Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 12:11 - પવિત્ર બાઇબલ C.L.

11 ત્યારે તમારે તમારા ઈશ્વર પ્રભુ પોતાના નામની સ્થાપના માટે જે એક સ્થાન પસંદ કરે ત્યાં તમારે હું ફરમાવું છું તે સર્વ અર્પણો લાવવાં; એટલે કે, તમારાં દહનબલિ તથા તમારાં બલિદાનો, તમારાં દશાંશ તથા તમારાં વિશિષ્ટ હિસ્સાના ઉચ્છાલિત અર્પણ અને પ્રભુ પ્રત્યે માનેલી સર્વ વિશિષ્ટ માનતાઓનાં અર્પણ તમારે લાવવાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 ત્યારે એમ થાય કે પોતાનું નામ રાખવા માટે યહોવા તમારા ઈશ્વર જે સ્થળ પસંદ કરે ત્યાં, જે સર્વ વિષે હું તમને આ કરું છું તે તમારે લાવવું; એટલે તમારાં દહનીયાર્પણો, તથા તમારા યજ્ઞ તમારા દશાંશો, તથા તમારા હાથનાં ઉચ્છાલીયાર્પણો અને જે બધી શ્રેષ્ઠ માનતાઓ તમે યહોવા પ્રત્યે માનો તે [તમારે લાવવાં].

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 ત્યારે એવું બને કે યહોવાહ તમારા ઈશ્વર પોતાનું નામ રાખવા માટે જે જગ્યા પસંદ કરે ત્યાં, હું તમને ફરમાવું તે બધું તમારે લાવવું: તમારાં દહનીયાર્પણ, તમારાં બલિદાનો, તમારાં દશાંશો, તમારા હાથનાં ઉચ્છાલીયાર્પણો, જે બધી શ્રેષ્ઠ માનતાઓ તમે યહોવાહ પ્રત્યે માનો તે તમારે લાવવાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 તે સમયે તમાંરા દેવ યહોવા તેમની પોતાની સેવા માંટે એક જગ્યાની પસંદગી કરશે ત્યાં હું આજ્ઞા કરું છું તે બધું તમાંરે લાવવું; તમાંરી ઊપજનો દશમો ભાગ, યજ્ઞો તેમજ તમાંરાં બધાં દહનાર્પણ તથા અન્ય અર્પણો તે જ જગ્યાએ ચડાવવાં. બાધા તરીકે ચઢાવવાની ખાસ ભેટો તમાંરે સાથે લાવવી.

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 12:11
41 Iomraidhean Croise  

મેં તમારા સદાના નિવાસસ્થાન માટે હવે આ ભવ્ય મંદિર બાંધ્યું છે.”


‘મારા લોક ઇઝરાયલને હું ઇજિપ્તમાંથી લઈ આવ્યો તે સમયથી માંડીને મારે નામે મારી ભક્તિ માટે મંદિર બાંધવા માટે સમગ્ર ઇઝરાયલ દેશમાંથી મેં કોઈ શહેર પસંદ કર્યું નથી. પણ હે દાવિદ, મેં તને મારા લોક પર રાજ કરવા પસંદ કર્યો છે.”


આ મંદિરનું, એટલે તમારે નામે તમારી ભક્તિને અર્થે તમે પસંદ કરેલા આ સ્થળનું રાતદિવસ લક્ષ રાખો. આ મંદિર તરફ મુખ રાખી પ્રાર્થના કરું છું ત્યારે મારું સાંભળો.


મુખ્ય અમલદારે સમ્રાટ તરફથી વિશેષમાં જણાવ્યું, “તું મને કહેશે કે અમે ઈશ્વર અમારા પ્રભુ પર આધાર રાખીએ છીએ. તો એ જ પ્રભુની ભક્તિ માટેનાં ઉચ્ચસ્થાનો તોડી પાડીને યહૂદિયા અને યરુશાલેમના લોકોને માત્ર યરુશાલેમની વેદીએ જ ઉપાસના કરવાનું કહેનાર તું હિઝકિયા જ નથી?


તેથી દાવિદે કહ્યું, “અહીં જ પ્રભુ ઈશ્વરનું મંદિર થશે. આ વેદી પર ઇઝરાયલીઓ દહનબલિ ચઢાવશે.”


આ મંદિર પર રાતદિવસ તમારી દૃષ્ટિ રાખજો; કારણ, તમે વચન આપ્યું છે કે આ સ્થળે તમારા નામની ભક્તિ થશે, તો તમારા મંદિર તરફ મુખ રાખી હું પ્રાર્થના કરું છું ત્યારે મારું સાંભળો.


ત્યારે પ્રભુએ તેને રાતે દર્શન આપ્યું. તેમણે તેને કહ્યું, “મેં તારી પ્રાર્થના સાંભળી છે, અને મને બલિદાન ચડાવવાના સ્થાન તરીકે મેં આ મંદિરને સ્વીકાર્યું છે.


