Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 1:7 - પવિત્ર બાઇબલ C.L.

7 હવે અહીંથી છાવણી ઉપાડી આગેકૂચ કરો. અમોરીઓના પહાડી પ્રદેશમાં અને તેની નજીકના વિસ્તારો એટલે કે અરાબા, ઉચ્ચ પ્રદેશ, નીચાણનો પ્રદેશ, નેગેબ અને સમુદ્રકાંઠાના પ્રદેશમાં તથા કનાનીઓના પ્રદેશમાં તથા લબાનોનમાં અને છેક મહાનદી યુફ્રેટિસ સુધી જાઓ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 તો તમે પાછા ફરો, ને કૂચ કરીને અમોરીઓના પહાડી પ્રદેશમાં, તથા તેની નજીકની સર્વ [જગાઓ] માં એટલે અરાબામાં, પહાડી પ્રદેશમાં, ને નીચલા પ્રદેશમાં, તથા નેગેબમાં, તથા સમુદ્રકાંઠે, કનાનીઓના દેશમાં તથા લબાનોનમાં એટલે મોટી નદી ફ્રાત નદી સુધી જાઓ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 તો હવે તમે પાછા ફરો, અને કૂચ કરીને અમોરીઓના પહાડી પ્રદેશમાં તથા તેની નજીકની સર્વ જગ્યાઓમાં એટલે અરાબા, પહાડીપ્રદેશમાં, નીચલાપ્રદેશમાં, નેગેબમાં તથા સમુદ્રકાંઠે, કનાનીઓના દેશમાં તથા લબાનોનમાં એટલે મોટી નદી ફ્રાત નદી સુધી જાઓ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 હવે આ જગ્યા છોડો, આગળ વધો અને અમોરીઓનો પર્વતીય પ્રદેશ, યર્દનની ખીણ, મધ્યનો પર્વતીય દેશ, દક્ષિણનો રણ પ્રદેશ, ભૂમધ્ય સમુદ્ર કિનારો, કનાન અને લબાનોનની જમીનો, છેક મહાનદી ફ્રાંત સુધી કબજે કરો.

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 1:7
19 Iomraidhean Croise  

પછી તે ત્યાંથી નીકળીને દેશના દક્ષિણ ભાગ નેગેબ તરફ આગળ વધ્યો.


પછી યુફ્રેટિસના ઉપરવાસના પ્રદેશ પર પોતાનો કબજો ફરીથી જમાવવા જતા સોબા રાજ્યના રાજા એટલે રેહોબના પુત્ર હદાદએઝેરને તેણે હરાવ્યો.


તે પછી દાવિદે યુફ્રેટિસ નદીના ઉપરવાસના પ્રદેશ પર કબજો મેળવવા જતા સોબાના રાજા હદાદેઝરને હમાથ આગળ હરાવ્યો.


તેમની પાસે ગિલ્યાદમાં પુષ્કળ ઢોરઢાંક હતાં; તેથી પૂર્વમાં યુફ્રેટિસ નદીથી રણપ્રદેશ સુધીના વિસ્તારમાં તેમણે મુકામ કર્યો હતો.


“હું તમારા દેશની સરહદ અકાબાના અખાતથી ભૂમધ્ય સમુદ્ર સુધી અને રણપ્રદેશથી યુફ્રેટિસ નદી સુધી વિસ્તારીશ. હું દેશના રહેવાસીઓ પર પ્રબળ થઈશ. તમે જેમ જેમ આગળ વધશો તેમ તેમ તેમને હાંકી કાઢશો.


“તેમ છતાં, મેં ગંધતરુ જેવા ઊંચા અને ઓકવૃક્ષ જેવા મજબૂત અમોરીઓનો તેમની આગળથી નાશ કર્યો. મેં ટોચ પરથી તેમનાં ફળનો અને તળિયેથી તેમના મૂળનો સદંતર નાશ કર્યો.


અને ઇઝરાયલીઓએ સિનાઈના રણપ્રદેશમાંથી પોતાની કૂચ શરૂ કરી. તે પછી પારાનના રણમાં વાદળ પાછું સ્થિર થઈ ગયું.


“આમ આપણા ઈશ્વર પ્રભુની આજ્ઞા પ્રમાણે આપણે હોરેબ પર્વતથી અમોરીઓના પહાડીપ્રદેશ તરફ ઉપડયા અને જે વિશાળ અને ભયાનક રણપ્રદેશ તમે જોયો તે, પસાર કરીને આપણે કાદેશ-બાર્નિયા આવી પહોંચ્યા.


પરંતુ જે દેશનો તમે કબજો લેવા જઈ રહ્યા છો, તે તો પહાડો અને ખીણોનો પ્રદેશ છે અને વરસાદના પાણીથી સિંચાય છે.


તમે જ્યાં જ્યાં કૂચ કરશો તે બધી જમીન તમારી પોતાની થશે. દક્ષિણે રણપ્રદેશથી ઉત્તરે લબાનોન પર્વત સુધી અને પૂર્વમાં યુફ્રેટિસ નદીથી પશ્ર્વિમે ભૂમધ્ય સમુદ્ર સુધી તમારી સરહદ વિસ્તરશે.


દક્ષિણમાં રણપ્રદેશથી શરૂ કરી ઉત્તરમાં લબાનોનના પર્વતો સુધી અને પૂર્વમાં મહાનદી યુફ્રેટિસથી શરૂ કરી હિત્તીઓના સમસ્ત દેશમાં થઈને પશ્ર્વિમમાં ભૂમધ્ય સમુદ્ર સુધી તમારી સરહદ થશે.


આમ, યહોશુઆએ આખો દેશ જીતી લીધો. તેણે પહાડીપ્રદેશના, પૂર્વના ઢોળાવના પ્રદેશના, પશ્ર્વિમના તળેટીના પ્રદેશના અને દક્ષિણના સૂકા પ્રદેશના રાજાઓનો પરાજય કર્યો. ઇઝરાયલના ઈશ્વર પ્રભુએ આપેલી આજ્ઞા અનુસાર તેણે કોઈને જીવતું રહેવા દીધું નહિ; બલ્કે પ્રાણીમાત્રનો સંહાર કર્યો.


પણ જો તમે પ્રભુની સેવાભક્તિ કરવા ન માગતા હો તો આજે નક્કી કરો કે તમે કોની સેવા કરશો: મેસોપોટેમિયામાં તમારા પૂર્વજો જેમની પૂજા કરતા હતા તેમની સેવા કરશો કે જેમના દેશમાં તમે અત્યારે રહો છો તે અમોરીઓના દેવોની સેવા કરશો? જો કે હું અને મારું કુટુંબ તો અમે પ્રભુની સેવા કરીશું.”


હવે યર્દનની પશ્ર્વિમ તરફના, એટલે પહાડીપ્રદેશના, નીચાણના પ્રદેશના, અને ઉત્તરમાં છેક લબાનોન સુધી ભૂમધ્ય સમુદ્રના કિનારા પાસેના પ્રદેશના સર્વ રાજાઓએ ઇઝરાયલીઓના વિજયો વિષે સાંભળ્યું. એ તો હિત્તીઓ, અમોરીઓ, કનાનીઓ, પરિઝઝીઓ, હિવ્વીઓ અને યબૂસીઓના રાજાઓ હતા.


તે અવાજે રણશિંગડાવાળા છઠ્ઠા દૂતને કહ્યું, “યુફ્રેટિસ નદી પર બાંધી રાખવામાં આવેલા ચાર દૂતોને છોડી મૂકો!”


Lean sinn:

Sanasan


Sanasan