Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




દાનિયેલ 9:21 - પવિત્ર બાઇબલ C.L.

21 હું પ્રાર્થના કરતો હતો તેવામાં ગાબ્રિયેલ જેને મેં અગાઉના સંદર્શનમાં જોયો હતો, તે ઝડપથી ઊડીને મારી પાસે આવ્યો. એ તો સાંજનું અર્પણ ચડાવવાનો સમય હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 હા, હું પ્રાર્થના કરતો હતો તે દરમિયાન ગાબ્રિયેલ એટલે જે માણસને મેં સંદર્શનમાં પ્રથમ જોયો હતો, તેણે [પ્રભુની] આજ્ઞાથી વેગે ઊડી આવીને આશરે સાંજના અર્પણની વેળાએ મને સ્પર્શ કર્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 હું પ્રાર્થના કરતો હતો ત્યારે, ગાબ્રિયેલ જેને મેં પ્રથમ સંદર્શનમાં જોયો હતો, તે સાંજના અર્પણના સમયે ઝડપથી મારી તરફ ઊડી આવ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

21 તે જ સમયે ગાબ્રિયેલ જેને મેં અગાઉના સંદર્શનમાં જોયો હતો, તે સાંજના અર્પણના સમયે ઝડપથી મારી તરફ ઊડી આવ્યો.

Faic an caibideil Dèan lethbhreac




દાનિયેલ 9:21
27 Iomraidhean Croise  

બપોર વીતી ગયા અને છેક સંયાબલિનો સમય થવા આવ્યો ત્યાં સુધી તેમણે બૂમબરાડા પાડી લવારો કર્યા કર્યો; પણ કંઈ અવાજ સંભળાયો નહિ કે કોઈ જવાબ મળ્યો નહિ, એક શબ્દ પણ સંભળાયો નહિ.


સંયાબલિના સમયે એલિયા સંદેશવાહકે વેદી નજીક જઈને પ્રાર્થના કરી, “હે અબ્રાહામ, ઇસ્હાક અને યાકોબના ઈશ્વર યાહવે, તમે ઇઝરાયલના ઈશ્વર છો અને હું તમારો સેવક છું અને તમારી આજ્ઞા પ્રમાણે મેં આ બધું કર્યું છે એની પ્રતીતિ કરાવો.


પ્રભુની આજ્ઞાનો અમલ કરનારા અને તેમની વાણી પ્રત્યે લક્ષ દેનારા શક્તિશાળી અને પરાક્રમી દૂતો, પ્રભુનું સ્તવન કરો.


તમે પવનોને તમારા સંદેશકો બનાવો છો, અને અગ્નિજ્વાળાઓને તમારા સેવકો તરીકે ઉપયોગ કરો છો.


મારી પ્રાર્થનાને તમારી સંમુખ ધૂપ સમાન અને મારા પ્રસારેલા હાથોને સંયાકાળના અર્પણ સમાન સ્વીકારો.


એક હલવાન સવારે અને બીજું સાંજે ચડાવવું.


તેમની આસપાસ સરાફો ઊભા હતા. તેઓમાંના દરેકને છ પાંખો હતી; બે પાંખોથી તેઓ પોતાનું મુખ ઢાંક્તાં, બેથી પોતાના પગ ઢાંક્તા અને બેથી તે ઊડતા.


દરેક પ્રાણીની બે પાંખો ઉપરની બાજુએ ફેલાયેલી હતી અને તે પોતાની નજીકના પ્રાણીની પાંખને સ્પર્શતી હતી જ્યારે બાકીની બે પાંખો શરીરને ઢાંક્તી હતી.


એ પ્રાણીઓ વીજળીના ચમકારાની જેમ આગળ દોડતાં ને પાછાં આવતાં હતાં.


એ સમયે એ દેશમાં નૂહ, દાનિયેલ અને યોબ એ ત્રણ માણસો હોય તો પણ પોતાના સદાચરણથી ફક્ત પોતાની જ જિંદગી બચાવી શકશે. હું પ્રભુ પરમેશ્વર એ કહું છું.