જે કોઈ રાજા કે પ્રજા, યરુશાલેમનું મંદિર, કે જેમાં ઈશ્વરે પોતાનું નામ રાખવા તેને પસંદ કર્યું છે તેનો નાશ કરે અને એમ આ આદેશનો અનાદર કરે તેનો ઈશ્વર નાશ કરો. હું દાર્યાવેશ આ હુકમ ફરમાવું છું અને તેનો તાકીદે અમલ થવો જોઈએ.”


આનંદથી પ્રભુની ભક્તિ કરો; ઉત્સાહથી ગાતાં ગાતાં તેમની હજૂરમાં આવો.


હું તમને આભારબલિ ચડાવીશ, અને યાહવેના નામને ધન્યવાદ આપીશ.


હું તમારા મંદિરમાં દહનબલિ લઈને આવીશ, હું તમારી સમક્ષ માનેલી માનતાઓ પૂર્ણ કરીશ.


તેને બદલે તેમણે યહૂદાના કુળને અને પોતાના પ્રિય સિયોન પર્વતને પસંદ કર્યો.


લોકો મારે માટે પવિત્ર નિવાસસ્થાન બનાવે, જેથી હું તેમની વચમાં રહું.


હું ઇઝરાયલી લોકોની વચમાં રહીશ અને તેમનો ઈશ્વર થઈશ.


મારે નામે ભક્તિ કરવા મેં સૌ પ્રથમ પસંદ કરેલા શીલોહ નગરમાં જાઓ અને મારા લોક ઇઝરાયલના પાપને લીધે મેં તેની કેવી દુર્દશા કરી તે જુઓ!


સાવધ રહેજો અને તમારાં દહનબલિ ગમે તે સ્થાને ચડાવશો નહિ.


પરંતુ તમારાં કુળોના પ્રદેશમાંથી પ્રભુ જે એક સ્થાન પસંદ કરે ત્યાં જ તમારે દહનબલિ અને મેં ફરમાવેલાં અન્ય બધાં અર્પણો ચડાવવાં.


તમારે, તમારાં પુત્રપુત્રીઓએ, તમારા નોકરચાકરો તથા તમારા નગરમાં વસતા લેવીએ આ અર્પણો તમારા ઈશ્વર પ્રભુ જે એક સ્થાન પસંદ કરે ત્યાં તેમના સાંનિધ્યમાં ખાવાં અને તમારાં કાર્યોમાં મળેલી સફળતા માટે પ્રભુ સમક્ષ આનંદોત્સવ કરવો.


તમારા ઈશ્વર પ્રભુ પોતાના નામની સ્થાપના માટે જે સ્થાન પસંદ કરે તે તમારા રહેઠાણથી ઘણે દૂર હોય તો મેં અગાઉ આજ્ઞા આપી હતી તે પ્રમાણે તમારે તમારા રહેઠાણમાં પ્રભુએ તમને આપેલા ઢોરઢાંક તથા ઘેટાંબકરાંમાંથી કાપીને સંતુષ્ટ થતાં સુધી માંસ ખાવું.


પરંતુ તમારાં પવિત્ર અર્પણો અને તમારી માનતાઓ તો પ્રભુ જે સ્થાન પસંદ કરે ત્યાં જ લઈ જવાં.


પણ સર્વ કુળોને ફાળવેલ પ્રદેશમાંથી તમારા ઈશ્વર પ્રભુની ભક્તિ કરવા માટે અને તેમના વસવાટ માટે જે એક સ્થળ તે પસંદ કરે ત્યાં જ તમારે ભક્તિ માટે એકત્ર થવું અને ત્યાં જ તમારે જવું.


પછી તમારા ઈશ્વર પ્રભુ તેમના નામની સ્થાપના માટે જે સ્થાન પસંદ કરે ત્યાં તમારે જવું અને ત્યાં પ્રભુના સાનિધ્યમાં તમારા ધાન્યનો, તમારા દ્રાક્ષાસવનો તથા તમારા ઓલિવ તેલનો દશાંશ, તેમજ તમારાં ઢોરઢાંકનાં તથા ઘેટાબકરાંનાં પ્રથમ જન્મેલાં બચ્ચાંનું માંસ તમારે ખાવાં.


“તમારે તમારાં ઢોરઢાંકનાં તથા ઘેટાંબકરાંનાં પ્રથમ જન્મેલાં સર્વ નર બચ્ચાં તમારા ઈશ્વર પ્રભુને અર્પણ કરવાં. એ પ્રથમ જન્મેલા વાછરડા પાસે તમારે કોઈ કામ કરાવવું નહિ; વળી, પ્રથમ જન્મેલા ઘેટાંબકરાંનાં બચ્ચાનું ઊન કાતરવું નહિ.


