દાનિયેલ 9:16 - પવિત્ર બાઇબલ C.L.16 તમે ભૂતકાળમાં અમારું રક્ષણ કર્યું છે, એટલે હવે યરુશાલેમ પર તમારો ક્રોધ જારી રાખશો નહિ. તે તો તમારું શહેર, તમારો પવિત્ર પર્વત છે. અમારા પાપને લીધે અને અમારા પૂર્વજોની દુષ્ટતાને લીધે આસપાસના દેશોના લોકો યરુશાલેમ તથા તમારા લોકો તરફ તિરસ્કારપૂર્વક જુએ છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 હે પ્રભુ, કૃપા કરીને તમારાં સર્વ ન્યાયી કૃત્યો પ્રમાણે, તમારો કોપ તથા તમારો ક્રોધ તમારા યરુશાલેમ નગર પરથી, એટલે તમારા પવિત્ર પર્વત પરથી, પાછો ફેરવો. અમારાં પાપોને લીધે તથા અમારા પિતૃઓનાં દુરાચરણને લીધે યરુશાલેમ તથા તમારા લોકો અમારી આસપાસના સર્વની નજરમાં નિંદાપાત્ર થયાં છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 હે પ્રભુ, તમારાં સર્વ ન્યાયીકૃત્યોને કારણે, તમારો ક્રોધ તથા ગુસ્સો તમારા નગર યરુશાલેમ પરથી તમારા પવિત્ર પર્વત પરથી પાછો ફેરવો. અમારાં પાપોને કારણે તથા અમારા પિતૃઓના અપરાધોને કારણે યરુશાલેમ તથા તમારા લોકો અમારી આસપાસના લોકોની નજરમાં નિંદાપાત્ર બન્યા છે. Faic an caibideilપવિત્ર બાઈબલ16 હે યહોવા, તમે અનેક વખત અમને ઉગાર્યા છે; તમારા ન્યાયને માટે તે રીતે હવે તમે યરૂશાલેમ ઉપરથી તમારો રોષ ઉતારી નાખો. એ તો તમારી નગરી છે, તમારો પવિત્ર પર્વત છે. અમારા પાપોને કારણે અને અમારા પિતૃઓના અપરાધોને કારણે યરૂશાલેમ અને તમારી પ્રજા આસપાસના લોકોમાં હાંસીપાત્ર બની ગયાઁ છે. Faic an caibideil |