Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 10:12 - પવિત્ર બાઇબલ C.L.

12-13 “હવે હે ઇઝરાયલીઓ, તમારા ઈશ્વર પ્રભુ તમારી પાસે શી અપેક્ષા રાખે છે? એ જ કે તમે તમારા ઈશ્વર પ્રભુ પ્રત્યે ભક્તિભાવ દાખવો, સર્વ બાબતમાં તેમના ચીંધેલા માર્ગે ચાલો, તેમના પર પ્રેમ રાખો અને તમારા પૂરા દયથી અને પૂરા જીવથી તમારા ઈશ્વર પ્રભુની સેવા કરો, અને પ્રભુની જે આજ્ઞાઓ અને આદેશો તમારા હિતાર્થે હું આજે તમને ફરમાવું તેનું પાલન કરો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 અને હવે, હે ઇઝરાયલ, તું યહોવા તારા ઈશ્વરનો ડર રાખે, તેમના સર્વ માર્ગોમાં ચાલે, ને તેમના પર પ્રેમ કરે, ને તારા પૂરા અંત:કરણથી તથા પૂરા જીવથી યહોવા તારા ઈશ્વરની સેવા બજાવે,

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 હવે હે ઇઝરાયલ, તું યહોવાહ તારા ઈશ્વરનો ડર રાખે, તેમના માર્ગોમાં ચાલે અને તેમના પર પ્રેમ રાખે અને તારા પૂરા અંત:કરણથી તથા પૂરા જીવથી યહોવાહ તારા ઈશ્વરની સેવા કરે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 “હે ઇસ્રાએલીઓ, કાળજીપૂર્વક સાંભળો. યહોવા તમાંરા દેવ તમાંરી પાસેથી શું ઈચ્છે છે? તે ફકત તમને તેનાથી ડરવા, તેના દ્વારા બતાવાયેલા માંગેર્ ચાલવા, તેને પ્રેમ કરવા, અને તેની હૃદય અને આત્માંમાં ઊડેથી સેવા કરવા કહે છે.

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 10:12
55 Iomraidhean Croise  

શલોમોન પ્રભુ પર પ્રેમ રાખતો હતો અને તેના પિતા દાવિદની સૂચનાઓને અનુસરતો હતો, પણ તે ભક્તિનાં વિવિધ ઉચ્ચસ્થાનો પર બલિદાન અને ધૂપ ચડાવતો હતો.


પણ યેહૂએ ઇઝરાયલના ઈશ્વર પ્રભુના નિયમશાસ્ત્રનું પોતાના હૃદયની પૂરી નિષ્ઠાથી પાલન કર્યું નહિ; એને બદલે, તેણે ઇઝરાયલને મૂર્તિપૂજાના પાપમાં દોરી જનાર યરોબામના પાપાચારનું અનુસરણ કરવાનું જારી રાખ્યું.


પોતાના પૂર્વજ દાવિદનો નમૂનો અનુસરીને તેણે પ્રભુની દૃષ્ટિએ યથાયોગ્ય આચરણ કર્યું.


તે પ્રભુ પ્રત્યે નિષ્ઠાવાન હતો અને તેમને અનુસરવાથી પાછો હટયો નહિ, પણ પ્રભુએ મોશેને આપેલી સર્વ આજ્ઞાઓનું તે કાળજીપૂર્વક પાલન કરતો.


તેણે શલોમોનને કહ્યું, “મારા દીકરા, તું મારા પિતાના ઈશ્વરનો સ્વીકાર કર અને સંપૂર્ણ દિલથી અને રાજીખુશીથી તેમની સેવા કર. તે આપણા સૌના વિચારો અને ઈરાદાઓ જાણે છે. જો તું તેમને શોધશે, તો તે તને મળશે; પણ જો તું તેમનો ત્યાગ કરીશ તો તે તને સદાને માટે તજી દેશે.


તેમણે પોતાના પૂર્વજોના ઈશ્વર પ્રભુની પૂરા દિલ અને મનથી ભક્તિ કરવાનો કરાર કર્યો.


