Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




દાનિયેલ 9:2 - પવિત્ર બાઇબલ C.L.

2 તેના રાજ્યકાળના પ્રથમ વર્ષે હું ધર્મશાસ્ત્રનો અભ્યાસ કરતો હતો અને પ્રભુએ યર્મિયા સંદેશવાહકને જણાવ્યું હતું તે પ્રમાણે યરુશાલેમ સિત્તેર વર્ષ સુધી ખંડિયેર હાલતમાં રહેશે એ વિષે વિચારતો હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 તેની કારકિર્દીના પહેલા વર્ષમાં હું દાનિયેલ, યહોવાની વાણી યર્મિયા પ્રબોધકની પાસે આવી હતી તે પ્રમાણે, યરુશાલેમની પાયમાલી થતાં સુધીની મુદતનાં સિત્તેર વર્ષો વિષેની ગણતરી [પવિત્ર] શાસ્ત્ર પરથી સમજ્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 તેની કારકિર્દીના પ્રથમ વર્ષમાં હું દાનિયેલ, ‘યહોવાહનું વચન જે યર્મિયા પ્રબોધકની પાસે આવી હતી’ તે પુસ્તકોનો અભ્યાસ કરતો હતો. તેમાંથી હું યરુશાલેમની પાયમાલીના અંતનાં સિતેર વર્ષો વિષેની ગણતરી પવિત્રશાસ્ત્ર પરથી સમજ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 તેની કારકિદીર્ના પ્રથમ વર્ષમાં; હું દાનિયેલ, યહોવાની વાણી યર્મિયા પ્રબોધકની પાસે આવી હતી, તે પ્રમાણે યરૂશાલેમ 70 વર્ષ સુધી ખંઢેર રહેશે. તે ઉપરથી તે 70 વર્ષનો વિચાર પવિત્રશાસ્ત્ર પરથી સમજ્યો.

Faic an caibideil Dèan lethbhreac




દાનિયેલ 9:2
32 Iomraidhean Croise  

અને એમ પ્રભુએ યર્મિયા સંદેશવાહક દ્વારા ભાખેલું ભવિષ્ય પૂરું થયું: “દેશ માટે પાળવામાં નહિ આવેલ સાબ્બાથોની સરભર કરવા માટે દેશ સિત્તેર વર્ષ ઉજ્જડ રહીને તેટલો વિશ્રામ ભોગવશે.”


યર્મિયા સંદેશવાહક દ્વારા પ્રભુએ પ્રગટ કરેલો સંદેશ પૂર્ણ થાય તે માટે ઇરાનના સમ્રાટ કોરેશે પોતાના અમલના પ્રથમ વર્ષે પ્રભુની પ્રેરણા પ્રમાણે પોતાના સામ્રાજ્યમાં એક લેખિત આદેશ બહાર પાડયો અને તેની જાહેરાત કરાવી.


તમારા આદેશો મારો આનંદ છે; તેઓ મારા સલાહકારો છે.


તમારાં પવિત્ર શહેરો રણ જેવાં બની ગયાં છે. સિયોન પણ વેરાન છે; યરુશાલેમ ઉજ્જડ બન્યું છે.


આ યર્મિયાના સંદેશા છે. તે યજ્ઞકાર કુટુંબના હિલ્કિયાનો પુત્ર હતો અને બિન્યામીનના કુળપ્રદેશના અનાથોથ નગરમાં વસતો હતો.


યરુશાલેમ અને યહૂદિયાનાં બધાં નગરો, તેમના રાજવીઓ અને અધિકારીઓને મેં તે પીવડાવ્યો જેથી તેઓ વેરાન થઈને લોકોની દષ્ટિમાં ભયાનક, આઘાતજનક અને શાપરૂપ બની જાય અને આજે પણ તેઓ એવા જ છે.


“યહૂદિયાના રાજા હિઝકિયાના સમયમાં મોરેસેથનો મીખા નામે સંદેશવાહક પ્રભુનો સંદેશ પ્રગટ કરતો હતો. તેણે યહૂદિયાના સર્વ લોકોને આમ કહ્યું હતું, ‘સેનાધિપતિ પ્રભુ આ પ્રમાણે કહે છે; સિયોન નગરને ખેતરની માફક ખેડવામાં આવશે. યરુશાલેમમાં ખંડેરના ઢગલા થઇ જશે, અને મંદિરનો પર્વત જંગલ બની જશે.”


