Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




દાનિયેલ 5:7 - પવિત્ર બાઇબલ C.L.

7 તેણે બૂમ પાડી કે જાદુગરો, વિદ્વાનો અને જ્યોતિષોને અંદર બોલાવો. તેઓ અંદર આવ્યા એટલે રાજાએ તેમને કહ્યું, “જે કોઈ આ લેખ વાંચશે અને મને તેનો અર્થ કહેશે તેને હું જાંબુઆ વસ્ત્ર અને ગળામાં સોનાનો હાર પહેરાવીશ અને તે રાજ્યમાં ત્રીજું સ્થાન ભોગવશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 રાજાએ મોટેથી બૂમ પાડી, “મંત્રવિદ્યા જાણનારાઓને, ખાલદીઓને તથા જોષીઓને અંદર લાવો.” રાજાએ બાબિલના જ્ઞાનીઓને કહ્યું, “જે કોઈ આ લેખ વાંચીને તેનો અર્થ મને સમજાવશે તેને જાંબુડિયા [રંગના] વસ્ત્ર તથા તેને ગળે સોનાની સાંકળી પહેરાવવામાં આવશે, ને તે રાજ્યમાં ત્રીજો અધિકારી થશે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 રાજાએ મોટેથી બૂમ પાડીને કહ્યું, મંત્રવિદ્યા જાણનારાંઓને, ખાલદીઓને તથા જોષીઓને બોલાવી લાવો. રાજાએ બાબિલના જ્ઞાનીઓને કહ્યું, “જે કોઈ આ લખાણ વાંચીને તેનો અર્થ મને જણાવશે, તેને જાંબુડિયા રંગનો ઝભ્ભો તથા ગળામાં સોનાનો હાર પહેરાવવામાં આવશે. તે રાજ્યમાં ત્રીજો અધિકારી થશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 રાજાએ મોટેથી બૂમ પાડીને કહ્યું, “મંત્રવિદો, અને જાદુગરોને બોલાવી લાવો.” રાજાએ બાબિલના બુદ્ધિમાન પુરુષોને કહ્યું, “જે કોઇ આ લખાણ વાંચી શકશે અને એનો અર્થ મને કહી શકશે, તેને હું જાંબુડિયા રંગનો ઝભ્ભો અને ગળામાં સોનાનો હાર પહેરાવીશ અને તે રાજ્યમાં ત્રીજું સ્થાન પામશે.”

Faic an caibideil Dèan lethbhreac




દાનિયેલ 5:7
28 Iomraidhean Croise  

સવારમાં રાજા મનમાં ઘણો વ્યથિત હતો, તેથી તેણે ઇજિપ્તના બધા જાદુગરો અને જ્ઞાની માણસોને બોલાવડાવ્યા. તેણે તેમને પોતાનાં સ્વપ્નો કહી જણાવ્યાં, પણ કોઈ ફેરોને એનો અર્થ કહી શકાયો નહિ.


ત્યારબાદ અહાશ્વેરોશ રાજાએ હામાનને બઢતી આપીને રાજ્યના અન્ય બધા અધિકારીઓમાં મુખ્ય સ્થાન આપ્યું. હામાન તો અગાગના વંશજ હામ્મદાથાનો પુત્ર હતો.


ત્યારે ફેરોએ પણ જ્ઞાનીઓને તથા જાદુગરોને બોલાવ્યા. ઇજિપ્તના જાદુગરોએ પણ તેમના મંત્રતંત્ર વડે તે જ પ્રમાણે કર્યું.


એ શિસ્ત તારા શિર પર યશકલગીરૂપ અને એ શિક્ષણ તારા ગળામાં શોભાયમાન હાર સમાન બની રહેશે.


તારા ગાલ પરની લટો રળિયામણી લાગે છે, અને તેનાથી તારી ડોક રત્નજડિત હારની જેમ આભૂષિત લાગે છે.


તને ઘણીબધી સલાહ મળવા છતાં તું લાચાર છે. તો હવે તારાઓના અભ્યાસીઓ, આકાશોનું વિશ્લેષણ કરનારા અને પ્રતિમાસની આગાહીઓ કરનારા તારા એ જ્યોતિષીને બોલાવ કે તારા પર ઝળુંબી રહેલી આફતમાંથી તને ઉગારે.


પ્રભુ કહે છે: “બેબિલોન દેશ પર અને બેબિલોનના રહેવાસીઓ પર, તેના અધિકારીઓ પર અને તેના જ્ઞાનીઓ પર તલવાર ઝઝુમે છે!


મેં તને આભૂષણોથી શણગારી; હાથે બંગડીઓ અને ગળે હાર પહેરાવ્યાં.


રાજાના કોઈપણ પ્રશ્ર્ન કે કોયડાનો ઉકેલ આપવામાં સમગ્ર રાજ્યના જાદુગરો કે જ્યોતિષો કરતાં તેઓ દસગણા ચડિયાતા માલૂમ પડયા.


