Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 10:18 - પવિત્ર બાઇબલ C.L.

18 તે કદી પક્ષપાત કરતા નથી કે લાંચ લેતા નથી; વળી, તે અનાથ અને વિધવાના હક્કની હિમાયત કરે છે અને પરદેશી પર પ્રેમ રાખીને તેમને અન્‍નવસ્ત્ર પૂરાં પાડે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 તે અનાથની તથા વિધવાની દાદ સાંભળે છે, ને પરદેશીને અન્‍ન તથા વસ્‍ત્ર આપીને તેના પર પ્રેમ રાખે છે,

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 તે વિધવાની તથા અનાથની દાદ સાંભળે છે. તે પરદેશીઓ પર પ્રેમ રાખે છે અને તેઓને ખોરાક તથા વસ્ત્રો આપે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

18 તે વિધવાઓને તથા અનાથોને ન્યાય આપે છે, પરદેશીઓ પર પ્રેમ રાખે છે અને તેઓને ખોરાક તથા વસ્ત્રો આપે છે.

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 10:18
19 Iomraidhean Croise  

પ્રભુનો ભય રાખો અને ચોક્સાઈથી વર્તો, કારણ, આપણા ઈશ્વર પ્રભુ અન્યાય, પક્ષપાત કે લાંચરુશવત સાંખી લેતા નથી.”


તમે શોષિતો અને અનાથોનો આર્તનાદ સાંભળીને તેમના પક્ષમાં ન્યાય તોળશો; જેથી મર્ત્ય માણસો હવે પછી જુલમ ગુજારે નહિ.


જુલમનો ભોગ બનેલા સૌનું સમર્થન કરી પ્રભુ તેમને ન્યાય અપાવે છે.


પ્રભુ સર્વ પ્રત્યે ભલા છે; તેમણે સરજેલા સર્વ સજીવો પર તે દયા દર્શાવે છે.


પ્રભુ પરદેશીઓનું રક્ષણ કરે છે; પ્રભુ અનાથો અને વિધવાઓને સંભાળે છે, પણ પ્રભુ દુષ્ટોની યોજનાઓને નિષ્ફળ કરે છે.


અનાથોના પિતા અને વિધવાઓના હિમાયતી એવા ઈશ્વર પોતાના પવિત્ર નિવાસસ્થાનમાં છે.


ઈશ્વર એક્કીજનોને કુટુંબવાળા બનાવે છે, અને બંદીવાનોને મુક્ત કરી તેમને ગાતાં ગાતાં દોરી જાય છે; પરંતુ વિદ્રોહીઓ સૂકી મરુભૂમિમાં છોડી દેવાયા છે.


“પ્રભુ, એટલે મારા સિવાય બીજા કોઈ દેવને અર્પણ ચડાવનારને તમારે મારી નાખવો.


તમારી સાથે વસતા પરદેશીને તમે પરેશાન ન કરો અથવા તેના પર જુલમ ન ગુજારો. યાદ રાખો કે તમે પણ ઇજિપ્તમાં પરદેશી હતા.


વિધવા અથવા અનાથને દુ:ખ ન દો.


જો તમે તેમને દુ:ખ દેશો અને તેઓ મને મદદને માટે પોકારશે ત્યારે હું પ્રભુ તેમને પ્રત્યુત્તર આપીશ.


અને ભલું કરતાં શીખો. ન્યાયની પાછળ લાગો, પીડિતોને રક્ષણ આપો, અનાથોને તેમના હક્ક આપો અને વિધવાઓના પક્ષની હિમાયત કરો.”


અને ‘તમારાં અનાથ બાળકોને મારી પાસે મૂકો હું તેમની સંભાળ લઈશ અને તમારી વિધવાઓ મારા પર આધાર રાખી શકે છે,’ એમ કહેનાર પણ કોઈ બચ્યું નથી.”


આશ્શૂર દેશ અમને બચાવી શકે નહિ અને યુદ્ધના ઘોડાઓ અમને રક્ષણ આપી શકે નહિ. હવે અમે મૂર્તિઓને નહિ કહીએ કે તમે અમારા ઈશ્વર છો. અમે કબૂલ કરીએ છીએ: હે પ્રભુ, અનાથો પર તમે દયા દર્શાવો છો.”


“તમારી પાસે રહેતો જો કોઈ સાથી ઇઝરાયલી ગરીબ બની જાય અને પોતાનું ભરણપોષણ કરવા અસમર્થ હોય તો જેમ તમે પરદેશી કે પ્રવાસીઓને મદદ કરો છો તેમ જ તેને કરવી; જેથી તે તમારી સાથે રહી શકે.


જો તું અમારી સાથે આવીશ તો પ્રભુ અમને જે સમૃધિ આપશે તેના પ્રમાણમાં અમે તને ભાગ આપીશું.”


જેથી તમે આકાશમાંના ઈશ્વરપિતાના પુત્રો બની રહો. કારણ, તે ભલા તથા ભૂંડા બંને પર સૂર્યને ઉગાવે છે. તેમ જ સારું કરનાર તથા ખરાબ કરનાર બંને પર વરસાદ વરસાવે છે.


તેમ છતાં પોતાની હયાતીના પ્રમાણથી તેમને વંચિત રાખી નહિ. કારણ, તે સારાં કાર્યો કરે છે: તે તમને આકાશમાંથી વરસાદ આપે છે, ખોરાક આપીને તમારાં હૃદયોને ઉલ્લાસિત કરે છે.”


‘પરદેશી, અનાથ કે વિધવાનો અન્યાય કરનાર શાપિત હો.’ ત્યારે સર્વ લોકો પ્રત્યુત્તર આપે, ‘આમીન’.


Lean sinn:

Sanasan


Sanasan