Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




દાનિયેલ 9:17 - પવિત્ર બાઇબલ C.L.

17 હે ઈશ્વર, મારી પ્રાર્થના અને મારી આજીજી સાંભળો. તમે જ ઈશ્વર છો એવું સૌ કોઈ જાણે માટે તમારા પાડી નંખાયેલા મંદિરનો પુનરોદ્ધાર કરો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 માટે હવે હે અમારા ઈશ્વર, તમારા સેવકની પ્રાર્થના તથા તેની વિનંતીઓ સાંભળીને તમારા પાયમાલ થયેલા પવિત્રસ્થાન ઉપર, પ્રભુની ખાતર, તમારી કૃપાદષ્ટિ પડવા દો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 હવે, હે અમારા પ્રભુ ઈશ્વર, તમારા સેવકની પ્રાર્થના સાંભળો અને દયા માટેની અમારી વિનંતી પર કાન ધરો; તમારા ઉજ્જડ થયેલા પવિત્રસ્થાન પર, આપના નામની ખાતર, તમારું મુખ પ્રકાશિત કરો.,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

17 “માટે હવે હે અમારા યહોવા, તમારા સેવકની આજીજી સાંભળો, તેમની વિનવણી ઉપર ધ્યાન આપો અને તમારા પોતાને માટે વિલંબ ન કરો. હે યહોવા, તમારા ખંઢેર બનેલા મંદિર ઉપર તમારી કૃપાદ્રષ્ટિ કરો.

Faic an caibideil Dèan lethbhreac




દાનિયેલ 9:17
20 Iomraidhean Croise  

હે પ્રભુ, મારા ઈશ્વર, હું તમારો સેવક છું. મારી પ્રાર્થના સાંભળો અને મારી આજની અરજો પૂરી કરો.


હે પ્રભુ, મારા તરફ જુઓ અને મારી પ્રાર્થના સાંભળો. કારણ, તમારા સેવકો એટલે ઇઝરાયલી પ્રજા માટે હું રાતદિવસ પ્રાર્થના કરું છું. હું કબૂલ કરું છું કે અમે ઇઝરાયલી લોકોએ પાપ કર્યું છે; મારા પૂર્વજોએ અને મેં પાપ કર્યું છે.


તમારા આ સેવક પર તમારા મુખનો પ્રકાશ પાડો અને તમારાં ફરમાનો મને શીખવો.


ઘણા માણસો આવી પ્રાર્થના કરે છે: “હે પ્રભુ, અમને અઢળક આશિષ આપો, હે પ્રભુ, અમારા પર તમારા માયાળુ મુખનો પ્રકાશ પાડો.”


હે ઈશ્વર, અમારા પર કૃપા કરીને અમને આશીર્વાદ આપો, તમારા માયાળુ મુખનો પ્રકાશ અમારા પર પાડો;(સેલાહ)


જેથી સર્વ પૃથ્વીવાસીઓ તમારો માર્ગ જાણે અને બધી પ્રજાઓ સમક્ષ તમારો ઉદ્ધાર પ્રગટ થાય.


અમારા શત્રુઓએ પવિત્ર મંદિરની એકેએક વસ્તુનો નાશ કર્યો છે; પૂરેપૂરા ખંડિયેર બનેલાં આ સ્થાનો તરફ તમારાં પગલાં વાળો,


હે ઇઝરાયલના પાલક, અમારું સાંભળો; યોસેફના કુળને ઘેટાંના ટોળાની પેઠે દોરનાર, કાન ધરો. હે પાંખાવાળાં પ્રાણી કરૂબ પર બિરાજનાર, તમારો પ્રકાશ પાડો.


હે સેનાધિપતિ ઈશ્વર પ્રભુ, અમને તમારી તરફ પાછા ફેરવો, અને અમારા પર તમારા માયાળુ મુખનો પ્રકાશ પાડો, એટલે અમે બચી જઈશું.


હે ઈશ્વર, અમને તમારી તરફ પાછા ફેરવો, અને અમારા પર તમારા માયાળુ મુખનો પ્રકાશ પાડો, એટલે અમે બચી જઈશું.


હે સેનાધિપતિ પ્રભુ, ક્યાં સુધી તમારો કોપ સળગતો રહેશે, અને તમે તમારી પ્રજાની પ્રાર્થનાની ઉપેક્ષા કરશો?


હે સેનાધિપતિ ઈશ્વર, અમને તમારી તરફ પાછા ફેરવો, અને અમારા પર તમારા માયાળુ મુખનો પ્રકાશ પાડો, એટલે અમે બચી જઈશું.


હું આ બધું મારે પોતાને ખાતર કરું છું. હું મારા નામને કલંક લાગવા દઈશ નહિ અને મારા મહિમામાં બીજા કોઈને ભાગીદાર થવા દઈશ નહિ.”


મારો પોકાર સાંભળવા મેં તમને બૂમ પાડી, ત્યારે તમે તે સાંભળ્યું.


કારણ, સિયોન પર્વત નિર્જન અને વેરાન થયો છે; તેનાં ખંડિયેરોમાં જંગલી શિયાળો ભટકે છે.


હે પ્રભુ, અમારું સાંભળો, હે પ્રભુ, અમને ક્ષમા કરો. હે પ્રભુ, અમારી વિનંતી પર લક્ષ આપો અને તેને માન્ય કરો, વિલંબ કરશો નહિ, એટલા માટે કે સૌ કોઈ જાણે કે તમે ઈશ્વર છો અને આ શહેર તથા આ લોક તમારાં છે.”


અત્યાર સુધી તમે મારે નામે કંઈ માગ્યું નથી; માગો, એટલે તમને મળશે, અને એમ તમારો આનંદ પરિપૂર્ણ થશે.”


કારણ, ઈશ્વરે આપેલાં સર્વ વચનોને માટે તે “હા” છે. તેથી જ આપણે ઈશ્વરના મહિમાર્થે ઈસુ ખ્રિસ્તની મારફતે “આમીન” કહીએ છીએ.


નગરને સૂર્ય કે ચંદ્રના પ્રકાશની જરૂર નથી. કારણ, ઈશ્વરનું ગૌરવ તેના પર પ્રકાશે છે અને હલવાન તે નગરનો દીવો છે.


Lean sinn:

Sanasan


Sanasan