દાનિયેલ 5:2 - પવિત્ર બાઇબલ C.L.2 તેઓ દ્રાક્ષાસવ પી રહ્યા હતા ત્યારે બેલ્શાસ્સારે તેના પિતા નબૂખાદનેસ્સારે યરુશાલેમના મંદિરમાંથી લૂંટી લાવેલા સોનારૂપાના પ્યાલા અને વાટકાઓ લઈ આવવા આજ્ઞા કરી. રાજા પોતે, તેના ઉમરાવો, તેની પત્નીઓ અને ઉપપત્નીઓ તેમાં દ્રાક્ષાસવ પીએ માટે તે મંગાવ્યા. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 પોતે દ્રાક્ષારસની લહેજત લેતો હતો તે દરમિયાન, તેના પિતા નબૂખાદનેસ્સાર યરુશાલેમના મંદિરમાંથી સોનારૂપાનાં જે પાત્રો હરી લાવ્યો હતો, તે લાવવાની તેણે આજ્ઞા કરી, જેથી રાજા, તેના અમીરઉમરાવો, તેની પત્નીઓ તથા તેની ઉપપત્નીઓ તેઓ વડે પાન કરે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 બેલ્શાસ્સાર દ્રાક્ષારસ ચાખતો હતો ત્યારે, તેણે તેના પિતા નબૂખાદનેસ્સારે યરુશાલેમના સભાસ્થાનમાંથી સોના ચાંદીના જે પાત્રો લૂંટી લાવ્યા હતા તે લાવવાની આજ્ઞા કરી, જેથી તે, તેના અમીર ઉમરાવો, તેની પત્નીઓ તથા ઉપપત્નીઓ તે પાત્રોથી દ્રાક્ષારસ પીવે. Faic an caibideilપવિત્ર બાઈબલ2 દ્રાક્ષારસ પીતાં પીતાં બેલ્શાસ્સારને યાદ આવ્યું કે, ઘણા સમય પહેલાં તેના પિતા નબૂખાદનેસ્સાર યરૂશાલેમના મંદિરમાંથી સોના ચાંદીના પાત્રો લૂંટી લાવ્યા હતા. તેણે એ પાત્રોને ઉજાણીમાં લઇ આવવાની આજ્ઞા કરી, જેથી તે અને તેના ઉમરાવો તથા તેની પત્નીઓ અને ઉપપત્નિઓ તે પાત્રોથી દ્રાક્ષારસ પી શકે. Faic an caibideil |
તમે આકાશના પ્રભુની વિરુદ્ધ વર્ત્યા છો. તેમના મંદિરમાંથી લાવવામાં આવેલા પ્યાલા અને વાટકાઓમાં તમે, તમારા ઉમરાવોએ, તમારી પત્નીઓ અને ઉપપત્નીઓએ દ્રાક્ષાસવ પીધો છે, અને જોઈ શકે નહિ, સાંભળી શકે નહિ કે કંઈ સમજી શકે નહિ એવાં સોના, ચાંદી, તાંબુ, લોખંડ, લાકડું અને પથ્થરમાંથી ઘડેલાં દેવદેવીઓની સ્તુતિ કરી છે. પણ જેમના હાથમાં તમારા જીવન-મરણનો નિર્ણય છે અને જે તમારાં સર્વ કાર્યોનું નિયંત્રણ કરે છે એવા ઈશ્વરને તમે માન આપ્યું નથી.