Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 1:17 - પવિત્ર બાઇબલ C.L.

17 તમારા ચુકાદામાં પક્ષપાત દાખવશો નહિ; નાનામોટા સૌનું એક સરખી રીતે સાંભળો. કોઈની બીક રાખશો નહિ; કારણ, ચુકાદો ઈશ્વર તરફથી છે. જે કેસ તમને અઘરો લાગે તે મારી પાસે લાવવો અને હું તે સાંભળીશ.’

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 ન્યાય કરતાં તમારે આંખની શરમ રાખવી નહિ. નાના તથા મોટાનું સરખી રીતે સાંભળવું. માણસનું મોં જોઈને તમારે બીવું નહિ; કેમ કે ન્યાય કરવો એ તો ઈશ્વરનું [કામ] છે. અને જે મુકદ્દમો તમને અઘરો પડે તે તમારે મારી પાસે લાવવો, એટલે તે હું સાંભળીશ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 ન્યાય કરતી વખતે તમારે આંખની શરમ રાખવી નહિ; નાના તથા મોટા સૌનું સરખી રીતે સાંભળવું. માણસનું મોં જોઈને તમારે બીવું નહિ, કેમ કે ન્યાય કરવો એ ઈશ્વરનું કામ છે. જો કોઈ મુકદમો તમને અઘરો લાગે તો તે તમારે મારી પાસે લાવવો એટલે તે હું સંભાળીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

17 ન્યાય કરતી વખતે તમાંરા ઉપર કોઇનો પ્રભાવ ન પડવા દેવો. નાનામોટા સૌની સાથે સમાંન વ્યવહાર કરવો. જે ચુકાદો તમે આપો છો તે દેવનો ચુકાદો છે, તેથી કોઇનાથી ડરવું નહિ. જો કોઈ મુકદમો તમને અઘરો લાગે તો તે તમાંરે માંરી પાસે લાવવો, હું તેનો નિકાલ કરીશ.’

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 1:17
48 Iomraidhean Croise  

દુરાચારીઓ સાથે સદાચારીઓનો નાશ કરવો એ તમારાથી દૂર રહો. એમ થાય તો સદાચારીઓ દુરાચારીઓની બરાબર ગણાય; એવું કરવું તમારાથી દૂર રહો. સમસ્ત પૃથ્વીના ન્યાયાધીશ શું સાચો ન્યાય નહિ કરે?”


આપણે સૌએ એકવાર મરવાનું છે. જેમ જમીન પર ઢોળાઈ ગયેલું પાણી એકઠું કરી શક્તું નથી તેના જેવા આપણે છીએ. ઈશ્વર જીવ લેતા નથી, પણ એથી ઊલટું, તે દેશનિકાલ થયેલા માણસને પાછો લાવવાની યોજના કરે છે.


તેણે યહૂદિયાનાં બધાં કિલ્લેબંધીવાળાં નગરોમાં ન્યાયાધીશો નીમ્યા.


તેણે તેમને સૂચના આપી. “ન્યાયચુકાદો આપવામાં કાળજી રાખો. તમે માણસ તરફથી નહિ, પણ પ્રભુ તરફથી મળેલા અધિકારની રુએ ચુકાદા આપો છો ત્યારે એ કાર્યમાં પ્રભુ તમારી સાથે છે.


જો કે હુલ્લડખોરોના બૂમબરાડાનો મને ભય હતો, અને ધાંધલિયા સમુદાયની નફરતનો ડર હતો તો પણ હું કોઈ પ્રવાસી માણસને તેમની પાસે બહાર લાવ્યો નથી.


“તમે બધા કયાં સુધી ગેરઇન્સાફ કરશો? ક્યાં સુધી તમે દુષ્ટોની તરફેણ કરશો? (સેલાહ)


કારણ, આ રીતે તો તું તથા આ લોકો જલદી થાકી જશો. તારા એકલાથી આ કામનો બોજ ઉપાડી શકાય નહિ અને તું એકલો આટલું બધું કામ કરી શકે નહિ.


