Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 1:36 - પવિત્ર બાઇબલ C.L.

36 માત્ર યફુન્‍નેહનો પુત્ર કાલેબ તે જોશે; અને જે ભૂમિ પર તેના પગ પડયા છે તે ભૂમિ હું તેને તથા તેના વંશજોને આપીશ; તે મને પ્રભુને પૂરેપૂરો વફાદાર રહ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

36 ફક્ત યફૂન્‍નેનો પુત્ર કાલેબ તે જોશે. અને જે ભૂમિ પર તેના પગ ફર્યા છે તે હું તેને તથા તેના વંશજોને આપીશ. કેમ કે તે સંપૂર્ણ રીતે પ્રભુની આજ્ઞાનુસાર વર્ત્યો છે.’

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

36 ફક્ત યફૂન્નેનો દીકરો કાલેબ તે દેશ જોશે. જે ભૂમિમાં તે ફર્યો છે તે હું તેને તથા તેના સંતાનોને આપીશ, કેમ કે તે સંપૂર્ણપણે યહોવાહને અનુસર્યો છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

36 ફકત યફૂન્નેહના પુત્ર કાલેબને તે પ્રદેશ જોવા મળશે. તે જે ભૂમિમાંથી ફરી આવ્યો છે તે હું તેને અને તેના વંશજોને આપીશ, કારણ, તે મને પૂરેપૂરો વિશ્વાસુ રહ્યો છે.’

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 1:36
10 Iomraidhean Croise  

હું તમને વળગી રહું છું, અને તમારો જમણો હાથ મને સંભાળે છે.


મોશેની આસપાસ ભેગા થયેલા લોકોને શાંત પાડતાં કાલેબે કહ્યું, “આપણે હમણાં જ આક્રમણ કરીને દેશનો કબજો લઈ લેવો જોઈએ, કારણ કે આપણે તે દેશને જીતી લેવા પૂરા સમર્થ છીએ.”


માત્ર મારો સેવક કાલેબ, જેની ભાવના જુદા જ પ્રકારની છે, તે મને પૂરેપૂરો વફાદાર રહ્યો છે. તેથી જે દેશની તેણે તપાસ કરી તેમાં હું તેને લઈ જઈશ અને તેના વંશજો એ દેશનું વતન ભોગવશે.


કારણ, પ્રભુએ તેમને વિષે કહ્યું હતું કે બધા લોકો રણપ્રદેશમાં મરણ પામશે, અને યફૂન્‍નેહના પુત્ર કાલેબ અને નૂનના પુત્ર યહોશુઆ સિવાયના અન્ય બધા મરણ પામ્યા.


માત્ર કનિઝ્ઝી યફુન્‍નેહનો પુત્ર કાલેબ અને નૂનનો પુત્ર યહોશુઆ જ તેમાં પ્રવેશશે; કારણ, તેઓ પ્રભુને હૃદયની પૂરી નિષ્ઠાથી અનુસર્યા હતા.


પ્રભુએ પસંદ કરેલ આગેવાનોનાં નામ આ પ્રમાણે છે: કુળ આગેવાન યહૂદા યફૂન્‍નેહનો પુત્ર કાલેબ શિમયોન આમ્મીહૂદનો પુત્ર શમુએલ બિન્યામીન કિસ્લોનનો પુત્ર અલીદાદ દાન યોગ્લીનો પુત્ર બુક્કી મનાશ્શા એફોદનો પુત્ર કમુએલ એફ્રાઈમ શિફટાનનો પુત્ર કમુએલ ઝબુલૂન પાર્નાખનો પુત્ર અલીસાફાન ઇસ્સાખાર અઝ્ઝાનનો પુત્ર પાલ્ટીએલ આશેર શલોમીનો પુત્ર આહીહૂદ નાફતાલી આમ્મીહૂદનો પુત્ર પદાહએલ


ઈશ્વરની વાણી સાંભળવા તેમની વિરુદ્ધ બળવો કરનાર કોણ હતા? એ જ લોકો કે જેમને મોશેએ ઇજિપ્તમાંથી મુક્ત કર્યા.


Lean sinn:

Sanasan


Sanasan