પુનર્નિયમ 1:1 - પવિત્ર બાઇબલ C.L.1 ઇઝરાયલીઓ યર્દન નદીની પૂર્વે રણપ્રદેશમાં હતા ત્યારે મોશેએ તેમને સંબોધેલાં કથનો આ પુસ્તકમાં છે. તેઓ સૂફની સામેના યર્દનના ખીણપ્રદેશ અરાબામાં હતા. તેમની એક તરફ પારાન અને બીજી તરફ તોફેલ, લાબાન, હાસેરોથ તથા દીઝાહાબ નગરો હતાં. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 જે વચનો મૂસાએ યર્દન પાર અરણ્યમાં, સૂફ [સમુદ્ર] સામેના અરાબામાં, પારાન તથા તોફેલ તથા લાબાન તથા હસેરોથ તથા દી-ઝાહાબ તેઓની વચમાં સર્વ ઇઝરાયલી લોકોને કહી સંભળાવ્યાં તે નીચે પ્રમાણે છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 યર્દન પાર અરણ્યમાં, સૂફ સમુદ્રની સામેના અરાબાની ખીણ પ્રદેશમાં, પારાન, તોફેલ, લાબાન, હસેરોથ તથા દી-ઝાહાબ તેઓની નગરો આવેલાં હતા ત્યાં જે વચનો મૂસાએ ઇઝરાયલપુત્રોને કહી સંભળાવ્યાં તે નીચે મુજબ છે. Faic an caibideilપવિત્ર બાઈબલ1 જયારે સર્વ ઇસ્રાએલી પ્રજા યર્દન નદીને પૂવેર્ આવેલા મોઆબના રણ પ્રદેશમાં હતી, મૂસાએ તે લોકોને જે વચનો કહ્યાં હતાં તે આ પ્રમાંણે છે, તે વખતે તેઓ યર્દનકાંઠામાં સૂફની સામે હતા. તેમની એક તરફ પારાનનું રણ આવેલું હતું અને બીજી તરફ તોફેલ, લાબાન, હસેરોથ અને દીઝાહાબ આવેલાં હતાં. Faic an caibideil |
પ્રભુની આજ્ઞા પ્રમાણે મોશેએ પારાનના રણપ્રદેશમાંથી નીચેના આગેવાનોને મોકલી આપ્યા: કુળ કુટુંબનો આગેવાન રૂબેન ઝાક્કૂરનો પુત્રશામ્મૂઆ શિમયોન હોરીનો પુત્ર શાફાટ યહૂદા યફૂન્નેહનો પુત્ર કાલેબ ઇસ્સાખાર યોસેફનો પુત્ર ઇગાલ યોસેફ- એફ્રાઈમ નૂનનો પુત્ર હોશિયા બિન્યામીન રાફુનો પુત્ર પાલ્ટી ઝબૂલુન p સોદીનો પુત્ર ગાદ્દીએલ યોસેફ- મનાશ્શા સૂસીનો પુત્ર ગાદી દાન ગમાલ્લીનો પુત્ર આમ્મીએલ આશેર મિખાએલનો પુત્ર સથૂર નાફતાલી વોફસીનો પુત્ર નાહબી ગાદ માખીનો પુત્ર ગેઉએલ