જો તેઓ ઈશ્વરનું માને અને તેમની સેવા કરે, તો તેઓ તેમની જિંદગી સમૃદ્ધિ અને સુખચેનમાં પૂરી કરે છે.


ઈશ્વરનાં સાક્ષ્યવચનો પાળનારાઓને તથા સંપૂર્ણ દયથી તેમની શોધ કરનારાઓને ધન્ય છે.


પ્રભુનો આદરયુક્ત ડર રાખનારને અને તેમના માર્ગમાં ચાલનારને ધન્ય છે.


પ્રભુ તેમના પર પ્રીતિ રાખનાર સર્વનું રક્ષણ કરે છે, પરંતુ તે સર્વ દુષ્ટોનો સંહાર કરે છે.


હે પ્રભુ, મારા સમર્થક, હું તમને ચાહું છું.


હે પ્રભુના સંતો, તમે તેમનો ડર રાખો; કેમ કે તેમનો ડર રાખનારાઓને કંઈ અછત હોતી નથી.


જો મારી પ્રજાએ મારી વાત સાંભળી હોત અને ઇઝરાયલ મારા માર્ગોમાં ચાલ્યા હોત તો કેવું સારું!


તો મેં સત્વરે તેમના શત્રુઓનો પરાજય કર્યો હોત, અને તેમના વૈરીઓ વિરુદ્ધ હાથ ઉગામ્યો હોત.


જો તમે તમારા ઈશ્વર પ્રભુની, એટલે મારી ભક્તિ કરશો તો હું તમારાં અન્‍નજળ પર આશિષની વૃષ્ટિ કરીશ. વળી, હું તમારી સર્વ બીમારીઓ દૂર કરીશ.


વાતનો સાર આ છે કે તું ઈશ્વરનો ડર રાખ અને તેની આજ્ઞાઓ પાળ. દરેક મનુષ્યનું એ એકમાત્ર ર્ક્તવ્ય છે.


જેથી તેઓ મારાં ફરમાનોનું પાલન કરશે અને નિષ્ઠાપૂર્વક મારા નિયમોને આધીન થઇ તેમનો અમલ કરશે. આમ, તેઓ મારી પ્રજા થશે ને હું તેમનો ઈશ્વર થઇશ.


હે માનવ, સારું શું છે તે તો પ્રભુએ તને જણાવેલું જ છે. પ્રભુ તો માત્ર આટલું જ માગે છે: ન્યાયપૂર્વક વર્તવું, પ્રેમ દાખવવો અને પ્રભુની સાથે નમ્રતાથી ચાલવું.


“ત્યારે હું પ્રજાઓને શુદ્ધ હોઠો આપીશ, તેઓ બીજા કોઈ દેવોને નહિ, પણ માત્ર મને જ પ્રાર્થના કરશે. તેઓ બધા મને આધીન થશે.


ઈસુએ જવાબ આપ્યો, ’તારે ઈશ્વર તારા પ્રભુ પર તારા પૂરા હૃદયથી, તારા પૂરા જીવથી અને તારા પૂરા મનથી, એટલે કે, તારા સમગ્ર વ્યક્તિત્વથી પ્રેમ રાખવો.’


એ માણસે જવાબ આપ્યો, “તારે પ્રભુ તારા ઈશ્વર પર તારા પૂરા દયથી, તારા પૂરા જીવથી, તારી પૂરી તાક્તથી, અને તારા પૂરા મનથી પ્રેમ રાખવો; અને તારા માનવબધું પ્રત્યે તારી જાત પર કરે છે તેટલો પ્રેમ કરવો.”


“ઓ ફરોશીઓ, તમારી કેવી દુર્દશા થશે? તમે ફુદીનો, કોથમીર અને બીજી શાકભાજીનો દસમો ભાગ ઈશ્વરને આપો છો. પણ તમે ન્યાય અને ઈશ્વર પ્રત્યેના પ્રેમ વિષે બેદરકારી સેવો છો. તમારે આ કાર્યો કરવાનાં છે અને પેલાં કાર્યો પ્રત્યે બેદરકારી રાખવાની નથી.