તેઓ સર્વ પ્રસંગે લોકોનો ન્યાય કરે. પ્રત્યેક અઘરો પ્રશ્ર્ન તેઓ તારી પાસે લાવે; પરંતુ નાના નાના પ્રશ્ર્નોનો તો તેઓ પોતે જ ન્યાય કરે. આમ, તારું કામ સરળ બનશે.


તેઓ સર્વ પ્રસંગે લોકોના પ્રશ્ર્નોનો ન્યાય ચૂકવવાનું કામ કરતા. તેઓ જટિલ પ્રશ્ર્નો મોશે પાસે લાવતા, પણ નાના નાના પ્રશ્ર્નોનું જાતે નિરાકરણ કરતા.


ન્યાય તોળતી વખતે દુષ્ટો પ્રત્યે પક્ષપાત દાખવવો, અને નેકજનોનો ન્યાય ઊંધો વાળવો એ વાજબી નથી.


આ પણ જ્ઞાનીઓનાં કથનો છે: ન્યાય તોળવામાં પક્ષપાત કરવો અયોગ્ય છે.


ન્યાય તોળવામાં પક્ષપાત દાખવવો ખોટું છે, છતાં કેટલાક ન્યાયાધીશો નજીવી લાંચ માટે પણ ન્યાય ઊંધો વાળે છે.


યર્મિયા, તારી કમર કાસીને તૈયાર થઈ જા. ઊઠ, હું તને ફરમાવું તે પ્રમાણે તેમને ઉપદેશ કર. તેમનાથી ગભરાઈશ નહિ, નહિ તો હું તેમની સમક્ષ તને ગભરાવી મૂકીશ. આખા દેશના બધા લોકો એટલે યહૂદિયાના રાજાઓ, અધિકારીઓ, યજ્ઞકારો અને જમીનદારો તારી સામે પડશે, પણ તેમનો સામનો કરવા માટે હું તને આજે સામર્થ્ય આપું છું.


“ન્યાયની બાબતમાં પ્રામાણિક રહેવું. ગરીબનો ખોટી રીતે બચાવ કરવો નહિ કે શ્રીમંતની શરમ રાખવી નહિ.


તમે મારી ઇચ્છાને આધીન થતા નથી અને શિક્ષણ આપવામાં તમે મારા લોકો પ્રત્યે સમાન વર્તન દાખવતા ન હોઈ, હું એવું કરીશ કે ઇઝરાયલી લોકો તમારો તિરસ્કાર કરશે.”


ત્યાર પછી તેમણે પોતાના કેટલાક શિષ્યોને તથા હેરોદના પક્ષના કેટલાક સભ્યોને ઈસુની પાસે મોકલ્યા. તેમણે કહ્યું, ગુરુજી, અમે જાણીએ છીએ કે તમે સત્ય જ બોલો છો. વળી, તમે માણસના દરજ્જાની પરવા કર્યા વર માણસ માટેની ઈશ્વરની ઇચ્છાનું સત્ય શીખવો છો.


તેમણે તેમની પાસે આવીને કહ્યું, “ગુરુજી, અમે જાણીએ છીએ કે લોકો તમારે વિષે શું ધારશે તેની પરવા કર્યા વિના તમે સત્ય જ બોલો છો. તમે માણસના દરજ્જાને ગણકાર્યા વિના તેને માટેની ઈશ્વરની ઇચ્છાનું સત્ય શીખવો છો. તો અમને કહો કે પરદેશી રોમન સમ્રાટને કરવેરા ભરવા તે નિયમશાસ્ત્ર પ્રમાણે ઉચિત છે કે નહિ? આપણે કરવેરા ભરવા જોઈએ કે નહિ?”


આ જાસૂસોએ ઈસુને કહ્યું, “ગુરુજી, અમે જાણીએ છીએ કે તમે જે કહો છો અને શીખવો છો તે સાચું હોય છે. અમે જાણીએ છીએ કે તમે પક્ષપાત રાખ્યા વગર માણસ માટેની ઈશ્વરની ઇચ્છાનું સત્ય શીખવો છો.


