Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




દાનિયેલ 8:17 - પવિત્ર બાઇબલ C.L.

17 તેથી ગાબ્રિયેલ મારી પાસે આવીને ઊભો રહ્યો. હું એટલો ગભરાઈ ગયો કે જમીન પર પટકાઈ પડયો. તેણે મને કહ્યું, “હે મર્ત્ય માનવ, તેનો અર્થ સમજી લે. દર્શન તો દુનિયાના અંતના સમયનું છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 તેથી જ્યાં હું ઊભો હતો ત્યાં તે નજીક આવ્યો. જ્યારે તે આવ્યો ત્યારે હું બીને ઊંધો પડ્યો; પણ તેણે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, તું સમજ; કેમ કે આ સંદર્શન અંતકાળ વિષેનું છે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 તેથી તે જ્યાં હું ઊભો હતો ત્યાં મારી પાસે આવ્યો. તે પાસે આવ્યો; ત્યારે હું ડરીને નીચે જમીન પર પડી ગયો. તેણે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, સમજ, આ સંદર્શન અંતના સમયનું છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

17 પછી ગાબ્રિયેલ મારી તરફ આવવા લાગ્યો, તે પાસે આવ્યો; ત્યારે હું એટલો ડરી ગયો કે, હું ઊભો રહી શક્યો નહિ અને ઊંધે મોઢે જમીન પર પડી ગયો. પરંતુ તેણે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, સમજી લે કે, આ સંદર્શન અંત કાળનું છે.”

Faic an caibideil Dèan lethbhreac




દાનિયેલ 8:17
27 Iomraidhean Croise  

અબ્રામે ભૂમિ પર માથું ટેકવીને પ્રભુને પ્રણામ કર્યા. ઈશ્વરે તેને કહ્યું, “હું તારી સાથે આ કરાર કરું છું: તું ઘણી પ્રજાઓનો પૂર્વજ થશે.


એ ઝળહળાટમાં ચોમાસામાં દેખાતા મેઘધનુષ્યના સર્વ રંગો દેખાતા હતા. એ તો પ્રભુના ગૌરવના જેવો દેખાવ હતો. એ જોતાં જ હું નમી પડયો અને મને કોઈના બોલવાનો અવાજ સંભળાયો.


તેણે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, ઊભો થા; હું તારી સાથે વાત કરવા માંગું છું.”


પછી તે મને ઉત્તરને દરવાજેથી મંદિરની આગળ લાવ્યો. મેં જોયું તો પ્રભુનું મંદિર પ્રભુના ગૌરવથી ભરાઇ ગયું હતું. મેં ભૂમિ પર શિર ટેકવીને પ્રણામ કર્યા.


“હે મનુષ્યપુત્ર, ઇઝરાયલના પર્વતો તરફ દષ્ટિ કર અને તેમની વિરુદ્ધ મારો આ સંદેશ સંભળાવ.


દૂતે મને કહ્યું, “હે દાનિયેલ, ‘તું ઈશ્વરને પ્રિય છે. ઊભો થા અને મારું કહેવું ધ્યનથી સાંભળ. મને તારી પાસે મોકલવામાં આવ્યો છે.” તેણે એવું કહ્યું એટલે હું ધ્રૂજતો ધ્રૂજતો ઊભો થયો.


ત્યારે માનવસ્વરૂપના પેલા દૂતે પોતાનો હાથ લાંબો કરીને મારા હોઠને સ્પર્શ કર્યો. મેં તેને કહ્યું, “સાહેબ, દર્શનને કારણે મારામાં કંઈ શક્તિ રહી નથી અને હું ધ્રૂજ્યા કરું છું.


ત્યાર પછી બન્‍ને રાજાઓ એક મેજ પર સાથે જમવા બેસશે. પણ તેમના ઇરાદા દુષ્ટ હશે. તેઓ એકબીજાને જુઠ્ઠું કહેશે, પણ તેમની ઇચ્છા પૂરી થશે નહિ, કારણ, તે માટેનો સમય હજુ આવ્યો નહિ હોય.


