Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 12:2 - પવિત્ર બાઇબલ C.L.

2 જે દેશ તમે કબજે કરવાના છો ત્યાં ઊંચા પર્વતો પર, ટેકરાઓ પર અને લીલાંછમ વૃક્ષો તળે જ્યાં જ્યાં ત્યાંની પ્રજાઓ તેમના દેવોની પૂજા કરે છે તે બધાં સ્થાનકોનો તમારે અચૂક નાશ કરવો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 જે જે દેશજાતિઓનું વતન તમે પામશો તેઓ જે ઊંચા પર્વત પર, તથા ઊંચા ડુંગરો પર, તથા સર્વ લીલાં વૃક્ષ નીચે જે જે સ્થળોમાં તેઓના દેવોની પૂજા કરતા હતા તે સર્વનો તમારે ચોક્કસ નાશ કરવો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 જે જે પ્રજાઓનો તમે કબજો કરશો તેઓ જે ઊંચા પર્વતો પર, ડુંગરો પર તથા દરેક લીલાં વૃક્ષોની નીચે જે બધી જગ્યાઓમાં તેઓનાં દેવોની પૂજા કરતા હતા તે સર્વનો તમારે નિશ્ચે નાશ કરવો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 તમે જયાં જયાં ઊચા પર્વતો પર તથા ડુંગરાઓ પર અથવા વૃક્ષોની નીચે તમે જે પ્રજાઓની ભૂમિ કબજે કરો છો તેમની રચેલી વેદીઓ અને સ્થાનકો જુઓ-તે સર્વનો તમાંરે નાશ કરવો.

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 12:2
22 Iomraidhean Croise  

તેમણે જુઠ્ઠા દેવોની ભક્તિ માટે ઉચ્ચસ્થાન બાંધ્યાં અને ડુંગરો પર તેમ જ હરિયાળાં વૃક્ષો નીચે પથ્થરના સ્તંભો ઊભા કર્યા અને અશેરા દેવીની પ્રતિમાઓ મૂકી


પ્રભુને માટે હજી મંદિર બાંધવામાં આવ્યું નહોતું, અને લોકો ભક્તિનાં જુદાં જુદાં ઉચ્ચસ્થાનો પર બલિદાન ચડાવતા હતા.


પછી લોકોએ બઆલના મંદિરે જઈને તેને તોડી નાખ્યું; તેમણે વેદીઓ અને મૂર્તિઓના ભાંગીને ચૂરેચૂરા કરી નાખ્યા અને વેદીઓ આગળ બઆલના યજ્ઞકાર માત્તાનને મારી નાખ્યો. યહોયાદાએ પ્રભુના મંદિર પર સંરક્ષકોની ચોકી મૂકી,


પૂજાનાં ઉચ્ચસ્થાનોએ, પ્રત્યેક ટેકરી પર અને પ્રત્યેક હરિયાળા વૃક્ષ નીચે આહાઝ બલિદાનો ચઢાવતો અને ધૂપ બાળતો.


યરુશાલેમની પૂર્વ દિશામાં ઓલિવ પર્વતની દક્ષિણ તરફ સિદોનની દેવી આશ્તારોથ, મોઆબના દેવ કમોશ અને આમ્મોનના દેવ મોલખની ઘૃણાસ્પદ મૂર્તિઓની પૂજા માટે ઇઝરાયલના રાજા શલોમોને ઊભી કરાવેલી વેદીઓને યોશિયાએ ભ્રષ્ટ કરી.


વિધર્મી ઉચ્ચસ્થાનોમાં જઈને તેમણે ઈશ્વરને ઉશ્કેર્યા તથા કોરેલી મૂર્તિઓની પૂજાથી તેમનામાં રોષ ઉત્પન્‍ન કર્યો.


તમે તેમના દેવોની આગળ નમશો નહિ કે તેમની પૂજા કરશો નહિ. વળી, તમે તેમના ધાર્મિક રીતરિવાજ અપનાવશો નહિ. તમે તેમના દેવોનો નાશ કરજો અને તેમના ધાર્મિક સ્તંભોના ચૂરેચૂરા કરી નાખજો.


