Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 10:8 - પવિત્ર બાઇબલ C.L.

8 તે સમયે પ્રભુએ લેવીના વંશજોને પ્રભુના કરારની પેટી ઊંચકવા, પ્રભુની સમક્ષ યજ્ઞકારો તરીકે સેવા બજાવવા અને પ્રભુને નામે આશીર્વચન ઉચ્ચારવા નીમ્યા; અને આજે પણ તેઓ તેમની એ ફરજો બજાવે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 તે સમયે યહોવાએ લેવીના કુળને યહોવાનો કરારકોશ ઊંચકવા માટે, યહોવાની હજૂરમાં ઊભા રહીને તેમની સેવા કરવા માટે, તથા તેમને નામે આશીર્વાદ આપવા માટે જુદું પાડ્યું, અને આજ સુધી તે તેમજ છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 તે સમયે યહોવાહે લેવીના કુળને યહોવાહનો કરારકોશ ઊંચકવા, યહોવાહની સમક્ષ ઊભા રહીને તેમની સેવા કરવા, તેમના નામથી લોકોને આશીર્વાદ આપવા માટે પસંદ કર્યું. આજ સુધી તે તેની સેવા કરે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 અહીં યહોવાએ લેવીના કુળને જુદું પાડીને ખાસ સેવા સોંપી: યહોવાએ આપેલી દશ આજ્ઞાઓ જેમાં હતી તે પેટી તેઓ ઊચકે, યહોવાની સેવામાં ઊભા રહી તેમની સેવા કરે અને યહોવાના નામે આશીર્વાદ આપે. આજપર્યંત લેવીના કુળનું કામ એ જ રહ્યું છે.

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 10:8
39 Iomraidhean Croise  

પછી યજ્ઞકારોએ કરારપેટી ઉપાડીને મંદિરમાં પરમ પવિત્રસ્થાનમાં કરુબોની વચમાં તેમની પાંખો નીચે મૂકી.


પછી તેણે કહ્યું, “માત્ર લેવીઓએ જ કરારપેટી ઉપાડવી; કારણ, પ્રભુએ તેમને જ તે ઊંચકવા અને હંમેશને માટે તેમની સેવા કરવા પસંદ કર્યા છે.”


પ્રભુની કરારપેટી ઉપાડવામાં ઈશ્વર લેવીઓની મદદ કરે તે માટે તેમણે સાત આખલા અને સાત ઘેટાંનું બલિદાન આપ્યું.


આમ્રામના પુત્રો: આરોન અને મોશે. આરોન તથા તેના વંશજોને પવિત્ર સાધનસામગ્રી હંમેશા પોતાને હસ્તક રાખી પ્રભુને ધૂપ ચઢાવવા, તેમની સેવા કરવા તથા તેમને નામે લોકોને આશીર્વાદ આપવા અલગ કરવામાં આવ્યા હતા.


તેથી મુલાકાતમંડપ અને ભક્તિની સર્વ સાધનસામગ્રી હવે લેવીઓએ ઊંચકવાની જરૂર પડશે નહિ.


તેથી મારા દીકરાઓ, સમય વેડફો નહિ. પ્રભુએ તેમની સેવાભક્તિ કરવા અને તેમની આગળ ધૂપ ચડાવવા તેમના સેવકો તરીકે તમને જ પસંદ કર્યા છે.”


યજ્ઞકારો અને લેવીઓએ લોકો પર પ્રભુનો આશીર્વાદ માગ્યો. પ્રભુએ પોતાના નિવાસસ્થાન આકાશમાંથી તેમની પ્રાર્થનાઓ સાંભળીને સ્વીકારી.


પ્રભુના મંદિરમાં દર રાત્રે ઊભા રહીને સેવા ભક્તિ કરનારા હે પ્રભુના સેવકો, તમે સૌ પ્રભુને ધન્ય કહો!


પવિત્રસ્થાન તરફ આરાધનામાં તમારા હાથ ઊંચા કરો, અને પ્રભુને ધન્ય કહો!


પ્રભુના ઘરમાં, એટલે, આપણા ઈશ્વરના મંદિરના આંગણામાં ઊભા રહી ભક્તિ કરનારા સેવકો, તમે તેમની સ્તુતિ કરો!


એ વિષે પ્રભુએ આ પ્રમાણે ઉત્તર આપ્યો, “જો તું પાછો ફરીશ તો હું તને મારી સેવામાં પુન: સ્થાપીશ અને તું મારી સમક્ષ સેવા કરીશ. જો તું માત્ર મારો મૂલ્યવાન સંદેશ પ્રગટ કરીશ, અને તેમાં નિરર્થક બાબતોની ભેળસેળ કરીશ નહિ, તો તું મારો પ્રવક્તા બનીશ. લોકોને તારી પાસે આવવા દે, પણ તું જાતે તેમની પાસે જઈશ નહિ.


તેઓ મારા મંદિરના દ્વારપાલ થાય અને મંદિરમાં સેવાનાં પરચુરણ કામ કરે. લોકો દહનબલિ માટે અને અન્ય બલિ માટે જે પશુઓ લાવે તેને તેઓ કાપે અને લોકોની સેવા બજાવવા ફરજ પર ઊભા રહે.


