Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




દાનિયેલ 8:3 - પવિત્ર બાઇબલ C.L.

3 ત્યાં નદીની પાસે મેં એક ઘેટો જોયો. તેને બે લાંબાં શિંગડાં હતાં. તેમાંનું એક શિંગડું વધુ લાંબું અને બીજાં કરતાં નવું લાગતું હતું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 ત્યારે મેં મારી આંખો ઊંચી કરીને જોયું, તો જુઓ, બે શિંગડાવાળો એક મેંઢો નદી આગળ ઊભો હતો. એ બે શિંગડાં ઊંચાં હતાં, પણ તેમાંનું એક બીજા કરતાં ઊંચું હતું, ને જે વધારે ઊંચું હતું તે પાછળથી ઊગી નીકળ્યું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 મેં મારી નજર ઉપર કરીને જોયું તો મારી આગળ બે શિંગડાંવાળો બકરો નદી આગળ ઊભેલો હતો. તેનું એક શિંગડું બીજા કરતાં લાંબું હતું, પણ લાંબું શિંગડું ધીમેથી વૃદ્ધિ પામતું હતું અને તે પાછળથી લાંબું થયું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 મેં જોયું તો ઉલાય નદીને કિનારે એક મેંઢો ઊભેલો હતો. તેને બે શિંગડાં હતાં. એક શિંગડું મોટું હતું. અને મોટું શિંગડુ થોડીવાર પછી બીજા કરતા ઊંચુ થયું.

Faic an caibideil Dèan lethbhreac




દાનિયેલ 8:3
25 Iomraidhean Croise  

દાવિદે નજર ઊંચી કરીને જોયું તો પ્રભુનો દૂત આકાશ અને પૃથ્વી વચ્ચે ઊભો હતો; તેના હાથમાં યરુશાલેમ પર ઉગામેલી ઉઘાડી તલવાર હતી. હવે દાવિદે અને લોકોના આગેવાનોએ અળસીરેસાનાં વસ્ત્ર પહેરેલાં હતાં. તેમણે પ્રભુના દૂતને ભૂમિ પર શિર ટેકવીને પ્રણામ કર્યા.


તેનો આદેશ આ પ્રમાણે હતો: “ઈરાનનો સમ્રાટ હું કોરેશ પોતે આ આદેશ આપું છું. આકાશના ઈશ્વર પ્રભુએ મને સમગ્ર દુનિયાનાં રાજ્યો પર સત્તા આપી છે અને યહૂદિયામાંના યરુશાલેમમાં તેમને માટે મંદિર બાંધવાની જવાબદારી સોંપી છે.


તેમની વિરુદ્ધ કામ કરવા ઇરાનના સરકારી અધિકારીઓને તેમણે લાંચ આપી. સમ્રાટ કોરેશ અને સમ્રાટ દાર્યાવેશના અમલ સુધી તેમણે તેમ કરવાનું ચાલુ રાખ્યું.


તેના અમલના ત્રીજે વર્ષે તેણે તેના રાજદરબારીઓ અને સેવકોને ભવ્ય મિજબાની આપી. ઇરાન તથા માદાયના સર્વ લશ્કરી અમલદારો, પ્રાંતોના રાજ્યપાલો અને અગ્રણીઓ તેમાં હાજર રહ્યા હતા.


પ્રભુ કહે છે, “જેમને ચાંદીની કંઈ પડી નથી અને સોનામાં જરાય રસ નથી એવા માદીઓને હું બેબિલોન પર આક્રમણ કરવા ઉશ્કેરીશ.


મેં સંદર્શનમાં ઘાતકી બનાવોનાં દશ્ય જોયાં છે. દગાબાજ દગો કરે છે, લૂંટારો લૂંટે છે. હે એલામના સૈન્ય, આક્રમણ કર! હે માદીઓના લશ્કર, ઘેરો ઘાલ! બેબિલોને નંખાવેલા તમામ નિસાસાનો ઈશ્વર અંત લાવશે.


હું કોરેશને કહું છું, ‘તું મારા લોકનો ઘેટાંપાળક છે. તું મારા મનની બધી ઇચ્છાઓ પૂરી કરશે. તું આજ્ઞા આપીશ કે યરુશાલેમ ફરીથી બંધાય અને મંદિરનો પાયો ફરીથી નંખાય.”


