Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




દાનિયેલ 9:3 - પવિત્ર બાઇબલ C.L.

3 મેં ઉપવાસ સહિત તાટ પહેરીને અને રાખમાં બેસીને પ્રભુ ઈશ્વરને આગ્રહપૂર્વક વિનંતી કરી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 હું ઉપવાસ કરીને, ટાટ ઓઢીને તથા રાખ ચોળીને પ્રાર્થના તથા વિનંતીઓ કરીને શોધન કરવાને મારું મુખ પ્રભુ ઈશ્વર તરફ રાખી રહ્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 પછી મેં ઉપવાસ કરીને, ટાટ પહેરીને, રાખના ઢગલા પર બેસીને, પ્રાર્થના તથા વિનંતીઓ કરીને તેમને શોધવાને મારું મુખ પ્રભુ ઈશ્વર તરફ ફેરવ્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 પછી હું ગંભીરતાથી દેવ તરફ પ્રાર્થના સાથે જાણવા માટે વળ્યો, અને ઉપવાસ કરીને, ટાટ પહેરીને અને રાખના ઢગલા પર બેસીને, મેં સાચા હૃદયથી દેવ મારા માલિકની પ્રાર્થના કરી.

Faic an caibideil Dèan lethbhreac




દાનિયેલ 9:3
30 Iomraidhean Croise  

બાળક સાજું થાય તે માટે દાવિદે ઈશ્વરને પ્રાર્થના કરી. તેણે કંઈ પણ ખાવાનો ઇનકાર કર્યો. તે રાત્રે પોતાની ઓરડીમાં જતો અને જમીન પર પડી રહીને રાત પસાર કરતો.


ત્યાર પછી તે ઈશ્વરના મંદિર આગળથી ઊઠીને એલ્યાશીબના પુત્ર યહોહાનાનના નિવાસખંડમાં ગયો. ત્યાં તેણે દેશ- નિકાલમાંથી આવેલા ઇઝરાયલીઓના પાપને લીધે શોક કર્યો. તેણે કંઈ ખાધુંપીધું નહિ.


મેં આહવાની નહેર પાસે સૌને ઉપવાસ કરવા અનુરોધ કર્યો. અમારી મુસાફરીમાં ઈશ્વર અમને સીધો રસ્તો બતાવે અને અમારું, અમારાં બાળકોનું તથા અમારા માલસામાનનું રક્ષણ કરે તે માટે ઈશ્વર સમક્ષ નમ્ર બનીને સૌ પ્રાર્થના કરે એમ જણાવ્યું.


સાંજનાં બલિદાનના સમયે ફાટેલાં વસ્ત્ર અને ઝભ્ભામાં જ શોકમાં ને શોકમાં મેં પ્રાર્થનામાં ધૂંટણિયે પડીને મારા ઈશ્વર પ્રભુ તરફ મારા હાથ પ્રસાર્યા.


એ જ માસની ચોવીસમી તારીખે ઇઝરાયલી લોકો પોતાનાં પાપનું દુ:ખ વ્યક્ત કરવા ઉપવાસ કરીને ભેગા થયા. શોકની નિશાની તરીકે તેમણે તાટનાં વસ્ત્ર પહેર્યાં હતાં અને પોતાના માથા પર ધૂળ નાખી હતી.


“જાઓ, સૂસાના બધા યહૂદીઓને એકત્ર કરો અને આજથી તમે બધા મારે માટે ઉપવાસ કરો. ત્રણ દિવસ સુધી રાત કે દિવસ કંઈ ખાશો કે પીશો નહિ. હું તથા મારી તહેનાતમાં રહેતી યુવતીઓ પણ તેમ જ કરીશું. તે પછી કાયદાથી વિરુદ્ધ હોવા છતાં હું રાજાને મળવા જઈશ. એમ કરવા જતાં મારું મૃત્યુ થાય તો તે પણ હું સ્વીકારી લઈશ.”


તેથી મારા શબ્દોને લીધે મને મારા પર નફરત થાય છે, અને ધૂળ તથા રાખમાં બેસીને શોક કરું છું.”


પરંતુ તેઓ માંદા પડતા ત્યારે હું શોકમાં કંતાન ઓઢતો, ઉપવાસથી મારા જીવને કષ્ટ આપતો, અને માથું ખોળામાં ઢાળીને પ્રાર્થના કર્યા કરતો.


