Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




દાનિયેલ 9:23 - પવિત્ર બાઇબલ C.L.

23 ઈશ્વરે તારી પ્રાર્થના સાંભળી છે. તું ઈશ્વરને પ્રિય હોવાથી હું તેનો જવાબ લઈને આવ્યો છું. હવે હું તને દર્શન સમજાવીશ; તું તે ધ્યનથી સાંભળ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 તેં વિનંતી કરવા માંડી તે વખતે પ્રભુની આજ્ઞા થઈ તેથી તને માહિતી આપવા માટે હું આવ્યો છું; કેમ કે તું અતિ પ્રિય છે; માટે તું આ વાતનો વિચાર કર, ને સંદર્શન સમજ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 તે દયા માટે વિનંતી કરવા માંડી, ત્યારે આજ્ઞા થઈ તેથી હું જવાબ આપવા આવ્યો છું, કેમ કે તું અતિ પ્રિય છે. માટે તું આ વાતનો વિચાર કર અને પ્રગટીકરણ સમજ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

23 તેઁ પ્રાર્થના કરવાનું શરૂ કર્યું એ જ ક્ષણે યહોવાએ તેનો ઉત્તર આપ્યો અને તે ઉત્તર તને કહેવા માટે હું અહીં આવ્યો છું. કારણકે દેવ તને પુષ્કળ ચાહે છે. હવે તું સાંભળ, અને તેઁ જોયેલા સંદર્શનનો અર્થ સમજવાનો પ્રયત્ન કર!

Faic an caibideil Dèan lethbhreac




દાનિયેલ 9:23
12 Iomraidhean Croise  

પછી યશાયાએ હિઝકિયાને સંદેશો મોકલ્યો કે રાજાની પ્રાર્થનાના પ્રત્યુત્તરમાં


પ્રભુ દુષ્ટોનાં બલિદાનોને ધિક્કારે છે, પરંતુ સદાચારી પર માત્ર તેની પ્રાર્થનાથી પ્રસન્‍ન થાય છે.


હું મારા પ્રીતમની છું, તેની મરજી મારા ભણી વળેલી છે.


એ સમયે એ દેશમાં નૂહ, દાનિયેલ અને યોબ એ ત્રણ માણસો હોય તો પણ પોતાના સદાચરણથી ફક્ત પોતાની જ જિંદગી બચાવી શકશે. હું પ્રભુ પરમેશ્વર એ કહું છું.


“હે મનુષ્યપુત્ર, હું તારી પ્રિયતમાને એક સપાટે છીનવી લેનાર છું. તોપણ તારે શોક કે વિલાપ કરવાનો નથી કે આંસુ સારવાનાં નથી.


તારા શત્રુઓ તારી ધનસંપત્તિ લૂંટી લેશે, તારી માલમતા છીનવી લેશે. તેઓ તારો કોટ તોડી પાડશે અને તારાં ભવ્ય મકાનોનો નાશ કરશે. તેઓ તારાં પથ્થરો, લાકડાં અને માટી ઉપાડીને દરિયામાં નાખી દેશે.


ઇરાનના રાજા કોરેશના અમલના ત્રીજા વર્ષમાં દાનિયેલ એટલે બેલ્ટશાસ્સારને એક સંદેશનું પ્રકટીકરણ આપવામાં આવ્યું. સંદેશો સત્ય હતો, પણ તે સમજવામાં ખૂબ જ મુશ્કેલ હતો. તે તેને દર્શનમાં સમજાવવામાં આવ્યો.


તેણે કહ્યું, “તું ઈશ્વરને પ્રિય છે; તેથી કશાની ચિંતા કરીશ નહિ, અથવા કશાથી ગભરાઈશ નહિ.” તેણે એવું કહ્યું એટલે મારામાં વધુ બળ આવ્યું અને મેં કહ્યું, “સાહેબ, હવે તમારો સંદેશ જણાવો; કારણ, તમે મને બળ આપ્યું છે.”


રાજ્યપાલો અને પોતાના બે સાથી અધિકારીઓ કરતાં દાનિયેલનું કાર્ય વિશેષ સારું હતું. તે સૌથી વિશેષ કાબેલ હોવાથી રાજા તેને સમસ્ત સામ્રાજ્યનો અધિકારી બનાવવા વિચારતો હતો.


સંદેશવાહક દાનિયેલે જે ઘૃણાસ્પદ વિનાશક વિષે જણાવ્યું છે તેને તમે પવિત્ર જગ્યાએ ઊભો રહેલો જોશો. [વાચકે તેનો અર્થ સમજી લેવો] .


દૂતે તેની પાસે આવીને કહ્યું, “તને શાંતિ હો! ઈશ્વર તારી સાથે છે. અને તેમણે તને ઘણી જ આશિષ આપી છે!”


Lean sinn:

Sanasan


Sanasan