Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 1:2 - પવિત્ર બાઇબલ C.L.

2 (અદોમના પહાડી પ્રદેશને માર્ગે હોરેબ પર્વતથી કાદેશ-બાર્નિયા જતાં અગિયાર દિવસ લાગે છે).

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 સેઈર પર્વતને માર્ગે હોરેબથી કાદેશ-બાર્નેઆ સુધીનું અંતર અગિયાર દિવસની [મુસાફરી] જેટલું છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 સેઈર પર્વતને માર્ગે હોરેબથી કાદેશ બાર્નેઆ સુધીનું અંતર અગિયાર દિવસની મજલ જેટલું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 હોરેબ પર્વતથી સેઇર પર્વતે કાદેશ-બાનેર્આ દ્વારા યાત્રાને અગિયાર દિવસ થતા.

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 1:2
15 Iomraidhean Croise  

પછી યાકોબે અદોમ દેશના સેઈર પ્રદેશમાં પોતાના ભાઈ એસાવ પાસે પોતાની આગળ સંદેશકો મોકલ્યા.


જો, હું ત્યાં હોરેબ પર્વતના એક ખડક ઉપર તારી સામે ઊભો રહીશ. તું ખડકને મારજે, એટલે તેમાંથી લોકોને પીવા માટે પાણી નીકળશે.” મોશેએ ઇઝરાયલના આગેવાનોના દેખતાં તે પ્રમાણે કર્યું.


મોશે પોતાના સસરા મિદ્યાનના યજ્ઞકાર યિથ્રોનાં ઘેટાં સાચવતો હતો. એક દિવસ તે ઘેટાંને વેરાનપ્રદેશની પશ્ર્વિમ તરફ લઈ ગયો, અને તે ઈશ્વરના પર્વત હોરેબ આગળ આવ્યો.


જો તમે પાકના પ્રથમ ફળનું ધાન્ય અર્પણ ચડાવો તો તે પોંકરૂપે કે લોટરૂપે ચડાવવું.


ત્યાર પછી મોશે અને આરોન મુલાકાતમંડપમાં ગયા. પછી બહાર આવીને તેમણે લોકોને આશિષ આપી અને બધા લોકોને પ્રભુનાં ગૌરવનાં દર્શન થયાં.


તેમણે જે જોયું તેનો અહેવાલ રજૂ કર્યો અને તે દેશનાં ફળ તેમને બતાવ્યાં.


મેં તમારા પૂર્વજોને કાદેશ-બાર્નિયાથી દેશની તપાસ કરવા મોકલ્યા ત્યારે તેમણે પણ આવું જ કર્યું હતું.


“આમ આપણા ઈશ્વર પ્રભુની આજ્ઞા પ્રમાણે આપણે હોરેબ પર્વતથી અમોરીઓના પહાડીપ્રદેશ તરફ ઉપડયા અને જે વિશાળ અને ભયાનક રણપ્રદેશ તમે જોયો તે, પસાર કરીને આપણે કાદેશ-બાર્નિયા આવી પહોંચ્યા.


ત્યારે તે પહાડી પ્રદેશમાં વસનાર અમોરી લોકો તમારી સામે લડવા નીકળી આવ્યા અને મધમાખીઓની જેમ તમારો પીછો કર્યો અને સેઈરના પહાડી પ્રદેશમાં આવેલા હોર્મા સુધી તમારો સંહાર કર્યો.


“પછી પ્રભુની આજ્ઞા પ્રમાણે આપણે પાછા ફરીને સૂફ સમુદ્રની દિશામાં રણપ્રદેશમાં ચાલી નીકળ્યા અને ઘણા દિવસ સુધી સેઈર પર્વતની આસપાસ ફરતા રહ્યા.


તારા લોકોને તું આવો આદેશ આપ: તમારે હવે સેઈરમાં વસતા કુટુંબીજનો એસાવના વંશજોની સરહદમાં થઈને પસાર થવાનું છે. તેઓ તમારાથી બીશે.


“તેથી એલાહ તથા એસ્યોન ગેબેર નગરોથી અરાબા તરફ જતો રસ્તો પડતો મૂકીને આપણે સેઈરના પહાડીપ્રદેશમાં આપણાં કુટુંબીજનો એસાવના વંશજોની હદ બહારથી પસાર થયા અને મોઆબના રણપ્રદેશની તરફ પ્રયાણ કર્યું.


અને જ્યારે પ્રભુએ તમને કાદેશ-બાર્નિયાથી એવી આજ્ઞા આપીને મોકલ્યા કે, ‘ચડાઈ કરો અને જે દેશ હું તમને વતન તરીકે આપું છું તેનો કબજો લો.’ ત્યારે પણ તમે પ્રભુની આજ્ઞાનો અનાદર કર્યો. તમે તેમના પર વિશ્વાસ કર્યો નહિ, તેમજ તેમની વાણી સાંભળી નહિ.


એક દિવસે યહૂદાકુળના કેટલાક લોકો ગિલ્ગાલમાં યહોશુઆ પાસે આવ્યા. તેમનામાંથી કનિઝ્ઝી યફૂન્‍નેહના પુત્ર કાલેબે તેને કહ્યું, “ઈશ્વરભક્ત મોશેને પ્રભુએ કાદેશ-બાર્નિયામાં તારે અને મારે વિષે જે કહ્યું હતું તે તું જાણે છે.


Lean sinn:

Sanasan


Sanasan