તો હું પવિત્રસ્થાન શિલોહ જેવી આ મંદિરની દુર્દશા કરીશ અને પૃથ્વીની બધી પ્રજાઓની દષ્ટિમાં આ નગરને શાપિત કરીશ.”


બધા દેશો તેને, તેના પુત્રને તથા પૌત્રને આધીન રહેશે. પરંતુ નિયત સમયે બેબિલોન દેશનું પણ પતન થશે, અને તે ઘણા દેશો અને શક્તિશાળી રાજાઓની સેવા કરશે.


પ્રભુ આ પ્રમાણે કહે છે, બેબિલોનનાં સિત્તેર વર્ષ પૂરાં થયા પછી જ હું તમારી ખબર લઈશ અને તમને આ સ્થળે પાછા લાવવાનું મારું ઉત્તમ વચન હું પૂરું કરીશ.


હું યહૂદિયાનાં નગરોમાંથી અને યરુશાલેમની શેરીઓમાંથી આનંદ અને હર્ષના અવાજો તથા વર અને કન્યાનો કિલ્લોલ બંધ કરી દઈશ, અને સમગ્ર દેશ ઉજ્જડ થઈ જશે.”


એક સમયે યરુશાલેમમાં ભરચક વસ્તી હતી, પણ અત્યારે તે સાવ નિર્જન બની ગયું છે. એક સમયની અગ્રગણ્ય મહાનગરી આજે વિધવા થઈ બેઠી છે. પ્રાંતોમાં જે રાણી જેવી હતી, તે હવે ગુલામડી બની ગઈ છે.


કોઈ માણસ કે કોઈ પશુ ત્યાં ફરકશે નહિ. ચાળીસ વર્ષ સુધી તેમાં વસવાટ થશે નહિ.


મેં ઉપવાસ સહિત તાટ પહેરીને અને રાખમાં બેસીને પ્રભુ ઈશ્વરને આગ્રહપૂર્વક વિનંતી કરી.


એ માટે તમારે લીધે સિયોન ખેતરની માફક ખેડાશે, યરુશાલેમ ખંડિયેર બની જશે અને મંદિરનો પર્વત જંગલ જેવો બની જશે.


પછી દૂતે કહ્યું, “સર્વસમર્થ પ્રભુ, તમે આ સત્તર વર્ષથી યરુશાલેમ અને યહૂદિયાનાં નગરો પર કોપાયમાન થયા છો. તેમના પર દયા દર્શાવવાને હજી કેટલો સમય લાગશે?”


સંદેશવાહક દાનિયેલે જે ઘૃણાસ્પદ વિનાશક વિષે જણાવ્યું છે તેને તમે પવિત્ર જગ્યાએ ઊભો રહેલો જોશો. [વાચકે તેનો અર્થ સમજી લેવો] .


“અતિ ઘૃણાસ્પદ વિનાશકને (વાચકે તેનો અર્થ સમજી લેવો) તેને માટે ઘટારત નથી એ સ્થાનમાં ઊભેલો જુઓ, ત્યારે જેઓ યહૂદિયામાં હોય તેમણે ડુંગરોમાં નાસી જવું.


અધિકારીએ ફિલિપને પૂછયું, “સંદેશવાહક આ બધું કોને વિષે કહે છે? પોતાને વિષે કે બીજા કોઈને વિષે?”


હું આવું ત્યાં સુધી તારો સમય જાહેર શાસ્ત્રવાચન પર અને ઉપદેશ તથા શિક્ષણ આપવામાં ગાળજે.


આ પુસ્તક વાંચનારને તથા તેમાંનાં ભવિષ્યકથનો સાંભળનારને અને તેમાં જે લખેલું છે તેનું પાલન કરનારને ધન્ય છે. કારણ, એ બધું બનવાનો સમય પાસે આવી પહોંચ્યો છે.


Lean sinn:

Sanasan


Sanasan