Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




દાનિયેલ 6:16 - પવિત્ર બાઇબલ C.L.

16 તેથી રાજાએ હુકમ કર્યો એટલે તેમણે દાનિયેલને લાવીને સિંહોની ગુફામાં નાખ્યો. તે વખતે રાજાએ દાનિયેલને કહ્યું, “તારા ઈશ્વર, જેમની તું વફાદારીપૂર્વક સેવા કરે છે તે તને બચાવો!”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 ત્યારે રાજાએ હુકમ કર્યો, ને તેઓએ દાનિયેલને લઈ જઈને સિંહોના બિલમાં નાખ્યો. રાજાએ દાનિયેલને કહ્યું, “તારો ઈશ્વર જેની તું હમેશા ઉપાસના કરે છે, તે તને છોડાવશે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 ત્યારે રાજાએ હુકમ કર્યો, તેઓએ દાનિયેલને લાવીને તેને સિંહોના બિલમાં નાખ્યો. રાજાએ દાનિયેલને કહ્યું, “જે ઈશ્વરની તું સતત ઉપાસના કરે છે તે તને બચાવો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 છેવટે રાજાએ દાનિયેલની ધરપકડ માટે આદેશ આપ્યો અને તેને સિંહોની ગુફામાં નાખવા લઇ જવામાં આવ્યો. તેણે દાનિયેલને કહ્યું, “જે દેવની તું સતત સેવા ઉપાસના કરે છે તે તને બચાવો.”

Faic an caibideil Dèan lethbhreac




દાનિયેલ 6:16
28 Iomraidhean Croise  

જો કે હું ઈશ્વરથી પસંદ કરાયેલો અભિષિક્ત રાજા છું. તો પણ આજે હું લાચારી અનુભવું છું. આ સરુયાના પુત્રો મારે માટે ભારે બંડખોર નીવડયા છે. પ્રભુ એ ખૂનીઓને યોગ્ય શિક્ષા કરો.”


છ સંકટોમાંથી તે તને બચાવશે; સાત સંકટમાં તને કંઈ હાનિ થશે નહિ.


તેથી બીશ નહિ, હું તારી સાથે છું. હું તારો ઈશ્વર છું; તું કશાથી ગભરાઈશ નહિ. હું તને બળવાન કરીશ અને તારી મદદ કરીશ. હું તને મારા વિજયવંત જમણા હાથના બાહુબળથી ધરી રાખીશ.


તું ઊંડા પાણીમાં થઈને પસાર થઈશ ત્યારે હું તારી સાથે રહીશ; તું નદીઓમાં થઈને ચાલીશ ત્યારે તેનાં પાણી તારા પર ફરી વળશે નહિ, તું અગ્નિમાં ચાલીશ ત્યારે તને ઊની આંચ લાગશે નહિ અને જ્વાળાઓ તને સળગાવી શકશે નહિ.


હું તો તમારા હાથમાં છું; તમને જે યોગ્ય અને સાચું લાગે તે પ્રમાણે મારી સાથે વર્તો.


ત્યારે સિદકિયા રાજાએ જવાબ આપ્યો, “ભલે, તે તમારા હાથમાં છે, હું તમારી સલાહ વિરુદ્ધ કશું કરી શકું નહિ”


તેથી તેઓએ યર્મિયાને પકડી લીધો અને તેને ચોકીદારોના ચોકમાં રાજકુમાર માલ્ખીયાના તાબા હેઠળના ટાંકામાં દોરડાં વડે ઉતારીને અંદર નાખી દીધો. ટાંકામાં પાણી નહોતું; ફક્ત ક્દવ હતો અને તેથી યર્મિયા ક્દવમાં ખૂંપી ગયો.


પણ હું તે સમયે તારું રક્ષણ કરીશ અને જે માણસોની તને બીક લાગે છે તેમના હાથમાં તને સોંપવામાં આવશે નહિ. હું પ્રભુ આ બોલું છું.


