Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




દાનિયેલ 8:27 - પવિત્ર બાઇબલ C.L.

27 હું હતાશ થઈ ગયો અને ઘણા દિવસો સુધી બીમાર રહ્યો. તે પછી હું ઊઠીને રાજાએ સોંપેલું કામ કરવા લાગ્યો, પણ દર્શનથી હું વિમાસણમાં પડી ગયો હતો અને હું તેને સમજી શકયો નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

27 પછી મને દાનિયેલને મૂર્છા આવી, ને હું કેટલાક દિવસો સુધી માંદો રહ્યો, ત્યાર પછી હું ઊઠીને રાજ્યનું કામકાજ કરવા લાગ્યો; અને એ સંદર્શનથી હું અચંબો પામ્યો, પણ કોઈને તેની સમજણ પડી નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

27 પછી હું દાનિયેલ, આ સાંભળીને મૂર્છિત થયો અને ઘણા દિવસો સુધી બીમાર રહ્યો. ત્યારબાદ હું સાજો થયો અને રાજાનું કામકાજ કરવા લાગ્યો. પણ તે સંદર્શનથી હું વ્યાકુળ હતો પરંતુ કોઈને તેની સમજ પડી નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

27 પછી હું દાનિયેલ, આ સાંભળીને મૂછિર્ત થઇ ગયો અને ઘણા દિવસો બીમાર રહ્યો. ત્યારબાદ હું સાજો થયો અને રાજા પ્રત્યેની મારી ફરજો બજાવવા લાગ્યો; પરંતુ એ સંદર્શનથી હું અચંબો પામ્યો, અને હું તે સંદર્શન સમજી શકતો ન હતો.

Faic an caibideil Dèan lethbhreac




દાનિયેલ 8:27
12 Iomraidhean Croise  

ત્યારે માનવસ્વરૂપના પેલા દૂતે પોતાનો હાથ લાંબો કરીને મારા હોઠને સ્પર્શ કર્યો. મેં તેને કહ્યું, “સાહેબ, દર્શનને કારણે મારામાં કંઈ શક્તિ રહી નથી અને હું ધ્રૂજ્યા કરું છું.


તેથી એ અદ્‍ભુત દર્શન જોતો હું એકલો જ ત્યાં રહી ગયો. મારામાં કંઈ શક્તિ રહી નહિ અને મારો ચહેરો એવો બદલાઈ ગયો કે મને કોઈ ઓળખી પણ ન શકે.


એ સાંભળીને દાનિયેલ જે બેલ્ટશાસ્સાર પણ કહેવાય છે, પોતાના મનના વિચારોથી એવો ગભરાઈ ગયો કે કેટલીક વાર સુધી તો તે કંઈ બોલી શકયો નહિ. રાજાએ તેને કહ્યું, “હે બેલ્ટશાસ્સાર, સ્વપ્ન કે તેનો સંદેશ જણાવતાં ગભરાઈશ નહિ.” બેલ્ટશાસ્સારે જવાબ આપ્યો, “હે રાજા, સ્વપ્ન તથા તેનો અર્થ તમને નહિ, પણ તમારા દુશ્મનોને લાગુ પડો!


મેં સાંભળ્યું છે કે તારામાં પવિત્ર ઈશ્વરનો આત્મા વસે છે અને તારામાં આવડત, જ્ઞાન અને બુદ્ધિશક્તિ છે.


એ જ સંદર્શનની આખર છે. હું દાનિયેલ મારા મનમાં ઘણો જ ગભરાઈ ગયો તથા ઉદાસ થઈ ગયો, પણ આ બધી વાતો મેં મનમાં રાખી.


તેથી ગાબ્રિયેલ મારી પાસે આવીને ઊભો રહ્યો. હું એટલો ગભરાઈ ગયો કે જમીન પર પટકાઈ પડયો. તેણે મને કહ્યું, “હે મર્ત્ય માનવ, તેનો અર્થ સમજી લે. દર્શન તો દુનિયાના અંતના સમયનું છે.”


દર્શનમાં હું એકાએક એલામ પ્રાંતના સુસાના મહેલમાં આવી ગયેલો જણાયો. હું ઉલાય નદીને કિનારે ઊભો હતો.


મેં તેને ઘેટા પર આક્રમણ કરતો જોયો. બકરો એટલો ગુસ્સે ભરાયેલો હતો કે તેણે ઘેટા પર પ્રહાર કરી તેનાં બન્‍ને શિંગડાં તોડી નાખ્યાં. ઘેટામાં તો સામનો કરવાની કંઈ તાક્ત નહોતી. બકરાએ ઘેટાને જમીન પર પછાડયો અને કચડી નાખ્યો અને ઘેટાને બચાવી શકે એવું કોઈ નહોતું.


એ બધું સાંભળીને હું ધ્રૂજી ઊઠું છું. મારા હોઠ ભયથી થરથરે છે. મારા શરીરના સ્નાયુઓ ઢીલા થઈ જાય છે અને મારા પગ લથડાય છે. અમારા પર આક્રમણ કરનારાઓને ઈશ્વર શિક્ષા કરે તે સમયની હું ધીરજપૂર્વક વાટ જોઈશ.


સવાર સુધી શમુએલ સૂઈ રહ્યો પછી તેણે ઊઠીને ભક્તિસ્થાનનાં પ્રવેશદ્વાર ખોલ્યાં. તે એલીને સંદર્શનની વાત કહેતાં ગભરાયો.


Lean sinn:

Sanasan


Sanasan