Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




દાનિયેલ 9:13 - પવિત્ર બાઇબલ C.L.

13 મોશેના નિયમશાસ્ત્રમાં લખ્યા મુજબની જ શિક્ષા અમને થઈ છે. તેમ છતાં હે પ્રભુ, અમારા ઈશ્વર, અમે હજુ સુધી અમારાં પાપથી વિમુખ થઈને અને તમારા સત્યને અનુસરીને તમને પ્રસન્‍ન કર્યા નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 મૂસાના નિયમશાસ્ત્રમાં લખ્યા પ્રમાણે આ સર્વ વિપત્તિ અમારા પર આવી પડી છે. તોપણ અમારા અન્યાયથી ફરવા માટે, તથા તમારું સત્ય સમજવા માટે, અમે હજી સુધી અમારા પ્રભુ પરમેશ્વરની કૃપા મેળવવા માટે વિનંતી કરી નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 મૂસાના નિયમશાસ્ત્રમાં લખેલી બધી આફતો અમારા પર આવી છે, તોપણ તમારા અન્યાયોથી પાછા ફરવા માટે, તમારું સત્ય સમજવા માટે, અમે યહોવાહ તમારા ઈશ્વરની દયા માટે વિનંતી કરી નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 મૂસાના નિયમશાસ્ત્રમાં લખેલી બધી આફતો અમારા ઉપર ઊતરી છે, તેમ છતાં તમને, અમારા દેવ યહોવાને રીઝવવા અમે પ્રયત્ન કર્યો નથી; અમે પાપકૃત્યો છોડ્યાં નથી કે, અમે તમારા સત્યને માર્ગે ચાલ્યાં નથી.

Faic an caibideil Dèan lethbhreac




દાનિયેલ 9:13
35 Iomraidhean Croise  

‘તમને મારી પાસે પૂછવા મોકલનાર યહૂદિયાના રાજાને જઈને કહો કે તેં જે પુસ્તક વાંચ્યું છે તેમાં લખ્યા પ્રમાણે હું યરુશાલેમ અને તેના રહેવાસીઓ પર આફત ઉતારીશ.’


અધર્મીઓ મનમાં રોષ ભરી રાખે છે, અને ઈશ્વર તેમને શિક્ષા કરે તો પણ સહાય માટે પોકારતા નથી.


તમારા નિયમશાસ્ત્રમાંનાં અજાયબ સત્યો સમજવા માટે મારી આંખો ઉઘાડો.


મને તમારા આદેશોનો અર્થ સમજાવો, એટલે હું તમારાં અજાયબ કાર્યોનું મનન કરીશ.


તમારા જ હાથોએ મને સર્જીને ધરી રાખ્યો છે; તમારી આજ્ઞાઓ શીખવા માટે મને સમજ આપો.


હવે, હે અમારા ઉદ્ધારક ઈશ્વર, અમારી તરફ પાછા ફરો; અમારા પ્રત્યેનો તમારો રોષ નાબૂદ કરો.


ઇજિપ્તની મદદ માટે દોડી જનારાઓની કેવી દુર્દશા થવાની! તેઓ ઇજિપ્તના ઘોડાઓ પર આધાર રાખે છે અને તેમના પુષ્કળ રથો અને સમર્થ ઘોડેસ્વારો પર ભરોસો રાખે છે. પણ તેઓ ઇઝરાયલના પવિત્ર ઈશ્વર પ્રભુ તરફ મીટ માંડતા નથી, કે તેમની મદદ માગતા નથી.


જે બાબતો મેં અગાઉ કહી હતી તે હવે સાચી પડી છે. હવે બીજી નવી બાબતો બને તે પહેલાં હું તને તે કહી સંભળાવું છું.”


પ્રભુ કહે છે, “હે યાકોબ, તેં મારી ઉપાસના કરી નથી; હે ઇઝરાયલ, તું મારાથી જાણે ત્રાસી ગયો છે.


અમે સૌ અશુદ્ધ બન્યા છીએ અને અમારાં સારાં કામો પણ રજ:સ્વલા સ્ત્રીનાં ગંદા ચીંથરાં જેવાં છે. અમારા પાપને લીધે અમે સુકાઈને ચીમળાઈ ગયેલા અને પવનથી ઘસડાઈ જતા પાંદડાં જેવા છીએ.


છતાં કોઈ તમારે નામે વિનંતી કરતો નથી કે તમને ગ્રહણ કરવા જાગ્રત થતો નથી. તમે અમારાથી તમારું મુખ સંતાડયું છે અને અમને અમારા પાપાચારની પકડમાં છોડી દીધા છે.


સર્વસમર્થ પ્રભુએ શિક્ષા કરી હોવા છતાં ઇઝરાયલીઓ પોતાના પાપથી વિમુખ થઈને પ્રભુ પાસે પાછા આવ્યા નથી.


મેં તારાં સંતાનોને શિક્ષા કરી તે વ્યર્થ થઈ છે; તેમણે મારી શિક્ષા ગણકારી નથી. ભૂખ્યા સિંહની જેમ તમારી જ તલવારોએ તમારા સંદેશવાહકોનો સંહાર કર્યો છે.


તમારા બધાં મિત્રરાજ્યો તમને ભૂલી ગયાં છે, તેઓ તમારી ખબર પણ પૂછતાં નથી. તમારી ભારે દુષ્ટતા અને તમારાં અઘોર પાપને લીધે મેં તમને એ સજા કરી છે. મેં તમારા પર નિર્દય શત્રુની જેમ પ્રહાર કર્યો અને તમને આકરી સજા કરી છે.


