દાનિયેલ 8:11 - પવિત્ર બાઇબલ C.L.11 તેણે આકાશના સૈન્યના અધિપતિનો પણ તિરસ્કાર કર્યો અને તેમને ચડાવતાં રોજિંદાં બલિદાન બંધ કરાવ્યાં અને મંદિરને ભ્રષ્ટ કર્યું. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 વળી તે વધીને તે સૈન્યના સરદાર સુધી પણ પહોંચ્યું. અને એ શિંગડાંએ તેની પાસેથી નિત્યનું દહનીયાર્પણ લઈ લીધું, ને તેનું પવિત્રસ્થાન પાડી નાખવામાં આવ્યું. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 તે વધીને ઈશ્વરીય સૈન્યના સરદાર જેટલું મોટું થયું. તેણે તેની પાસેથી દરરોજનું દહનાર્પણ લઈ લીધું અને તેના પવિત્રસ્થાનને ભ્રષ્ટ કર્યું. Faic an caibideilપવિત્ર બાઈબલ11 તેણે પોતાને આકાશના સૈન્યના સરદાર જેટલો મહાન કર્યો અને તેની પાસેથી દરરોજનું અર્પણ લઇ લીધું અને તેના મંદિરને અપવિત્ર કર્યું. Faic an caibideil |
તમે આકાશના પ્રભુની વિરુદ્ધ વર્ત્યા છો. તેમના મંદિરમાંથી લાવવામાં આવેલા પ્યાલા અને વાટકાઓમાં તમે, તમારા ઉમરાવોએ, તમારી પત્નીઓ અને ઉપપત્નીઓએ દ્રાક્ષાસવ પીધો છે, અને જોઈ શકે નહિ, સાંભળી શકે નહિ કે કંઈ સમજી શકે નહિ એવાં સોના, ચાંદી, તાંબુ, લોખંડ, લાકડું અને પથ્થરમાંથી ઘડેલાં દેવદેવીઓની સ્તુતિ કરી છે. પણ જેમના હાથમાં તમારા જીવન-મરણનો નિર્ણય છે અને જે તમારાં સર્વ કાર્યોનું નિયંત્રણ કરે છે એવા ઈશ્વરને તમે માન આપ્યું નથી.