અને એમ આખા યહૂદિયા, ગાલીલ અને સમરૂનના પ્રદેશોમાંની મંડળીઓને શાંતિનો સમય મળ્યો. મંડળીના લોકો જેમ પ્રભુનો ડર રાખતા ગયા તેમ તેઓ પવિત્ર આત્માની સહાયથી સંગઠિત થતા ગયા અને સંખ્યામાં વૃદ્ધિ પામતા ગયા.


જે ઈશ્વરની સેવા હું તેમના પુત્ર સંબંધીનો શુભસંદેશ જાહેર કરીને કરું છું, તે મારા સાક્ષી છે કે હું નિત્ય મારી પ્રાર્થનામાં તમને યાદ કરું છું.


જેઓ ઈશ્વર ઉપર પ્રેમ કરે છે અને જેઓને તેમણે પોતાના ઇરાદા અનુસાર આમંત્રણ આપ્યું છે તેમનું બધી બાબતોમાં ઈશ્વર એકંદરે સારું જ કરે છે.


પછી પ્રભુએ મને કહ્યું, ‘જા, લોકોની આગળ જા, જેથી જે દેશ આપવાના મેં તેમના પૂર્વજો આગળ શપથ લીધા હતા તેમાં પ્રવેશીને તેઓ તેનો કબજો લે.’


“એ માટે તમે તમારા ઈશ્વર પ્રભુ પર પ્રેમ રાખો અને તેમનાં ફરમાનો, હુકમો, આદેશો તથા આજ્ઞાઓનું હરહંમેશ પાલન કરો.


“જુઓ, આજે હું તમને મારી જે આજ્ઞાઓ ફરમાવું છું તે ધ્યનથી સાંભળીને તમે તમારા ઈશ્વર પ્રભુ પર પ્રેમ રાખશો, અને તમારા સાચા દયથી અને પૂરા મનથી તેમની ભક્તિ કરશો તો,


“આજે તમારા ઈશ્વર પ્રભુ તમને તેમના સર્વ ફરમાનો અને આદેશોનું પાલન કરવા આજ્ઞા આપે છે. તેથી તમારા પૂરા દયથી અને પૂરા જીવથી તમે તેમનું પાલન કરો.


તેથી તમારા ઈશ્વર પ્રભુની વાણીને આધીન રહીને જે આજ્ઞાઓ અને વિધિઓ હું આજે તમને ફરમાવું છું તેમનું પાલન કરજો.


તમારા ઈશ્વર પ્રભુ પર પ્રેમ રાખવાની, તેમના માર્ગોમાં ચાલવાની અને તેમની સર્વ આજ્ઞાઓ તથા તેમના આદેશો અને ફરમાનોનું પાલન કરવાની જે આજ્ઞા હું આજે તમને આપું છું તેનું જો તમે પાલન કરશો તો તમારું કલ્યાણ થશે અને તમારી વંશવૃધિ થશે અને જે દેશનો કબજો લેવા તમે જાઓ છો તેમાં તમારા ઈશ્વર પ્રભુ તમને આશીર્વાદ આપશે.


તમારા ઈશ્વર પ્રભુ પર પ્રેમ રાખવાનું, તેમની વાણીને આધીન થવાનું અને તેમને નિષ્ઠાપૂર્વક વળગી રહેવાનું પસંદ કરો; કારણ, તેથી તમે જીવન પામશો અને દીર્ઘ આયુષ્ય ભોગવશો, અને જે દેશ તમારા પૂર્વજો અબ્રાહામ, ઇસ્હાક અને યાકોબને આપવાના પ્રભુએ તેમની સમક્ષ શપથ લીધા હતા તેમાં તમે લાંબો સમય વાસ કરશો.”


તમે ત્યાં પણ તમારા ઈશ્વર પ્રભુને શોધશો એટલે તમારા સંપૂર્ણ દયથી અને પૂરા અંત:કરણથી તેમની ખોજ કરશો તો તે તમને મળશે.


જો આ લોકોના દયનું વલણ સદા એવું જ હોય અને મારા પ્રત્યે આધીનતા દાખવીને મારી બધી આજ્ઞાઓ સર્વદા પાળે તો તેમનું તથા તેમના વંશજોનું સર્વદા કલ્યાણ થાય.