એ બચ્ચાંઓને તમારે અલગ રાખવાં અને જે સ્થાન તમારા ઈશ્વર પ્રભુ પસંદ કરે ત્યાં પ્રભુના સાનિધ્યમાં કુટુંબ સહિત તમારે તે બચ્ચાનું માંસ ખાવું.


“તમારા નગરમાં ખૂન, સંપત્તિના દાવા કે મારામારીના જુદા જુદા પ્રકારના એવા વિરોધાભાસી કેસ ઊભા થાય કે સ્થાનિક ન્યાયાધીશો માટે તેનો નિકાલ મુશ્કેલ જણાય, તો તમારા ઈશ્વર પ્રભુએ પસંદ કરેલ સ્થળે જવું.


“સમસ્ત ઇઝરાયલના કોઈપણ નગરમાં વસતો કોઈ લેવી વંશજ સ્વેચ્છાપૂર્વક તે નગરમાંથી નીકળીને પ્રભુ જે સ્થળ પસંદ કરવાના છે ત્યાં જાય,


તમારાં નગરોમાંથી તેને જે નગર પસંદ પડે ત્યાં તેને ફાવે ત્યાં રહેવા દેવો અને તેના પર તમારે જુલમ કરવો નહિ.


ત્યારે તે દેશની ભૂમિમાંથી થયેલી તમારી બધી પેદાશનાં થોડાં પ્રથમફળ એક ટોપલીમાં લઈને તમારે તમારા ઈશ્વર પ્રભુએ પોતાના નામની ભક્તિ કરવા માટે પસંદ કરેલ સ્થળે જવું.


જ્યારે સર્વ ઇઝરાયલી લોકો તમારા ઈશ્વર પ્રભુએ પસંદ કરેલ સ્થળે તેમની ભક્તિ માટે એકત્ર થાય ત્યારે તે તેમને વાંચી સંભળાવવો.


ઇઝરાયલીઓનો આખો સમાજ શીલોમાં એકત્ર થયો અને ત્યાં તેમણે મુલાકાતમંડપ ઊભો કર્યો. આમ તો આખો દેશ તેમના તાબામાં આવી ગયો હતો;


ઇઝરાયલના બાકીના લોકોને ખબર પડી કે રૂબેન, ગાદ અને પૂર્વ- મનાશ્શાનાં કુળોના લોકોએ યર્દનની આપણી બાજુના પ્રદેશમાં ગલીલોથ આગળ વેદી બાંધી છે.


અને પ્રભુના સમસ્ત સમાજ તરફથી તેમને કહ્યું, “તમે ઇઝરાયલના ઈશ્વર વિરુદ્ધ આવો અપરાધ કેમ કર્યો છે? તમારે માટે આ વેદી બાંધીને તમે તેમની સામે વિદ્રોહ કર્યો છે! તમે પ્રભુને અનુસરવાનું મૂકી દીધું છે!


જો અમે પ્રભુ પ્રત્યેની અમારી વફાદારીનો ત્યાગ કર્યો હોય અને દહનબલિ ચડાવવા અથવા ધાન્યઅર્પણો કે સંગતબલિ ચડાવવા અમે અમારી પોતાની વેદી બાંધી હોય તો પ્રભુ પોતે અમને શિક્ષા કરો.


પણ અમારા લોકો અને તમારા લોકો વચ્ચે અને હવે પછીના આપણા વંશજો માટે એ સાક્ષીનું પ્રમાણચિહ્ન બની રહે કે મુલાકાતમંડપમાં દહનબલિ, અન્ય બલિદાનો અને સંગતબલિ ચડાવી પ્રભુનું ભજન કરવાનો અમને પણ હક્ક છે.’ અમારે પ્રભુ સાથે કંઈ સંબંધ નથી એવું તમારા વંશજો ન કહી શકે માટે અમે એ કર્યું છે.


અમે પ્રભુની વિરુદ્ધ કદી વિદ્રોહ કરવાના નથી અથવા દહનબલિ, ધાન્યઅર્પણો અથવા અન્ય બલિદાનો ચડાવવા વેદી બાંધીને અમે પ્રભુ પ્રત્યેની અમારી વફાદારીનો ત્યાગ કરવાના નથી. મુલાકાતમંડપમાં આવેલી વેદીને બદલે અમે અમારા ઈશ્વર પ્રભુને માટે અન્ય કોઈ વેદી બાંધવાના નથી.”


પણ તેણે તેમને ઇઝરાયલી લોકો માટે અને પ્રભુની વેદી માટે લાકડાં કાપવા તથા પાણી ભરવા દાસ બનાવ્યા. આજ દિન સુધી પ્રભુ ભજનને માટે પસંદ કરે તે સ્થળમાં તેઓ એ કામ કરતા આવ્યા છે.


નિયત કરેલા વાર્ષિક બલિ તેમ જ પોતે માનેલાં ખાસ બલિ અર્પણ કરવા માટે એલ્કાના અને તેનું કુટુંબ શીલો ગયાં.


Lean sinn:

Sanasan


Sanasan