Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




દાનિયેલ 6:8 - પવિત્ર બાઇબલ C.L.

8 તેથી હે રાજા, આપ એ ફરમાન બહાર પાડો અને તેના પર સહી કરો, એટલે એ અમલમાં આવશે. વળી, તે બદલી શકાય નહિ એવો માદી અને ઇરાનીઓનો કાયદો બની રહેશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 હવે, હે રાજાજી, એવો મનાઈ હુકમ નક્કી કરો ને ફરમાન પર સહી કરો, જેથી તે બદલાય નહિ, કેમ કે માદીઓના તથા ઇરાનીઓના કાયદા બદલાતા નથી.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 હવે, હે રાજા, એવો મનાઈ હુકમ કરો અને તેના સહીસિક્કા કરો જેથી તે બદલાય નહિ, માદીઓના તથા ઇરાનીઓના લોકોના કાયદાઓ રદ કરી શકાતા નથી.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 નામદાર, આપ એવો હુકમ બહાર પાડી તેના ઉપર સહીસિક્કા કરો, જેથી તેમાં ફેરફાર ન થઇ શકે. કારણ મિદિયા અને પશિર્યાના લોકોના કાયદાઓમાં ફેરફાર થઇ શકતો નથી કે, તેને રદ કરી શકાતો નથી.”

Faic an caibideil Dèan lethbhreac




દાનિયેલ 6:8
11 Iomraidhean Croise  

તેથી હે રાજા, આપને યોગ્ય લાગે તો એક રાજવી વટહુકમ બહાર પાડો કે વાશ્તી રાણી રાજાની સમક્ષ કદી હાજર થાય નહિ. તેની નોંધ ઇરાન અને માદાયના કાયદાઓમાં કરો જેથી તે કદી બદલી શકાય નહિ. વળી, તેનું રાણીપદ બીજી કોઈ યોગ્ય સ્ત્રીને આપો.


તેથી પ્રથમ મહિનાની તેરમી તારીખે હામાને રાજાના સચિવોને બોલાવ્યા. હામાને વટહુકમ લખાવ્યો અને તેનો તરજુમો કરાવી દરેક પ્રાંત અને દરેક પ્રજાની ભાષા અને લિપિમાં બધા અમલદારો, રાજ્યપાલો અને અધિકારીઓ પર એ વટહુકમ મોકલી આપવાની તેમને આજ્ઞા કરી. એ હુકમ અહાશ્વેરોશ રાજાને નામે અને તેમની વીંટીથી મુદ્રા મારીને


મોર્દખાયે એ પત્રો અહાશ્વેરોશ રાજાને નામે લખ્યા તથા તેની મુદ્રિકાથી તે પર મહોર લગાવી. પછી એ પત્રો રાજકામમાં વપરાતા અને રાજાની અશ્વશાળાના જલદ ઘોડાઓ પર સવાર થયેલા સંદેશકો દ્વારા તાકીદે મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી.


એસ્તેરે ફરીથી રાજા આગળ વાત કરી. તેણે રાજાને પગે પડીને આંસુ સારતાં સારતાં અગાગના વંશજ હામ્મદાથાના પુત્ર હામાને યહૂદીઓ વિરુદ્ધ કરેલી યોજના રદ કરવા રાજાને વિનવણી કરી.


એસ્તેરને મેં તેની માલમિલક્ત સોંપી દીધી છે. પણ રાજાના નામે અને તેમની મુદ્રિકાથી મહોર મારી બહાર પાડેલો હુકમ કદી બદલી શક્તો નથી. છતાં મારા નામે અને મારી મહોર મારી તમને યોગ્ય લાગે તેવી સૂચનાઓ યહૂદીઓને મોકલી આપો.”


તેઓ તો નેકજનો વિરુદ્ધ સંપ કરે છે, અને નિરપરાધીઓને મૃત્યુદંડ અપાવે છે.


તમારી કેવી દુર્દશા થશે! તમે અન્યાયી કાયદા ઘડો છે અને જુલમી ચુકાદા આપીને જુલમ કરો છો.


પેરેસ એટલે ભાગલા. તમારા રાજ્યના વિભાગ પાડી દેવામાં આવ્યા છે અને તે માદીઓ અને ઇરાનીઓને આપવામાં આવ્યા છે.”


એટલે તેઓ સૌ સાથે મળીને દાનિયેલ પર દોષ મૂકવા રાજા પાસે તરત જ પહોંચી ગયા. તેમણે કહ્યું, “હે રાજા, ત્રીસ દિવસ સુધી કોઈપણ વ્યક્તિ આપના સિવાય કોઈ દેવ કે માણસને અરજ ગુજારી શકે નહિ, અને જે કોઈ એ ફરમાનનો ભંગ કરે તેને સિંહોની ગુફામાં નાખી દેવામાં આવે એવા ફરમાન પર આપે સહી કરી નહોતી?” રાજાએ જવાબ આપ્યો, “હા, એ સાચું છે અને માદીઓ અને ઇરાનીઓના ક્યદોઓ બદલી શક્તા નથી.”


પણ પેલા માણસોએ આવીને રાજાને કહ્યું, “હે રાજા, આપ જાણો છો કે માદીઓ અને ઇરાનીઓના કાયદા પ્રમાણે રાજાએ બહાર પાડેલું કોઈ ફરમાન બદલી શક્તું નથી.”


આકાશ અને પૃથ્વી જતાં રહેશે, પણ મારાં વચનો નિષ્ફળ જશે નહિ.


Lean sinn:

Sanasan


Sanasan