Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 1:3 - પવિત્ર બાઇબલ C.L.

3 પ્રભુએ ઇઝરાયલીઓને જે જે કહેવા મોશેને આજ્ઞા આપી હતી તે સર્વ મોશેએ તેમને ઇજિપ્તમાંથી નીકળ્યા પછી ચાલીસમા વર્ષના અગિયારમા મહિનાના પ્રથમ દિવસે કહી સંભળાવ્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 અને ચાળીસમા વર્ષના અગિયારમાં માસમાં તે માસને પહેલે દિવસે એમ થયું કે, જે સર્વ આજ્ઞાઓ યહોવાએ ઇઝરાયલી લોકોને માટે મૂસાને આપી હતી, તે તેણે તેઓને કહી સંભળાવી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 મિસર દેશ છોડ્યાના ચાળીસમા વર્ષના અગિયારમા મહિનાને પ્રથમ દિવસે એમ થયું કે, જે સર્વ આજ્ઞાઓ યહોવાહે મૂસાને આપી હતી, તે તેણે ઇઝરાયલી લોકોને કહી સંભળાવી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 ઇસ્રાએલી લોકોએ મિસર છોડયા પછી ચાળીસમાં વષેના અગિયારમાં મહિનાના પ્રથમ દિવસે મૂસાએ, યહોવાની આજ્ઞા મુજબ આ વચનો તે લોકોને કહી સંભળાવ્યાં.

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 1:3
6 Iomraidhean Croise  

આ બધી આજ્ઞાઓ પ્રભુએ મોશેને સિનાઈ પર્વત પર ઇઝરાયલી લોકને માટે આપેલી છે.


ઇઝરાયલી લોક ઇજીપ્તમાંથી નીકળ્યા તે પછીના બીજા વર્ષના બીજા મહિનાને પ્રથમ દિવસે સિનાઈના રણપ્રદેશમાં પ્રભુએ મુલાકાતમંડપમાં મોશેને આ પ્રમાણે કહ્યું:


પહેલા મહિનામાં ઇઝરાયલી- ઓનો સમસ્ત સમાજ સીનના રણપ્રદેશમાં આવ્યો. તેમણે કાદેશમાં પડાવ નાખ્યો. ત્યાં મિર્યામનું અવસાન થયું અને ત્યાં તેને દફનાવવામાં આવી.


પ્રભુની આજ્ઞાથી આરોન હોર પર્વત પર ગયો. ઇઝરાયલીઓએ ઇજિપ્ત છોડયું ત્યાર પછીના ચાલીસમાં વર્ષે, પાંચમાં મહિનાને પ્રથમ દિવસે એક્સોને ત્રેવીસ વર્ષની ઉંમરે તે મરણ પામ્યો.


લોકો પહેલા માસને દશમે દિવસે યર્દનમાંથી બહાર નીકળી આવ્યા અને યરીખોની પૂર્વ તરફની સરહદ પર તેમણે ગિલ્ગાલમાં છાવણી કરી.


Lean sinn:

Sanasan


Sanasan