઈશ્વર પ્રભુની ભક્તિ કરશો નહિ; કારણ, તેઓ તો તેમના દેવો માટે જે કાર્યો કરે છે તે પ્રભુની દૃષ્ટિમાં ઘૃણાસ્પદ અને તિરસ્કારપાત્ર છે. અરે, તેઓ તો તેમના દેવોની વેદીઓ પર પોતાનાં બાળકોનું અગ્નિમાં અર્પણ કરે છે!


“તમારા ઈશ્વર પ્રભુ તમને જે દેશ આપે તેમાં તમે આવો ત્યારે ત્યાં વસતી પ્રજાઓના ઘૃણાજનક વિધિઓનું અનુકરણ કરશો નહિ.


નહિ તો જે સર્વ અધમ કાર્યો તેમણે તેમનાં દેવદેવીઓની પૂજામાં આચર્યાં છે તે પ્રમાણે કરવાનું શીખવીને તેઓ તમારા ઈશ્વર પ્રભુની વિરુધ તમારી પાસે પાપ કરાવશે.


જે પ્રજાને ઈશ્વર તમારે હવાલે કરે તેમનો સંહાર કરજો અને તેમના પ્રત્યે દયા દાખવશો નહિ. તમે તેમનાં દેવદેવીઓની પૂજા કરશો નહિ; કારણ, એ તમારે માટે ફાંદારૂપ થઈ પડશે.


Lean sinn:

Sanasan


Sanasan