Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 11:17 - પવિત્ર બાઇબલ C.L.

17 નહિ તો પ્રભુનો કોપ તમારી વિરુધ ભભૂકી ઊઠશે. તે આકાશને બંધ કરી દેશે અને વરસાદ પડશે નહિ અને જમીનમાંથી કશું ઉપજશે નહિ અને જે ફળદ્રુપ દેશ પ્રભુ તમને આપવાના છે તેમાં તમારો જલદીથી નાશ થઈ જશે!

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 અને યહોવાનો કોપ તમારા પર સળગી ઊઠે, ને તે આકાશ બંધ કરે, જેથી વરસાદ ન થાય, અને જમીન પોતાની ઊપજ ન આપે. અને જે ઉત્તમ દેશ યહોવા તમને આપે છે તેમાં તમારો જલદી નાશ થાય.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 રખેને યહોવાહનો કોપ તમારી વિરુદ્ધ સળગી ઊઠે અને તેઓ આકાશમાંથી વરસાદ બંધ કરે અને જમીન પોતાની ઊપજ ન આપે. અને યહોવાહ જે ફળદ્રુપ દેશ તમને આપે છે તેમાં તમારો જલ્દી નાશ થાય.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

17 નહિ તો તમાંરા પર યહોવાનો કોપ ઊતરશે અને તે આકાશમાંથી વરસાદ પડતો બંધ કરી દેશે, તમાંરી જમીનમાં કાંઈ પાકશે નહિ, અને યહોવા જે ફળદ્રુપ જમીન-દેશ આપી રહ્યા છે તેમાં તમાંરું નામનિશાન થોડા સમયમાં ભૂંસાઈ જશે.

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 11:17
18 Iomraidhean Croise  

ગિલ્યાદમાં આવેલા તિશ્બેના સંદેશવાહક એલિયાએ આહાબ રાજાને કહ્યું, “ઇઝરાયલના જીવંત ઈશ્વર પ્રભુ જેમની સેવા હું કરું છું તેમને નામે હું તમને કહું છું કે આવતાં બે કે ત્રણ વર્ષ દરમ્યાન મારા કહ્યા સિવાય ઝાકળ કે વરસાદ પડશે નહિ.”


“તમારા લોકોએ તમારી વિરુદ્ધ પાપ કર્યું હોવાથી તમે આકાશમાંથી વરસાદ વરસવા ન દો અને ત્યારે જો તેઓ પસ્તાવો કરીને તમારે નામે નમ્રતાપૂર્વક પ્રાર્થના કરતાં આ મંદિર તરફ ફરે,


“તમારી વિરુદ્ધ તમારા લોકે પાપ કર્યાને લીધે તમે વરસાદ અટકાવો અને તે વખતે જો તેઓ પાપથી પાછા ફરીને આ મંદિર તરફ મુખ રાખીને તમને નમ્રતાથી પ્રાર્થના કરે,


જ્યારે હું આકાશમાં વરસાદ અટકાવું અથવા પાક ખાઈ જવા તીડો મોકલું અથવા મારા લોકમાં રોગચાળો લાવું,


ઈશ્વર વરસાદ રોકી દે તો દુકાળ પડે છે, અને વરસાદને છુટ્ટો દોર આપે તો તે ધરતીને પાયમાલ કરે છે.


હું તમારા બળનું અભિમાન તોડી પાડીશ. આકાશ જાણે તાંબા જેવું બની જશે કે બિલકુલ વરસાદ વરસશે નહિ અને જમીન લોખંડ જેવી સૂકીભઠ્ઠ થઈ જશે.


તમારો કઠોર પરિશ્રમ નકામો જશે. કાચી જમીનમાંથી કશું પાકશે નહિ અને વૃક્ષો પોતાનાં ફળ આપશે નહિ.


કાપણીના હજી તો ત્રણ માસ બાકી હતા ત્યારે ખરી જરૂરના સમયે મેં વરસાદ અટકાવ્યો. મેં એક શહેર પર વરસાદ વરસાવ્યો, તો બીજા શહેર પર નહિ. એક ખેતર પર વરસાદ વરસાવ્યો, પણ બીજા ખેતર પર નહિ. જે ખેતરમાં વરસાદ ન પડયો તે સુકાઈ ગયું.


જેને વિષે મેં તેમના પૂર્વજો આગળ શપથ લીધા હતા એ દૂધમધની રેલમછેલવાળા દેશમાં હું તેમને લાવીશ અને ત્યાં તેઓ પુષ્કળ ખોરાક મળતાં તાજામાજા થશે ત્યારે તેઓ અન્ય દેવોને અનુસરીને તેમની પૂજા કરવા લાગશે; વળી, તેઓ મારો તિરસ્કાર કરશે અને મારો કરાર ઉથાપશે.


તો હું આકાશ તથા પૃથ્વીને તમારી સમક્ષ સાક્ષી રાખીને કહું છું કે યર્દન નદીની પેલે પાર જે દેશનો કબજો લેવા તમે જાઓ છો ત્યાં લાંબી મુદત વસી શકશો નહિ, પણ તમારો વિનાશ થઈ જશે.


જો તમે અન્ય દેવદેવીઓની પૂજા કરશો તો તમારા ઈશ્વર પ્રભુનો ક્રોધાગ્નિ ભભૂકી ઊઠશે અને પૃથ્વીના પટ પરથી તે તમારો સમૂળગો વિનાશ કરશે. કારણ, તમારી મધ્યે વસનાર તમારા ઈશ્વર પ્રભુ કોઈ પ્રતિસ્પર્ધી પ્રત્યેની તમારી નિષ્ઠા સાંખી લેતા નથી.


પ્રભુ તમારા પર એવા તો કોપાયમાન અને નારાજ થયા હતા કે તે તમારો સંહાર કરી નાખશે એવો મને ડર હતો. તે વખતે પણ તેમણે મારી વિનંતી માન્ય રાખી.


Lean sinn:

Sanasan


Sanasan