Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 10:20 - પવિત્ર બાઇબલ C.L.

20 “તમે તમારા ઈશ્વર પ્રભુ પ્રત્યે ભક્તિભાવ દાખવો અને માત્ર તેમની જ ભક્તિ કરો અને તેમને દૃઢતાથી વળગી રહો અને તેમને નામે જ શપથ લો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 તું યહોવા તારા ઈશ્વરનો ડર રાખ, તેમની જ સેવા તું કર, અને તેમને જ તું વળગી રહે, ને તેમને જ નામે તું પ્રતિજ્ઞા લે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 તમે યહોવાહ તમારા ઈશ્વરનો ડર રાખો અને તમે તેમની જ સેવા કરો; તેમને જ તમે વળગી રહો. અને તેમના જ નામે સમ ખાઓ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

20 “તમાંરા દેવ યહોવાથી ડરો અને તેની ઉપાસના કરો. તેને કદી ન છોડો અને તેના નામ માંત્રથી સોગન ખાવ.

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 10:20
20 Iomraidhean Croise  

તે પ્રભુ પ્રત્યે નિષ્ઠાવાન હતો અને તેમને અનુસરવાથી પાછો હટયો નહિ, પણ પ્રભુએ મોશેને આપેલી સર્વ આજ્ઞાઓનું તે કાળજીપૂર્વક પાલન કરતો.


પરંતુ રાજા તો ઈશ્વરના વિજયમાં આનંદ કરશે, તેમને નામે શપથ લેનાર વિજય મળ્યાથી તેમની સ્તુતિ કરશે, પરંતુ જૂઠાઓનાં મોં બંધ કરાશે.


“તમારે મારા નામ યાહવેનો દુરુપયોગ કરવો નહિ; કારણ, મારા નામનો દુરુપયોગ કરનારને હું તમારો ઈશ્વર પ્રભુ સજા કર્યા વિના રહેતો નથી.


વાતનો સાર આ છે કે તું ઈશ્વરનો ડર રાખ અને તેની આજ્ઞાઓ પાળ. દરેક મનુષ્યનું એ એકમાત્ર ર્ક્તવ્ય છે.


મેં મારી જાતના સોગંદ ખાધા છે, અને પૂરી પ્રામાણિક્તાથી હું પોતે બોલ્યો છું. એ મારું અફર વચન આવું છે: સૌ મારી આગળ આવીને મને ધૂંટણે નમશે અને મારા પ્રત્યેની વફાદારીની પ્રતિજ્ઞા લેશે.


“હે ઇઝરાયલના લોકો, જો તમારે પાછા ફરવું હોય તો મારી પાસે પાછા આવો. જો તમે તમારી ઘૃણાપાત્ર મૂર્તિઓને મારી સમક્ષથી ફગાવી દો અને મારા પ્રત્યેની નિષ્ઠામાં અડગ રહો તો તમે મારે નામે સચ્ચાઈથી, ન્યાયથી અને નેકીથી સોગંદ લઈ શકશો. ત્યારે અન્ય પ્રજાઓ તેનામાં આશિષ પામશે અને તેનામાં હરખાશે.”


પણ ઈસુએ જવાબ આપ્યો, શેતાન, દૂર હટ! શાસ્ત્રમાં લખેલું છે, ’પ્રભુ તારા ઈશ્વરનું ભજન કર અને માત્ર તેમની જ સેવા કર.’


ઈસુએ તેને જવાબ આપ્યો, “શાસ્ત્રમાં લખેલું છે, ‘પ્રભુ તારા ઈશ્વરની તું ભક્તિ કર અને માત્ર તેમની જ સેવા કર!”


લોકોને ઈશ્વરની કૃપા મળેલી જોઈને તેને ખૂબ આનંદ થયો. તેણે સૌને પોતાના પૂરા દયથી પ્રભુને નિષ્ઠાપૂર્વક વળગી રહેવા આગ્રહ કર્યો.


તમારો પ્રેમ સંપૂર્ણ રીતે દંભરહિત હોય. ભૂંડાનો ધિક્કાર કરો; જે સારું છે તેને પકડી રાખો.


“આ જે સર્વ આજ્ઞાઓ હું તમને ફરમાવું છું તેમનું તમે ખંતથી પાલન કરશો અને ઈશ્વર પ્રભુ પર પ્રેમ રાખશો, તેમના સર્વ માર્ગમાં ચાલશો અને તેમને દૃઢતાથી વળગી રહેશો;


તમે તમારા ઈશ્વર પ્રભુને અનુસરો, તેમના પ્રત્યે પૂજ્યભાવ દાખવો, તેમની આજ્ઞાઓનું પાલન કરો અને તેમની વાણીને આધીન રહો, તેમની સેવાભક્તિ કરો અને તેમને જ વળગી રહો.


તમારા ઈશ્વર પ્રભુ પર પ્રેમ રાખવાનું, તેમની વાણીને આધીન થવાનું અને તેમને નિષ્ઠાપૂર્વક વળગી રહેવાનું પસંદ કરો; કારણ, તેથી તમે જીવન પામશો અને દીર્ઘ આયુષ્ય ભોગવશો, અને જે દેશ તમારા પૂર્વજો અબ્રાહામ, ઇસ્હાક અને યાકોબને આપવાના પ્રભુએ તેમની સમક્ષ શપથ લીધા હતા તેમાં તમે લાંબો સમય વાસ કરશો.”


પરંતુ તમારા ઈશ્વર પ્રભુને નિષ્ઠાપૂર્વક વળગી રહેનાર તમે બધા આજ સુધી જીવતા રહ્યા છો.


‘તમારે મારા નામ યાહવેનો દુરુપયોગ કરવો નહિ. કારણ, મારા નામનો નિરર્થક ઉપયોગ કરનારને હું સજા કર્યા વિના રહેતો નથી.


જો આ લોકોના દયનું વલણ સદા એવું જ હોય અને મારા પ્રત્યે આધીનતા દાખવીને મારી બધી આજ્ઞાઓ સર્વદા પાળે તો તેમનું તથા તેમના વંશજોનું સર્વદા કલ્યાણ થાય.


તમારા ઈશ્વર યાહવે પ્રત્યે ભક્તિભાવ દર્શાવો, માત્ર તેમની જ ભક્તિ કરો અને માત્ર તેમને નામે જ શપથ લો.


વળી, તમારી વચમાં બાકી રહી ગયેલી આ પ્રજાઓ સાથે સંબંધ બાંધશો નહિ, તેમનાં દેવોનાં નામોનો ઉચ્ચાર સરખો કરશો નહિ. એ નામો લઈને શપથ ખાશો નહિ અને તેમના દેવોને ભજશો નહિ કે તેમની આગળ નમન કરશો નહિ.


એને બદલે, તમે આજ સુધી રહ્યા છો તેમ યાહવેને વફાદાર રહો.


શમુએલે ઇઝરાયલના લોકોને કહ્યુ, “જો તમે તમારા પૂરા દયથી પ્રભુ તરફ ફરતા હો, તો તમે સર્વ વિદેશી દેવો અને આશ્તારોથ દેવીની મૂર્તિઓથી દૂર રહો. તમે પ્રભુને સંપૂર્ણપણે સમર્પિત થાઓ અને માત્ર તેમની જ ભક્તિ કરો અને તે તમને પલિસ્તીઓની સત્તામાંથી છોડાવશે.”


Lean sinn:

Sanasan


Sanasan