Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




દાનિયેલ 6:28 - પવિત્ર બાઇબલ C.L.

28 દાર્યાવેશ અને ઇરાની કોરેશના અમલ દરમ્યાન દાનિયેલ આબાદ થયો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

28 એમ દાનિયેલે દાર્યાવેશની કારકિર્દીમાં તથા ઈરાની કોરેશની કારકિર્દીમાં આબાદાની ભોગવી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

28 આમ, દાર્યાવેશના રાજ્યકાળ દરમ્યાન તથા ઇરાનની કોરેશના રાજ્યકાળ દરમ્યાન દાનિયેલે આબાદાની ભોગવી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

28 આમ, દાર્યાવેશના રાજ્યકાળ દરમ્યાન અને ઇરાની કોરેશના રાજ્યકાળ દરમ્યાન દાનિયેલે આબાદાની ભોગવી.

Faic an caibideil Dèan lethbhreac




દાનિયેલ 6:28
10 Iomraidhean Croise  

ઇરાનના સમ્રાટ કોરેશને પ્રથમ વર્ષે પ્રભુએ યર્મિયા સંદેશવાહક દ્વારા આપેલ સંદેશ પૂર્ણ કર્યો. પ્રભુએ પ્રેરણા કર્યા પ્રમાણે કોરેશે પોતાના સમસ્ત સામ્રાજ્યમાં આવો આદેશ બહાર પાડયો:


“ઈરાનના સમ્રાટ કોરેશનો આ હુકમ છે. આકાશના ઈશ્વર પ્રભુએ મને સમસ્ત દુનિયા પર શાસક બનાવ્યો છે અને યહૂદિયામાં યરુશાલેમમાં તેમને માટે મંદિર બાંધવાની મને આજ્ઞા કરી છે. તો હવે, ઈશ્વરના સૌ લોકો, તમે ત્યાં જાઓ, અને તમારા ઈશ્વર પ્રભુ તમારી સાથે રહો.”


તમારા ભુજથી તમે તમારા લોકને, એટલે, યાકોબ અને યોસેફના વંશજોને મુક્ત કર્યા છે.(સેલાહ)


હું કોરેશને કહું છું, ‘તું મારા લોકનો ઘેટાંપાળક છે. તું મારા મનની બધી ઇચ્છાઓ પૂરી કરશે. તું આજ્ઞા આપીશ કે યરુશાલેમ ફરીથી બંધાય અને મંદિરનો પાયો ફરીથી નંખાય.”


તમે ઇજિપ્ત દેશમાં અજાયબ કાર્યો અને ચમત્કારો કર્યા હતા અને આજે પણ ઇઝરાયલમાં અને સમસ્ત પૃથ્વી પર એ રીતે કાર્યરત છો. તેથી તમારી કીર્તિ સર્વત્ર ફેલાઈ છે અને તે આજ સુધી કાયમ છે;


દાનિયેલ તો ઇરાનના રાજા કોરેશે બેબિલોન જીતી લીધું ત્યાં સુધી રાજદરબારમાં કાયમ રહ્યો.


ઇરાનના રાજા કોરેશના અમલના ત્રીજા વર્ષમાં દાનિયેલ એટલે બેલ્ટશાસ્સારને એક સંદેશનું પ્રકટીકરણ આપવામાં આવ્યું. સંદેશો સત્ય હતો, પણ તે સમજવામાં ખૂબ જ મુશ્કેલ હતો. તે તેને દર્શનમાં સમજાવવામાં આવ્યો.


“હવે મારું ફરમાન છે કે કોઈપણ રાષ્ટ્ર, પ્રજા કે ભાષાનો માણસ શાદ્રાખ, મેશાખ અને અબેદ-નગોના ઈશ્વર વિરુદ્ધ બોલશે તો તેના અંગેઅંગના ટુકડેટુકડા કરવામાં આવશે અને તેનું ઘર ખંડિયેર બનાવી દેવાશે. આ રીતે બચાવી શકે એવો બીજો કોઈ ઈશ્વર છે જ નહિ.”


પેરેસ એટલે ભાગલા. તમારા રાજ્યના વિભાગ પાડી દેવામાં આવ્યા છે અને તે માદીઓ અને ઇરાનીઓને આપવામાં આવ્યા છે.”


Lean sinn:

Sanasan


Sanasan