તે દિવસે સર્વસમર્થ પ્રભુ પરમેશ્વરે તમને રડવા તથા વિલાપ કરવા અને માથું મુંડાવવા તથા તાટ પહેરવા બોલાવ્યા.


તે કહે છે, “મને પોકાર કર, એટલે હું તને ઉત્તર આપીશ અને જે મહાન અને ગહન બાબતો વિષે તું કશું જાણતો નથી તે હું તને પ્રગટ કરીશ.


પ્રભુ પરમેશ્વર કહે છે, “હું ઇઝરાયલીઓની સહાય માટેની મને કરેલી વિનંતી માન્ય રાખીશ અને હું ઘેટાંના ટોળાની જેમ તેમના વંશની વૃદ્ધિ કરીશ.


ફરમાન પર રાજાની સહી થઈ ગઈ છે એની જાણ થતાં દાનિયેલ ઘેર ગયો. તેના ઘરના ઉપલા માળે ઓરડાની બારીઓ યરુશાલેમ તરફ ખુલતી હતી. તે પહેલાં નિયમિત રીતે કરતો હતો તેમ ખુલ્લી બારીઓ આગળ ધૂંટણિયે પડીને તેણે ત્રણવાર ઈશ્વરને પ્રાર્થના કરી.


તેના રાજ્યકાળના પ્રથમ વર્ષે હું ધર્મશાસ્ત્રનો અભ્યાસ કરતો હતો અને પ્રભુએ યર્મિયા સંદેશવાહકને જણાવ્યું હતું તે પ્રમાણે યરુશાલેમ સિત્તેર વર્ષ સુધી ખંડિયેર હાલતમાં રહેશે એ વિષે વિચારતો હતો.


હું પ્રાર્થના કરતો હતો અને મારાં તથા મારા લોક ઇઝરાયલીઓનાં પાપ કબૂલ કરતો હતો. વળી, પ્રભુ મારા ઈશ્વરને તેમના પવિત્ર મંદિરના પુનરોદ્ધાર માટે વિનંતી કરતો હતો.


મેં પ્રભુ મારા ઈશ્વરને પ્રાર્થના કરી અને મારા લોકનાં પાપની કબૂલાત કરી. મેં કહ્યું, “હે પ્રભુ ઈશ્વર, તમે મહાન છો અને અમે તમારું સન્માન કરીએ છીએ. તમે તમારા કરાર વિષે વિશ્વાસુ છો અને તમારા પર પ્રેમ કરનાર અને તમારી આજ્ઞાઓનું પાલન કરનાર સૌ પર તમારો અખંડ પ્રેમ દર્શાવો છો.


હે વેદીઓ આગળ સેવા કરનારા યજ્ઞકારો, કંતાન પહેરીને વિલાપ કરો! મંદિરમાં જઈને આખી રાત રુદન કરો! તમારા ઈશ્વરને અર્પણ કરવા માટે કંઈ ધાન્ય કે દ્રાક્ષાસવ રહ્યાં નથી.


પ્રભુ કહે છે, “હજી પણ તમે ખરા દિલથી તમારા પાપથી પાછા ફરો અને ઉપવાસ, વિલાપ અને રુદન સાથે મારી તરફ ફરો.


નિનવેના લોકોએ પ્રભુનો સંદેશ માન્યો. તેમણે જાહેરાત કરી કે નાનાંમોટાં સૌએ ઉપવાસ કરવો અને કંતાન ઓઢીને પશ્ર્વાતાપ દાખવવો.


[ફક્ત પ્રાર્થના અને ઉપવાસથી જ આ પ્રકારના દુષ્ટાત્માને કાઢી શકાય છે; બીજા કશાથી નહિ.]


તે કદી મંદિર છોડીને જતી નહિ, પણ રાત-દિવસ ઉપવાસ અને પ્રાર્થના કરતાં ઈશ્વરની ભક્તિ કરતી હતી.


કર્નેલ્યસે કહ્યું, “ત્રણ દિવસ પહેલાં લગભગ આ જ સમયે બપોરે ત્રણ વાગ્યે હું મારા ઘરમાં પ્રાર્થના કરતો હતો. એકાએક ચળક્તાં વસ્ત્રો પહેરેલો એક માણસ મારી સમક્ષ ઊભો રહ્યો.


Lean sinn:

Sanasan


Sanasan