ઈશ્વરની પાસે કોઈ ભેદભાવ નથી.


માલિકો, એ જ રીતે તમે પણ તમારા ગુલામોની પ્રત્યે એવું જ વર્તન રાખો અને ધમકી આપવાનું બંધ કરો. યાદ રાખો, સ્વર્ગમાં તમારા અને તમારા ગુલામોના માલિક પણ એક જ છે; તે બધાંનો સમાન ધોરણે ન્યાય કરે છે.


તમારા ઈશ્વર પ્રભુ દેવાધિદેવ અને પ્રભુઓના પ્રભુ, મહાન, પરાક્રમી અને ભયાવહ પરમેશ્વર છે.


તેમના ચુકાદાઓમાં તેમણે કાયદાઓનો અવળો અર્થ કરવો નહિ. તેમણે આંખની શરમ રાખી પક્ષપાત ન કરવો. તેમણે લાંચ ન લેવી. કારણ, લાંચ જ્ઞાની અને પ્રામાણિક માણસોની આંખોને પણ આંધળી કરે છે અને તેમને જૂઠા ચુકાદાઓ આપવા પ્રેરે છે.


“પરદેશી અથવા અનાથોને ન્યાયથી વંચિત રાખવા નહિ, વિધવાનું વસ્ત્ર ગીરે લેવું નહિ.


“જો બે માણસો તેમની વચ્ચેની તકરાર માટે ન્યાયપંચ પાસે જાય તો ન્યાયાધીશોએ અદલ ન્યાયચુકાદો આપવો: તેમણે નિર્દોષ વ્યક્તિને નિર્દોષ જાહેર કરવી, પણ ગુનેગારને સજા કરવી.


પણ અન્યાય કરનાર પ્રત્યેકને તેનાં દુષ્ટ કાર્યોનો બદલો મળશે, કારણ, ઈશ્વર દરેકનો ન્યાય સમાન ધોરણે કરે છે.


એને બદલે, ઈશ્વર અમારી મારફતે જે જણાવવા માગે છે તે જ અમે જણાવીએ છીએ. કારણ, તેમણે અમને પસંદ કરીને શુભસંદેશ જાહેર કરવાનું કાર્ય સોંપ્યું છે. અમે માણસોની ખુશામત કરવા માગતા નથી. પણ અમારા ઈરાદા પારખનાર ઈશ્વરને અમે પ્રસન્‍ન કરીએ છીએ.


પણ જો તમે બાહ્ય દેખાવ પ્રમાણે માણસો સાથે વર્તાવ કરો તો તમે પાપથી દોષિત છો અને એ નિયમ તમને નિયમ તોડનાર તરીકે દોષિત ઠરાવે છે.


તમે ઈશ્વરને પિતા તરીકે સંબોધીને પ્રાર્થના કરો છો. તે બધા માણસોનો ન્યાય સમાન ધોરણે, દરેકનાં કાર્યો પ્રમાણે કરશે. આથી પૃથ્વી પરનું તમારું બાકીનું જીવન ઈશ્વરનો ડર રાખીને જીવો.


પણ પ્રભુએ તેને કહ્યું, “તેની ઊંચાઈ કે સુંદરતા તરફ ધ્યાન ન આપ. મેં તેનો નકાર કર્યો છે. કારણ, હું માણસની જેમ પસંદગી કરતો નથી. માણસો બહારના દેખાવ તરફ જુએ છે, પણ હું હૃદય તરફ જોઉં છું.”


કોઈ માણસ બીજા માણસ વિરુદ્ધ પાપ કરે, તો ઈશ્વર તેને માટે હિમાયત કરી શકે, પણ કોઈ માણસ પ્રભુની વિરુદ્ધ પાપ કરે તો તેની હિમાયત કોણ કરશે?” પણ તેમણે તેમના પિતાનું સાંભળ્યું નહિ. કારણ, પ્રભુએ તેમને મારી નાખવાનો નિર્ધાર કર્યો હતો.


Lean sinn:

Sanasan


Sanasan