“અરામના રાજાનો આખરી સમય લગભગ નજીકમાં હશે ત્યારે ઇજિપ્તનો રાજા તેના પર આક્રમણ કરશે. અરામનો રાજા પણ રથો, ઘોડા અને વહાણો ઉપયોગમાં લઈ પૂરી તાક્તથી તેનો સામનો કરશે. પાણીના પૂરની જેમ તે ઘણા દેશો પર હુમલો કરશે.


“અને દાનિયેલ, તું અંત સુધી વિશ્વાસુ રહે. તું મરણ તો પામીશ, પણ અંતના સમયે તારો વારસો પામવાને તું સજીવન થશે.”


તેણે મને કહ્યું, “હે દાનિયેલ, હવે પુસ્તક બંધ કર અને દુનિયાના અંતના સમય સુધી તેને મુદ્રિત કર. દરમ્યાનમાં, બની રહેલા બનાવો સમજવાને ઘણાઓ વ્યર્થ પ્રયત્નો કરશે.”


ત્યારે નબૂખાદનેસ્સાર રાજા દાનિયેલને પગે પડયો અને તેણે દાનિયેલ આગળ અર્પણો અને સુગંધી ધૂપ ચઢાવવાની આજ્ઞા કરી.


મેં ત્યાં ઊભા રહેલાઓમાંના એકની પાસે જઈને મને આ બધાનો અર્થ સમજાવવા કહ્યું. એટલે તેણે મને અર્થ જણાવ્યો.


હું એ દર્શન સમજવાની કોશિષ કરતો હતો એવામાં એકાએક કોઈ મારી સામે આવી ઊભું રહ્યું.


તેણે કહ્યું, “ઈશ્વરના કોપનું કેવું પરિણામ આવશે તે હું તને બતાવું છું. દર્શન તો અંતના સમયનું છે.


હું હતાશ થઈ ગયો અને ઘણા દિવસો સુધી બીમાર રહ્યો. તે પછી હું ઊઠીને રાજાએ સોંપેલું કામ કરવા લાગ્યો, પણ દર્શનથી હું વિમાસણમાં પડી ગયો હતો અને હું તેને સમજી શકયો નહિ.


ઈશ્વરે તારી પ્રાર્થના સાંભળી છે. તું ઈશ્વરને પ્રિય હોવાથી હું તેનો જવાબ લઈને આવ્યો છું. હવે હું તને દર્શન સમજાવીશ; તું તે ધ્યનથી સાંભળ.


એ રાજા ઘણા લોકો સાથે એક સપ્તાહ સુધી પાકો કરાર કરશે અને સપ્તાહની અધવચ્ચે બલિદાનો અને અર્પણો બંધ કરાવશે. મંદિરની ટોચે અત્યંત ધૃણાજનક વસ્તુ મૂકાશે અને તેને ત્યાં મૂકનારને માટે ઈશ્વરે નક્કી કરેલા અંત સુધી એ ધૃણાસ્પદ વસ્તુ ત્યાં રહેશે.


નોંધી લે કારણ, એનો સમય પાકશે જ. એ બનવાનું છે, પણ એ પૂર્ણ થવાનો સમય ઝડપથી આવી રહ્યો છે, અને એ પ્રક્ટીકરણ સાચું પડવાનું છે. કદાચ એ જાણે પૂરું થવામાં વિલંબ થતો હોય તેમ જણાય તોય તેની રાહ જો. એ પૂર્ણ થશે જ અને એમાં વિલંબ થશે જ નહિ.”


તેથી તેમણે ઊંચે જોયું તો એકલા ઈસુ સિવાય બીજા કોઈને જોયા નહિ.


તેમને જોઈને હું તેમનાં ચરણોમાં મરેલા જેવો થઈને ઢળી પડયો. પરંતુ તેમણે તેમનો જમણો હાથ મારા પર મૂકીને કહ્યું, “ગભરાઈશ નહિ, હું જ પ્રથમ તથા છેલ્લો છું. હું જીવંત છું.


મેં યોહાને જ આ બધું સાંભળ્યું તથા જોયું છે. એ બધું સાંભળવાનું અને જોવાનું પૂરું થયા પછી એ બાબતો બતાવનાર દૂતનું ભજન કરવા માટે હું તેને પગે પડયો.


Lean sinn:

Sanasan


Sanasan