તો હવે જ્યારે તમે રણશિંગડાના અવાજ પછી વાંસળી, વીણા, સિતાર, મોરલી વિગેરે સર્વ વાજિંત્રો વાગતાં સાંભળો ત્યારે સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરીને મારી સ્થાપેલી મૂર્તિની પૂજા કરજો. જો તમે તેમ નહિ કરો તો તમને તરત જ અગ્નિની ભડભડતી ભઠ્ઠીમાં નાખી દેવામાં આવશે. શું તમે એમ માનો છો કે મારા હાથમાંથી તમને બચાવી શકે એવો કોઈ દેવ છે?”


જેની ઉપાસના અમે કરીએ છીએ એ અમારા ઈશ્વર અમને અગ્નિની ભડભડતી ભઠ્ઠીમાંથી અને તમારા હાથમાંથી પણ બચાવવાને સમર્થ છે, અને તે બચાવશે પણ ખરા.


રાજાએ કહ્યું, “શાદ્રાખ, મેશાખ અને અબેદ-નગોના ઈશ્વરની સ્તુતિ કરો. તેઓ તેમના પર ભરોસો રાખી તેમની સેવા કરે છે એટલે ઈશ્વરે દૂત મોકલીને તેમને બચાવ્યા છે. પોતાના ઈશ્વર સિવાય અન્ય દેવોની આગળ નમન કરીને આરાધના કરવા કરતાં તેમણે મારા આદેશનો અનાદર કરીને પોતાના જીવ જોખમમાં નાખ્યા.


ત્યાં જઈને ખૂબ ચિંતાપૂર્વક તેણે હાંક મારી, “હે દાનિયેલ, જીવતા ઈશ્વરના સેવક, જેમની તું વફાદારીપૂર્વક સેવા કરે છે તે ઈશ્વર શું તને બચાવી શક્યા છે?”


આપના રાજયના અમે વહીવટદારોએ એટલે મુખ્ય અધિકારીઓ, રાજ્યપાલો નાયબરાજ્યપાલો અને અન્ય સર્વ અધિકારીઓએ નક્કી કર્યું છે કે આપ એક ફરમાન બહાર પાડો, અને તેનું કડક રીતે પાલન કરાવો. આપ એવો વટહુકમ બહાર પાડો કે ત્રીસ દિવસ સુધી કોઈપણ વ્યક્તિ આપના સિવાય કોઈ દેવ કે માણસને અરજ ગુજારી શકે નહિ. એ હુકમનો જે કોઈ ભંગ કરે તેને સિંહોની ગુફામાં નાખી દેવામાં આવે.


બે વર્ષ પછી ફેલીક્ષની જગ્યાએ પેર્સિયસ ફેસ્તસ રાજ્યપાલ તરીકે આવ્યો. ફેલીક્ષ યહૂદીઓમાં લોકપ્રિય બનવા માગતો હોવાથી તેણે પાઉલને જેલમાં જ રાખી મૂક્યો.


જો નિયમનો ભંગ કર્યાને લીધે મને મોતની સજા થાય એવો મેં કોઈ ગુનો કર્યો હોય, તો હું તેમાંથી છટકી જવાની માગણી કરતો નથી. પણ તેમના આરોપ તથ્ય વગરના હોય તો કોઈ મને તેમના હાથમાં સોંપી શકે નહિ. તેથી હું સમ્રાટને અપીલ કરું છું.”


ફેસ્તસ યહૂદીઓમાં લોકપ્રિય થવા માગતો હોવાથી તેણે પાઉલને પૂછયું, “તું યરુશાલેમ જવા અને ત્યાં મારી સમક્ષ તારા પરના આરોપો અંગે ક્મ ચાલે તે માટે તૈયાર છે?”


સારું ક્મ કરનારાઓને અધિકારીઓની બીક લાગતી નથી; પણ ભૂંડુ કરનારાઓને જ લાગે છે. શું તમારે અધિકારીઓથી ભયમુક્ત થવું છે? તો જે સારું છે તે કરો; એટલે, તે તમારાં વખાણ કરશે.


મોતનાં આવાં ભયંકર જોખમોમાંથી ઈશ્વરે અમને બચાવ્યા છે, અને બચાવશે. અમે આશા રાખી છે કે તે અમને ફરીથી પણ બચાવશે.


Lean sinn:

Sanasan


Sanasan