તેઓ ખૂબસૂરત, સર્વ જ્ઞાનસંપન્‍ન, તાલીમબદ્ધ, વિદ્યાપારંગત અને શારીરિક ખામી વગરના હોવા જોઈએ, કે જેથી તેઓ રાજદરબારમાં સેવા કરવાની લાયક્ત પ્રાપ્ત કરી શકે. આશ્પનાઝે તેમને બેબિલોનની ભાષા વાંચતાં લખતાં શીખવવાની હતી.


તેથી તેણે પોતાના ભવિષ્યવેત્તાઓ, જાદુગરો, મંત્રવિદો અને વિદ્વાનોને બોલાવ્યા કે જેથી તેઓ તેના સ્વપ્નનો અર્થ સમજાવે. તેઓ રાજા સમક્ષ હાજર થયા,


દાનિયેલે જવાબ આપ્યો, “હે રાજા, કોઈપણ વિદ્વાન જાદુગર, ભવિષ્યવેત્તા કે જ્યોતિર્વિદ આપના સ્વપ્નનો ગૂઢ અર્થ કહી શકે તેમ નથી.


ત્યાર પછી રાજાએ દાનિયેલને ઉચ્ચ હોદ્દો અને ઘણી ભવ્ય બક્ષિસો આપ્યાં. તેણે દાનિયેલને બેબિલોન પ્રાંતનો અધિકારી તથા રાજ્યના બધા જ્ઞાનીઓનો મુખ્ય અધિકારી બનાવ્યો.


પણ જો તમે સ્વપ્ન તથા તેનો અર્થ કહેશો તો હું તમને ઉત્તમ બક્ષિસો આપીશ અને તમારું બહુમાન કરીશ. તેથી હવે મને સ્વપ્ન તથા તેનો અર્થ જણાવો.”


તેણે મોટા અવાજે જાહેરાત કરી: ‘વૃક્ષને કાપી નાખો, તેની ડાળીઓ તોડી પાડો, તેનાં પાંદડાં તોડી નાખો ને ફળ વિખેરી નાખો. તેની છાયામાં વસતાં પ્રાણીઓ અને તેની ડાળીઓમાં રહેતાં પક્ષીઓને હાંકી કાઢો.


તમારા રાજ્યમાં એક વ્યક્તિ છે જેનામાં પવિત્ર દેવનો આત્મા વસે છે. તમારા પિતાના અમલ દરમ્યાન તેનામાં બુદ્ધિ, સમજશક્તિ અને દૈવી જ્ઞાન માલૂમ પડયાં હતાં. તમારા પિતા નબૂખાદનેસ્સાર રાજાએ તેને ભવિષ્યવેત્તાઓ, જાદુગરો, વિદ્વાનો અને જ્યોતિષોમાં મુખ્ય બનાવ્યો હતો.


મેં વિદ્વાનો અને જાદુગરોને લેખ વાંચી તેનો અર્થ જણાવવા બોલાવ્યા હતા, પણ તેઓ મને તેનો અર્થ બતાવી શક્યા નથી.


મેં સાંભળ્યું છે કે તું રહસ્યોનો ખુલાસો કરી શકે છે. તેથી જો તું આ લેખ વાંચીને મને તેનો અર્થ જણાવીશ તો તને જાંબુઆ વસ્ત્ર અને ગળામાં સોનાનો હાર પહેરાવવામાં આવશે અને રાજ્યમાં તને ત્રીજું સ્થાન અપાશે.”


બેલ્શાસ્સારે તરત જ હુકમ કર્યો કે દાનિયેલને જાંબુઆ વસ્ત્ર પહેરાવવામાં આવે અને ગળામાં સોનાનો હાર પહેરાવી તેનું સન્માન કરવામાં આવે. વળી, રાજાએ તેને રાજ્યમાં ત્રીજું સ્થાન આપ્યું.


હું તમને મોટો બદલો આપીશ અને તમે મને જે કંઈ કહેશો તે હું કરીશ. મારી પાસે જલદી આવો અને મારે માટે આ લોકોને શાપ આપો.”


તેથી મોઆબ અને મિદ્યાનના આગેવાનો પોતાની સાથે શાપ અપાવવા માટેની રકમ લઈને બલામની પાસે ગયા અને તેને બાલાકનો સંદેશો કહી સંભળાવ્યો.


હવે અહીંથી તારે ઘેર ચાલ્યો જા! મેં તને ઉચ્ચ પદવીથી સન્માનવાનું ધાર્યું હતું, પણ પ્રભુએ તને એ માનથી વંચિત રાખ્યો છે.”


તેઓ એકબીજાને કહેવા લાગ્યા, “પેલા યોદ્ધાને જોયો? તે ઇઝરાયલને પડકારવા ચઢી આવ્યો છે. તેને મારનારને રાજા સમૃદ્ધ બનાવશે, પોતાની પુત્રી સાથે તેનું લગ્ન કરાવશે અને તેના પિતાના કુટુંબને સર્વ રાજસેવા અને વેરામાંથી મુક્તિ આપશે.”


Lean sinn:

Sanasan


Sanasan