પ્રભુ પરમેશ્વર કહે છે: “જ્યારે ઇઝરાયલીઓ મને છોડીને ભટકી ગયા હતા ત્યારે પણ સાદોકવંશના લેવી યજ્ઞકારોએ મંદિરમાં વિશ્વાસુપણે મારી સેવા બજાવવાનું ચાલુ રાખ્યું હતું. તેથી તેઓ જ મારી સેવા કરવા માટે મારી હજૂરમાં આવી શકશે, અને તેઓ મારી સમક્ષ પશુબલિનાં ચરબી અને રક્ત ચડાવી શકશે.


ત્યાર પછી તેણે તેને માથે પાઘડી મૂકી અને પ્રભુની આજ્ઞા પ્રમાણે તેણે પાઘડીના આગળના ભાગ પર સમર્પણની નિશાની એટલે સુવર્ણપત્ર લગાવ્યું.


આ બધા પ્રાયશ્ર્વિતબલિ, દહનબલિ અને સંગતબલિ ચડાવ્યા પછી આરોને પોતાના હાથ ઊંચા કરીને લોકોને આશિષ આપી. પછી તે નીચે ઊતરી આવ્યો.


તેમણે કરારપેટી, મેજ, દીપવૃક્ષ અને વેદીઓ, પવિત્રસ્થાનમાં યજ્ઞકારોએ વાપરવાનાં વાસણો અને પડદાની સંભાળ રાખવાની હતી. આ બધી વસ્તુઓને લગતા કામની તમામ જવાબદારી તેમની હતી.


લેવીકુળને આગળ લાવ અને તેમને આરોન યજ્ઞકારની સમક્ષ રજૂ કર કે તેઓ તેની સેવા કરે.


પડાવ ઉપાડવાનો સમય થાય ત્યારે આરોન અને તેના પુત્રો પવિત્રસ્થાન અને તેનો બધો સરસામાન ઢાંકી દે, ત્યાર પછી જ કહાથના પુત્રોએ તે ઉપાડવા માટે હાજર થવું. જો તેઓ કોઈ પવિત્ર વસ્તુનો સ્પર્શ કરશે તો માર્યા જશે. કહાથના પુત્રોની એ મુલાકાતમંડપને લગતી જવાબદારી છે.


તમે મને પસંદ કર્યો નથી, પણ મેં તમને પસંદ કર્યા છે અને તમારી નિમણૂક કરી છે. તેથી તમે જાઓ, અને જઈને સદા ટકે તેવાં ફળ આપો. એથી તમે પિતા પાસે મારે નામે જે કંઈ માગશો તે તમને મળશે.


તેઓ પ્રભુનું ભજન કરતા હતા અને ઉપવાસ પર હતા, ત્યારે પવિત્ર આત્માએ તેમને કહ્યું, “બાર્નાબાસ અને શાઉલને મેં જે કાર્ય સોંપ્યું છે તે માટે તેમને મારે માટે અલગ કરો.”


ઈસુ ખ્રિસ્તનો સેવક હું પાઉલ તમને લખું છું. ઈશ્વરે મને પ્રેષિત તરીકે પસંદ કર્યો છે, અને તેમના શુભસંદેશના પ્રચાર માટે અલગ કર્યો છે.


સેવા કરવાનું દાન હોય, તો સેવા કરવી. શિક્ષણ આપવાનું દાન હોય, તો શીખવવું.


તેથી પ્રભુ કહે છે: “તમે તેમનામાંથી નીકળીને અલગ થાઓ, જે અશુદ્ધ છે તેનો સ્પર્શ પણ ન કરો, એટલે હું તમારો સ્વીકાર કરીશ.


પણ મારો જન્મ થયા પહેલાં ઈશ્વરે તેમની કૃપામાં મને પસંદ કર્યો હતો અને તેમની સેવા કરવા માટે મને અલગ કર્યો છે.


પણ ત્યાં તમારા ઈશ્વર પ્રભુની સેવા કરનાર યજ્ઞકાર કે તે સમયના ન્યાયાધીશના ચુકાદાનો કોઈ માણસ ઉધતાઈથી ભંગ કરે તો તે મૃત્યુદંડને પાત્ર થાય. એ રીતે તમારે ઇઝરાયલમાંથી દુષ્ટતા દૂર કરવી.


કારણ કે, તમારાં સર્વ કુળોમાંથી તમારા ઈશ્વર પ્રભુએ લેવીકુળના વંશજોને પ્રભુ સમક્ષ યજ્ઞકારો તરીકે સેવા બજાવવા હંમેશને માટે પસંદ કર્યા છે.


પછી લાશ જ્યાં પડી હતી તે સ્થળથી સૌથી નજીકના નગરના વડીલોએ જેનો ઉપયોગ થયો ન હોય અને કદી જોતરાઈ ન હોય એવી વાછરડી લેવી.


લેવીકુળના યજ્ઞકારોએ પણ ત્યાં જવું; કારણ, તમારા ઈશ્વર પ્રભુએ તેમને તેમની સેવા કરવા માટે અને પ્રભુને નામે આશીર્વાદ ઉચ્ચારવા પસંદ કર્યા છે, અને હરેક વિવાદ અને હરેક હિંસાનો નીવેડો તેમના કહેવા પ્રમાણે કરવાનો છે.


ત્યાર પછી મોશેએ ઈશ્વરનો આ નિયમ લખીને પ્રભુની કરારપેટી સાચવનાર લેવીકુળના યજ્ઞકારોને તથા ઇઝરાયલના સર્વ વડીલોને તે આપ્યો.


Lean sinn:

Sanasan


Sanasan