Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




દાનિયેલ 6:24 - પવિત્ર બાઇબલ C.L.

24 પછી રાજાએ દાનિયેલ પર આરોપ મૂકનાર સૌની ધરપકડ કરવાનો હુકમ કર્યો અને તેમને તેમની પત્નીઓ અને બાળકો સહિત સિંહોની ગુફામાં નંખાવ્યાં. તેઓ ગુફાના તળિયે પહોંચે તે પહેલાં જ સિંહોએ તરાપ મારીને તેમના હાડકાંના ચૂરેચૂરા કરી નાખ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

24 પછી જે માણસોએ દાનિયેલ ઉપર તહોમત મૂક્યું હતું તેમને તેઓએ રાજાના હુકમથી પકડી લાવીને તેમને, તેમનાં છોકરાંને તથા તેમની પત્નીઓને સિંહોના બિલમાં નાખ્યાં. તેઓ બિલને તળિયે પહોંચે તે પહેલાં તો સિંહોએ તેમના ઉપર તરાપ મારીને તેમનાં બધાં હાડકાં ભાંગીને તેમના ચૂરેચૂરા કરી નાખ્યા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

24 પછી જે માણસોએ દાનિયેલ પર તહોમત મૂક્યાં હતા તેઓને રાજાના હુકમથી પકડી લાવીને તેઓને, તેઓનાં સંતાનોને અને તેઓની પત્નીઓને સિંહોના બિલમાં નાખવામાં આવ્યા. તેઓ બિલમાં નીચે પહોંચે તે પહેલાં જ સિંહોએ તેમના પર તરાપ મારીને તેઓનાં હાડકાંના ચૂરેચૂરા કરી નાખ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

24 પછી રાજાના હુકમથી દાનિયેલ ઉપર આક્ષેપ કરનારાઓને; તેમના બાળકોને અને સ્ત્રીઓને પકડી લાવીને સિંહોની ગુફામાં નાખવામાં આવ્યા, અને તેઓ ગુફાને તળીયે પહોંચે તે પહેલાં જ સિંહો તેમના ઉપર તૂટી પડ્યા અને તેમના હાડકાં સુદ્ધાં ચૂરેચૂરા કરી નાખ્યા.

Faic an caibideil Dèan lethbhreac




દાનિયેલ 6:24
13 Iomraidhean Croise  

છતાં તેણે તેમના પુત્રોને મારી નાખ્યા નહિ, પણ મોશેના નિયમશાસ્ત્રમાં આપેલી આજ્ઞાનું પાલન કર્યું: ‘સંતાનોનાં પાપ માટે માબાપ માર્યાં જાય નહિ અને માબાપનાં પાપ માટે સંતાનો માર્યાં જાય નહિ. પોતાનાં પાપ માટે વ્યક્તિ પોતે જ મારી જાય.”


આમ, મોર્દખાય માટે તૈયાર કરવામાં આવેલી ફાંસી પર હામાનને લટકાવી દેવામાં આવ્યો. ત્યારબાદ રાજાનો ગુસ્સો શમી ગયો.


પણ એસ્તેર રાજા પાસે ગઈ અને રાજાએ લેખિત હુકમ બહાર પાડયો. જેને પરિણામે હામાને યહૂદીઓના જેવા હાલહવાલ કરવા યોજના ઘડી હતી તેવા તેના પોતાના થયા. તેને અને તેના પુત્રોને ફાંસીએ લટકાવી દેવામાં આવ્યા.


તે મારા વૈરીઓને તેમની ભૂંડાઈ માટે શિક્ષા કરશે; હે પ્રભુ, તમારી સચ્ચાઈ વડે તેમનો વિનાશ કરો.


સદાચારી સંકટમાંથી ઉગરી જાય છે, પણ દુષ્ટ એ સંકટમાં સપડાય છે.


અદાલતમાં જૂઠી સાક્ષી પૂરનારને સજા થશે, અને જુઠ્ઠાબોલો સાક્ષી નષ્ટ થઈ જશે.


સિંહ જાણે મારાં હાડકાં કચરતો ન હોય તેમ હું છેક સવાર થતાં સુધી કણસતો રહ્યો; દિવસ અને રાતમાં તો તમે મને પૂરો કરી નાખશો.


તેથી પ્રભુ તમને આ પ્રમાણે કહે છે: “તમે મને આધીન થયા નથી અને તમારી જાતના ગુલામ ભાઈબહેનોને તથા અન્ય ગુલામોને ગુલામીમાંથી સ્વતંત્રતા આપી નથી તો હું પણ તમને યુદ્ધ, દુકાળ અને રોગચાળાથી મરવા માટે સ્વતંત્રતા આપું છું! હું તમારી એવી દશા કરીશ કે તમને જોઈને પૃથ્વીના બધા દેશોમાં હાહાકાર મચી જશે.


રાજાએ સખત આજ્ઞા કરી ભઠ્ઠીને અતિશય તપાવડાવી હતી એટલે તેમને ભઠ્ઠીમાં નાખનાર સૈનિકો જ અગ્નિની જવાળોથી સળગી મર્યા.


“સંતાનના ગુનાહા માટે માબાપને મૃત્યુદંડની સજા મળે નહિ અને માબાપના અપરાધ માટે સંતાનોને મૃત્યુદંડની સજા મળે નહિ. દરેક માણસ પોતે કરેલા અપરાધ માટે જ મૃત્યુદંડ પામે.


Lean sinn:

Sanasan


Sanasan