દાનિયેલ 9:18 - પવિત્ર બાઇબલ C.L.18 હે ઈશ્વર, અમારું સાંભળો. અમારા તરફ દષ્ટિ કરો અને અમારું દુ:ખ તેમજ તમારા નામથી ઓળખાતા શહેરની દુર્દશા જુઓ. અમારાં કોઈ સત્કર્મોને લીધે નહિ, પણ તમારી દયાને આધારે અમે તમને વિનંતી કરીએ છીએ. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 હે મારા ઈશ્વર, તમે કાન ધરીને સાંભળો. તમારી આંખો ઉઘાડીને અમારી પાયમાલી પર તથા તમારે નામે ઓળખાતા નગર પર નજર કરો; કેમ કે અમે અમારી અરજો અમારાં પોતાનાં ન્યાયી કૃત્યોને લીધે તો નહિ, પણ તમારી મોટી દયાને લીધે તમારી આગળ રજૂ કરીએ છીએ. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 હે મારા ઈશ્વર, કાન દઈને અમારી વિનંતી સાંભળો, તમારી આંખ ઉઘાડીને અમારા ઉપર નજર કરો. અમારો વિનાશ થયો છે; તમારા નામે ઓળખાતાં નગર તરફ જુઓ. અમે તમારી સહાય અમારા ન્યાયીપણાને લીધે નહિ, પણ તમારી મોટી દયાને કારણે માગીએ છીએ. Faic an caibideilપવિત્ર બાઈબલ18 હે મારા દેવ, મારી અરજ તમારા કાને ધરો, ને સાંભળો અને આંખ ઉઘાડીને અમારી તારાજી ઉપર નજર કરો. અને તમારા નામે ઓળખાતી નગરી તરફ જુઓ, કારણ, અમે અમારા પુણ્યને બળે નહિ પણ તમારી અપાર કરુણાને બળે તમને વિનવણી કરીએ છીએ. Faic an caibideil |