“કદાચ તું કહેશે, ‘અમે અમારા ઈશ્વર પ્રભુ પર આધાર રાખીએ છીએ.’ પણ એ પ્રભુની ભક્તિનાં સર્વ ઉચ્ચસ્થાનો અને વેદીઓ તોડી પાડીને યહૂદિયા અને યરુશાલેમના લોકોને એક જ જગ્યાએ ભજન કરવાનું કહેનાર હિઝકિયા જ છે ને?


અશેરા દેવીને માટે દરેક લીલા વૃક્ષ નીચે, ટેકરાઓની ટોચે અને પર્વતોનાં શિખરો પર સ્થાપેલ તમારી વેદીઓ અને પ્રતીકોની તમે પૂજા કરો છો.** સમગ્ર દેશમાં તમે આચરેલા પાપને લીધે તમારી બધી ધનસંપત્તિ અને તમારો ખજાનો હું શત્રુઓને લૂંટી લેવા દઈશ.


પ્રભુ કહે છે, “હે ઇઝરાયલ, પ્રાચીનકાળથી તેં તારા પરની મારા નિયમની ઝૂંસરી ભાંગી નાખી અને મારા કરારનાં બંધન તોડી નાખ્યા અને મારી સેવાભક્તિ કરવાનો નકાર કર્યો છે. દરેક ઊંચી ટેકરી અને લીલા વૃક્ષ નીચે તેં વેશ્યાની જેમ વ્યભિચાર કર્યો છે.


માત્ર કબુલ કર કે તું દોષિત છે અને તારા ઈશ્વર પ્રભુ વિરુદ્ધ તેં પાપ કર્યું છે તથા દરેક લીલા વૃક્ષ નીચે પારકા દેવો સાથે તેં વ્યભિચાર કર્યો છે અને મારી વાણી સાંભળી નથી.”


તારી નજર ઉઠાવીને ઉજ્જડ ટેકરીઓની ટોચ તરફ જો. શું કોઈ એવી જગા બાકી છે કે જ્યાં તેં વેશ્યાગીરી આચરી ન હોય? રણમાં ટાંપીને બેઠેલી વિચરતી જાતિના માણસની જેમ તું રસ્તાની બાજુએ બેસીને પ્રેમીઓની રાહ જુએ છે. તારી વેશ્યાગીરીથી અને અધમતાથી તેં દેશને ભ્રષ્ટ કર્યો છે.


પછી યોશિયા રાજાના સમયમાં પ્રભુએ મને કહ્યું, “પેલી બેવફા સ્ત્રી ઇઝરાયલે આચરેલાં ભ્રષ્ટ કામો તેં જોયાં છે ને? તેણે મારો ત્યાગ કર્યો છે અને દરેક લીલા વૃક્ષ નીચે તેણે વેશ્યાગીરી આચરી છે.


પર્વતોની ટોચ પરનાં પૂજાસ્થાનોમાં તેઓ યજ્ઞો કરે છે અને ટેકરીઓ પર ઊંચાં અને ઘટાદાર ઓક વૃક્ષો નીચે સારો છાંયો હોવાથી તેઓ ત્યાં ધૂપ બાળે છે. “પરિણામે, તમારી પુત્રીઓ વેશ્યાગીરી કરે છે અને તમારી પુત્રવધૂઓ વ્યભિચાર કરે છે.


બીજે દિવસે સવારે બાલાક બલામને બઆલનાં ઉચ્ચ ભક્તિસ્થાનો પર લઈ ગયો, જ્યાંથી ઇઝરાયલી લોકોનો સૌથી છેવાડાનો ભાગ પણ દેખાતો હતો.


માટે તમારે તેમની સાથે આ પ્રમાણે વ્યવહાર કરવો: તમારે તેમની વેદીઓ તોડી પાડવી, તેમના પવિત્ર શિલાસ્તંભોના ચૂરેચૂરા કરી નાખવા, તેમની દેવી અશેરાના પ્રતીકરૂપ કાષ્ટસ્તંભોને ચીરી નાખવા અને તેમની મૂર્તિઓને આગમાં બાળી નાખવી.


તમારે આ દેશના રહેવાસીઓ સાથે કોઈ જાતનો કરાર કરવો નહિ. તમારે તેમની વેદીઓ તોડી નાખવી.’ પણ તમે મારા કહ્યા પ્રમાણે કર્યું નથી. તમે શા માટે એવું કર્યું?


Lean sinn:

Sanasan


Sanasan