તમારા ઈશ્વર પ્રભુએ ચીંધેલા માર્ગે જ ચાલજો કે તમે જીવતા રહો અને તમારું કલ્યાણ થાય અને જે દેશનો તમે કબજો લેવાના છો તેમાં ત્યાં લાંબો સમય વસવાટ કરી શકો.


તમારા ઈશ્વર યાહવે પ્રત્યે ભક્તિભાવ દર્શાવો, માત્ર તેમની જ ભક્તિ કરો અને માત્ર તેમને નામે જ શપથ લો.


તમે, તમારાં સંતાનો અને તમારાં વંશવારસો સમગ્ર જીવનપર્યંત તમારા ઈશ્વર પ્રભુ પ્રત્યે પૂજ્યભાવ દાખવો અને તેમની જે સર્વ આજ્ઞાઓ અને નિયમો હું તમને આપું છું તેમનું પાલન કરો; જેથી તમે દીર્ઘાયુ થાઓ.


ત્યારે આપણા ઈશ્વર પ્રભુએ આપણા કલ્યાણ માટે આ બધી આજ્ઞાઓનું પાલન કરવાનું અને તેમનો આદર રાખવાનું ફરમાવ્યું હતું; જેથી જેમ આજ સુધી આપણને રાખ્યા છે તેમ હંમેશને માટે સંભાળી રાખે.


અને તમારા ઈશ્વર પ્રભુ પર તમે તમારા પૂરા દયથી, તમારા પૂરા મનથી તથા તમારી પૂરી તાક્તથી પ્રેમ રાખો.


એ આજ્ઞાનો હેતુ શુદ્ધ હૃદય, સ્પષ્ટ પ્રેરકબુદ્ધિ અને દંભરહિત વિશ્વાસથી પ્રેમ પેદા કરવાનો છે.


તેથી આપણે આભાર માનીએ, કારણ, ચલિત ન થાય તેવું સ્વર્ગીય રાજ આપણને મળનાર છે. આપણે આભાર માનીએ અને ઈશ્વર પ્રસન્‍ન થાય તે રીતે આપણે તેમની ભક્તિ આદરપૂર્વક અને ભયસહિત કરીએ.


પણ પ્રભુના સેવક મોશેએ તમને ફરમાવેલ નિયમનું પાલન કરવામાં ચીવટ દાખવજો: તમારા ઈશ્વર પ્રભુ પર પ્રેમ કરો, તેમની ઇચ્છા અનુસાર વર્તો, તેમની આજ્ઞાઓ પાળો, તેમને વફાદાર રહો અને તમારા પૂરા દિલથી અને પૂરા જીવથી તેમની સેવા કરો.”


પછી યહોશુઆએ પોતાનું વક્તવ્ય ચાલુ રાખતાં કહ્યું. “તો હવે યાહવેને માન આપો અને નિખાલસપણે અને નિષ્ઠાપૂર્વક તેમની સેવા કરો. મેસોપોટેમિયા અને ઇજિપ્તમાં તમારા પૂર્વજો જે અન્ય દેવોની પૂજા કરતા હતા તેમનો ત્યાગ કરો અને માત્ર યાહવેની જ સેવાભક્તિ કરો.


દુનિયા પર અથવા દુનિયાની કોઈ વસ્તુ પર પ્રેમ ન કરો. જો તમે દુનિયા પર પ્રેમ કરો છો તો પછી તમારામાં ઈશ્વરપિતા પ્રત્યેનો પ્રેમ નથી.


ઈસુ તે જ ઈશ્વરપુત્ર છે એવો વિશ્વાસ કરનાર સિવાય બીજું કોણ દુનિયાને જીતી શકે?


શમુએલે જવાબ આપ્યો, “ગભરાશો નહિ; જો કે તમે આવું દુષ્કર્મ કર્યું છે તો પણ પ્રભુથી દૂર જશો નહિ, પણ તમારા પૂરા દયથી તેમની સેવા કરો.


Lean sinn:

Sanasan


Sanasan