પ્રભુએ બેબિલોનનો વિનાશ કરવાનું નક્કી કર્યું છે. તેથી તેમણે માદીઓના રાજાઓને ઉશ્કેર્યા છે. પ્રભુના મંદિરનો વિનાશ કર્યાને લીધે પ્રભુ આ રીતે પોતાનું વેર વાળી રહ્યા છે. સેનાનાયકો હુકમ કરે છે: તમારાં તીરોને તીક્ષ્ણ બનાવો અને ઢાલો ધારણ કરો.


મેં ઊંચે જોયું તો અળસીરેસાનાં શ્વેત વસ્ત્ર પહેરેલો અને ઉફાઝના શુદ્ધ સોનાનો પટ્ટો પહેરેલો એક માણસ મેં જોયો.


આપના પછી આપના સામ્રાજ્ય કરતાં ઊતરતું એવું સામ્રાજ્ય આવશે. તે પછી ત્રીજું સામ્રાજ્ય તાંબાનું આવશે, જે સમગ્ર પૃથ્વી પર શાસન ચલાવશે.


તેની જગ્યાએ બાસઠ વર્ષના માદી દાર્યાવેશે રાજ્યાધિકાર ધારણ કર્યો.


દાર્યાવેશ અને ઇરાની કોરેશના અમલ દરમ્યાન દાનિયેલ આબાદ થયો.


બીજું પ્રાણી પંજા પર ઊભા રહેલા રીંછના જેવું હતું. તેના મોંમાં, દાંતની વચ્ચે ત્રણ પાંસળીઓ હતી. તેને કહેવામાં આવ્યું, ‘ઊઠ, તારાથી ખવાય એટલું માંસ ખા!’


દર્શનમાં હું એકાએક એલામ પ્રાંતના સુસાના મહેલમાં આવી ગયેલો જણાયો. હું ઉલાય નદીને કિનારે ઊભો હતો.


“તેં જોયેલો બે શિંગડાંવાળો ઘેટો તો માદી અને ઇરાનીઓનું રાજ્ય દર્શાવે છે.


બીજા એક સંદર્શનમાં મેં ચાર શિંગડાં જોયાં.


બીજા એક સંદર્શનમાં મેં એક માણસને હાથમાં માપદોરી લઈ ઊભેલો જોયો.


મેં ફરીથી નજર કરી તો આ વખતે મેં આકાશમાં ઊડતું ઓળિયું જોયું.


દૂતે ફરીથી દર્શન દઈને કહ્યું, “જો, કંઈક આવી રહ્યું છે!”


પછી મેં ઊંચે નજર કરી તો સારસનાં જેવી શક્તિશાળી પાંખોવાળી બે સ્ત્રીઓને ઊડીને મારા તરફ આવતી જોઈ. તેઓ પેલો ટોપલો ઉપાડી ઊડી ગઈ.


મને એક બીજુ સંદર્શન થયું. આ વખતે મેં તાંબાના બે પર્વતો વચ્ચેથી નીકળી આવતા ચાર રથ જોયા.


બલામે નજર ઉઠાવીને જોયું તો ઇઝરાયલીઓએ તેમનાં કુળો પ્રમાણે પડાવ નાખ્યો હતો. ઈશ્વરના આત્માએ તેનો કબજો લીધો.


યહોશુઆ યરીખો પાસે ઊભો હતો ત્યારે તેણે સામે નજર કરી તો પોતાની સામે એક પુરુષ ઊભો રહેલો હતો, અને તેના હાથમાં ઉઘાડી તલવાર હતી. યહોશુઆએ તેની પાસે જઈને તેને પૂછયું, “તું અમારા પક્ષનો છે કે અમારા શત્રુઓના પક્ષનો?”


પછી મેં બીજું પશુ પૃથ્વીમાં આવતું જોયું. તેને હલવાનનાં શિંગડાં જેવા બે શિંગડાં હતાં. અને તે પ્રચંડ અજગરની જેમ બોલતું હતું.


પછી મધ્યભાગમાં, ચાર જીવંત પ્રાણીઓની અને વડીલોની વચ્ચે રાજ્યાસન સમક્ષ એક હલવાનને મેં ઊભેલું જોયું. એ હલવાન જાણે કે બલિદાન કરેલું હોય તેવું જણાતું હતું. તે હલવાનને સાત શિંગડાં અને સાત આંખો હતી. એ આંખો તો પૃથ્વી પર મોકલાયેલા ઈશ્વરના સાત આત્માઓ છે.


Lean sinn:

Sanasan


Sanasan