પછી કોઈએક હાથે મને મારા ધ્રૂજતા હાથ અને ધૂંટણો પર ઊભો કર્યો.


ત્યારે માનવસ્વરૂપના પેલા દૂતે પોતાનો હાથ લાંબો કરીને મારા હોઠને સ્પર્શ કર્યો. મેં તેને કહ્યું, “સાહેબ, દર્શનને કારણે મારામાં કંઈ શક્તિ રહી નથી અને હું ધ્રૂજ્યા કરું છું.


તેણે મને ફરીથી સ્પર્શ કર્યો એટલે મારામાં શક્તિ આવી.


મેં ઉલાય નદી તરફથી એક વાણી પોકારતી સાંભળી. “હે ગાબ્રિયેલ, દાનિયેલે જે જોયું છે તેનો તેને અર્થ સમજાવ.”


તે વાત કરી રહ્યો હતો તેવામાં હું બેભાન બની જમીન પર ઢળી પડયો. પણ તેણે મને પકડીને મારા પગ પર ઊભો કર્યો.


લગભગ ત્રણ વાગે ઈસુએ મોટે ઘાંટે બૂમ પાડી, એલી, એલી, લામા સાબાખ્થાની અર્થાત્ મારા ઈશ્વર, મારા ઈશ્વર, તમે મને કેમ ત્યજી દીધો છે?


દૂતે જવાબ આપ્યો, “હું ગાબ્રીએલ છું. હું ઈશ્વરની સમક્ષ ઊભો રહું છું, અને તેમણે મને તારી સાથે વાત કરવા તેમજ આ ખુશખબર જણાવવા મોકલ્યો છે.


એલીસાબેતને છઠ્ઠો મહિનો જતો હતો, ત્યારે ઈશ્વરે ગાલીલ પ્રાંતના નાઝારેથ નામે એક ગામમાં ગાબ્રીએલ દૂતને એક કુંવારી કન્યા પાસે સંદેશો લઈને મોકલ્યો.


એકવાર બપોરે ત્રણ વાગ્યે તેને સંદર્શન થયું. તેમાં તેણે સ્પષ્ટ રીતે ઈશ્વરના દૂતને તેની પાસે આવીને “કર્નેલ્યસ!” એમ કહેતો જોયો.


બીજે દિવસે તેઓ ચાલતાં ચાલતાં જોપ્પા નજીક આવી પહોંચ્યા, ત્યારે પિતર લગભગ બપોરે ઘરના ધાબા પર પ્રાર્થના કરવા માટે ગયો હતો.


એકાએક પ્રભુનો એક દૂત ત્યાં આવીને ઊભો રહ્યો. દૂતે પિતરને પડખામાં મારીને જગાડયો અને કહ્યું, “જલદી ઊઠ!” પિતરના હાથ પરની સાંકળો તરત જ નીકળી પડી.


એક દિવસ પિતર તથા યોહાન બપોરે ત્રણ વાગે પ્રાર્થનાના સમયે મંદિરમાં જતા હતા.


તો પછી દૂતો કોણ છે? તેઓ તો ઈશ્વરની સેવા કરનાર આત્માઓ છે અને ઈશ્વરે તેમને ઉદ્ધાર મેળવનારાઓની સેવા કરવા મોકલી આપ્યા છે.


દૂતો વિષે તો ઈશ્વરે આમ કહ્યું હતું: “ઈશ્વર પોતાના દૂતોને વાયુરૂપ અને પોતાના સેવકોને અગ્નિની જવાળારૂપ બનાવે છે.”


મારા સંદર્શનમાં જોયેલા ઘોડા અને તેના સવાર આવા હતા. તેમની છાતીનાં બખ્તર અંગારા જેવાં લાલ, નીલમણિ જેવાં વાદળી અને ગંધક જેવાં પીળાં હતાં. ઘોડાનાં માથાં સિંહનાં માથાં જેવાં હતાં. અને તેમના મુખમાંથી અગ્નિ, ધૂમાડો અને ગંધક નીકળતાં હતાં.


Lean sinn:

Sanasan


Sanasan