મેં એફ્રાઈમના લોકોના પશ્ર્વાતાપનો વિલાપ સાચે જ સાંભળ્યો છે; તે કહે છે, ‘હે ઈશ્વર, અમે વણપલોટાયેલા વાછરડા જેવા હતા; તેથી અમને શિસ્તમાં લાવવા તમે અમને સજા કરી. અમને તમારા તરફ પાછા ફેરવો, એટલે અમે પાછા ફરીશું; કારણ, તમે અમારા ઈશ્વર પ્રભુ છો.


તમે અન્ય દેવોને ધૂપ ચડાવીને પ્રભુની વિરુદ્ધ પાપ કર્યાં અને પ્રભુની વાણીને આધીન થયા નહિ અને તેમની આજ્ઞાઓ, આદેશો અને નિયમોનું પાલન કર્યું નહિ તેથી તો અત્યારની આ આફત તમારા પર આવી પડી છે.”


તમે આબાદ નહિ, પણ બરબાદ થાઓ તેનું હું બરાબર ધ્યાન રાખીશ. ઇજિપ્તમાં વસેલા યહૂદિયાના બધા લોકો ખતમ થઈ જાય ત્યાં સુધી તેઓ યુદ્ધથી અને ભૂખમરાથી નાશ પામતા રહેશે.


પછી મેં કહ્યું, “પણ પ્રભુ તમારી આંખો સત્યતા પર મંડાયેલી છે. તમે તેમને માર્યા, પણ તેઓ દુ:ખી થયા નથી. તમે તેમને કચડયા પણ શિક્ષા થયા છતાં તેઓ સુધર્યા નથી. તેઓ પથ્થરદિલ થઈને તમારી તરફ પાછા ફરવાની ના પાડે છે.”


હે પ્રભુ, તમારી પાસે અમને પાછા લાવો! અમને પાછા લાવો! અમારા પ્રાચીન ગૌરવનું સંસ્થાપન કરો.


તારા બાળપણમાં મેં તારી સાથે કરેલો વર્તાવ તું વીસરી ગઇ છે અને તારાં કૃત્યોથી મને રોષ ચડાવ્યો છે. તેથી હું પણ તને તારાં કૃત્યોનો બદલો આપીશ. તેં તો તારા સર્વ ધિક્કારપાત્ર કૃત્યો ઉપરાંત આ લંપટતા પણ આચરી છે. હું પ્રભુ પરમેશ્વર આ કહું છું.”


સર્વ ઇઝરાયલીઓએ તમારા નિયમનો ભંગ કર્યો છે. અને તેઓ તમારા કહેવા પ્રમાણે વર્ત્યા નથી. અમે તમારી વિરુદ્ધ પાપ કર્યું હોવાથી જ તમારા સેવક મોશેના નિયમશાસ્ત્રમાં લખેલા શાપ અમારા પર ઊતર્યા છે.


ઇઝરાયલના લોકોનો ઘમંડ તેમની વિરુદ્ધ સાક્ષી પૂરે છે. એ બધું બન્યા છતાં તેઓ તેમના પ્રભુ પરમેશ્વર પાસે પાછા ફર્યા નથી.


તેમણે ખરા દિલથી મને પ્રાર્થના કરી નથી. એથી ઊલટું, તેઓ વિધર્મીઓની માફક જમીન પર આળોટે છે અને રડે છે. જ્યારે તેઓ અનાજ અને દ્રાક્ષાસવ માટે પ્રાર્થના કરે છે ત્યારે વિધર્મીઓની માફક તેઓ પોતાને ઘાયલ કરે છે. તેઓ કેવા બંડખોર છે!


તેમના ભભૂકી ઊઠેલા ક્રોધમાં તેઓ તેમના શાસકોને મારી નાખે છે. એમ તેમણે તેમના રાજાઓને એક પછી એક મારી નાખ્યા છે; પણ મદદ માટે કોઈ મને પ્રાર્થના કરતા નથી.”


પછી ધર્મશાસ્ત્ર સમજવા માટે તેમણે તેમનાં મન ખોલ્યાં;


આપણે જાણીએ છીએ કે શાસ્ત્ર જે કહે છે તે સાચું છે. જેમને ઈશ્વરનો સંદેશ આપવામાં આવ્યો તેમને ઈશ્વરે દેવો કહ્યા.


સંદેશવાહકોના પુસ્તકોમાં લખેલું છે, ‘તેઓ બધા ઈશ્વર તરફથી શિક્ષણ મેળવશે.’ જે કોઈ પિતાનું સાંભળે છે અને તેમની પાસેથી શીખે છે તે મારી પાસે આવે છે.


તમે સત્યને જાણશો અને સત્ય તમને સ્વતંત્ર કરશે.”


તમે તેમને વિષે સાંભળ્યું છે અને તેમના અનુયાયીઓ તરીકે ઈસુમાં જે સત્ય છે તેનું તમને શિક્ષણ આપવામાં આવ્યું છે.


છતાં પ્રભુએ તમને આજદિન સુધી સમજવાની બુધિ, જોવાની આંખ કે સાંભળવાને કાન આપ્યા નથી.


જો તમારામાં કોઈની પાસે જ્ઞાનની ઊણપ હોય તો તેણે ઈશ્વરને પ્રાર્થના કરવી અને ઈશ્વર તેને તે આપશે; કારણ, ઈશ્વર સર્વને ઉદારતાથી અને કૃપાથી આપે છે.


Lean sinn:

Sanasan


Sanasan