Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




દાનિયેલ 5:19 - પવિત્ર બાઇબલ C.L.

19 તેમની મહત્તા એવી હતી કે સર્વ રાષ્ટ્રો, પ્રજાઓ અને ભાષાઓ બોલનાર લોકો તેમનાથી ગભરાતા અને કાંપતા. તે ચાહે તેને મારતા અને ચાહે તેને જીવાડતા. ચાહે તેને માન આપતા અને ચાહે તેનું અપમાન કરતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 અને જે મહત્તા ઈશ્વરે તેમને આપી હતી તેના પ્રતાપથી સર્વ લોકો, પ્રજાઓ તથા [સર્વ] ભાષાઓ [બોલનાર માણસો] તેમનાથી ધ્રૂજતા તથા બીતા હતા : તે ચાહતા તેને મારી નાખતા, ને ચાહતા તેને જીવતદાન આપતા; તે ચાહતા તેને ઊંચે ચઢાવતા, ને ચાહતા તેને નીચે પાડતા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 ઈશ્વરે તેમને જે મહત્તા આપી હતી તેનાથી, બધા લોકો, પ્રજાઓ તથા વિવિધ ભાષાઓ બોલનારા તેનાથી બીતા તથા ધ્રૂજતા હતા. તે ચાહતા તેને મારી નાખતા, ચાહતા તેને જીવતા રહેવા દેતા. તે ચાહતા તેને ઊંચે ઉઠાવતા અને તે ચાહતા તેને નીચે પાડતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

19 દેવે તેને એવો મોટો બનાવ્યો હતો કે, બધી પ્રજાઓ અને બધી ભાષાઓ બોલનારા લોકો તેનાથી ભય પામી થરથર ધ્રુજતા હતા. તે ઇચ્છે તેને મારી નાખતો, અને ઇચ્છે તેને જીવાડતો હતો, ઇચ્છે તેને ઊંચે ચઢાવતો હતો, અને ઇચ્છે તેને પાડતો હતો.

Faic an caibideil Dèan lethbhreac




દાનિયેલ 5:19
22 Iomraidhean Croise  

એવીલ-મેરાદાખે તેની સાથે સહાનુભૂતિપૂર્વક વાત કરી અને બેબિલોનમાં દેશનિકાલ થયેલા જે અન્ય રાજાઓ હતા તેમના કરતાં તેને વિશેષ ઊંચું સ્થાન આપ્યું.


રાજાનો ક્રોધ મૃત્યુના સંદેશક સમાન છે, પણ જ્ઞાની તેને શાંત પાડી શકે છે.


રાજાની હજૂરમાં વધુ સમય રોકાઈશ નહિ, કારણ, તે ચાહે તે કરી શકે છે. એવી ભયજનક જગ્યાએ ઊભો ન રહે.


તેથી મેં તેનો ત્યાગ કર્યો છે અને એક પરદેશી શાસકના હાથમાં તેને સોંપી દીધું છે, જે એની દુષ્ટતાને અનુરૂપ તેની દુર્દશા કરશે.


વિજયને લીધે અને પોતે મારી નાખેલા સૈનિકોને લીધે તે ગર્વિષ્ઠ બનશે, પણ તેનો વિજય ઝાઝો ટકશે નહિ.


અરામનો રાજા તેમની સાથે ફાવે તેમ વર્તશે. કોઈપણ જાતના વિરોધ વિના તે વચનના દેશમાં ઊભો રહેશે અને તે દેશ પર પોતાની સંપૂર્ણ સત્તા જમાવશે.


“ત્યાર પછી એક શક્તિશાળી રાજા ઊભો થશે તે મોટા સામ્રાજ્ય પર રાજ કરશે અને પોતાની ઇચ્છા પ્રમાણે વર્તશે.


“અરામનો રાજા પોતાની ઇચ્છા પ્રમાણે વર્તશે. પોતે અન્ય કોઈ પણ દેવ કરતાં, અરે, સર્વોપરી ઈશ્વર કરતાં પણ મહાન છે એવી બડાઈ મારશે. ઈશ્વરના કોપથી તેને શિક્ષા થાય તે સમય સુધી તે એમ કર્યા કરશે, પણ છેવટે તો ઈશ્વરના નિર્ણય પ્રમાણે જ થશે.


“હવે મારું ફરમાન છે કે કોઈપણ રાષ્ટ્ર, પ્રજા કે ભાષાનો માણસ શાદ્રાખ, મેશાખ અને અબેદ-નગોના ઈશ્વર વિરુદ્ધ બોલશે તો તેના અંગેઅંગના ટુકડેટુકડા કરવામાં આવશે અને તેનું ઘર ખંડિયેર બનાવી દેવાશે. આ રીતે બચાવી શકે એવો બીજો કોઈ ઈશ્વર છે જ નહિ.”


ત્યારે છડી પોકારનારે મોટે અવાજે કહ્યું, “હે સર્વ રાષ્ટ્રો, પ્રજાઓ અને ભાષાના લોકો,


જે કોઈ સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરીને તેની પૂજા નહિ કરે, તેને તે જ પળે ભડભડતી અગ્નિની ભઠ્ઠીમાં નાખી દેવામાં આવશે.


આ તો જાગૃત અને સાવધ રહેનાર દૂતોનો નિર્ણય છે; જેથી સર્વ માણસો જાણે કે સર્વોચ્ચ ઈશ્વર માનવી રાજ્યો પર સત્તા ધરાવે છે. વળી, પોતાની પસંદગી પ્રમાણે તે ચાહે તો સૌથી નીચલી પાયરીના માણસોને પણ એ રાજ્યો આપે છે.’


એ સાંભળીને દાનિયેલ જે બેલ્ટશાસ્સાર પણ કહેવાય છે, પોતાના મનના વિચારોથી એવો ગભરાઈ ગયો કે કેટલીક વાર સુધી તો તે કંઈ બોલી શકયો નહિ. રાજાએ તેને કહ્યું, “હે બેલ્ટશાસ્સાર, સ્વપ્ન કે તેનો સંદેશ જણાવતાં ગભરાઈશ નહિ.” બેલ્ટશાસ્સારે જવાબ આપ્યો, “હે રાજા, સ્વપ્ન તથા તેનો અર્થ તમને નહિ, પણ તમારા દુશ્મનોને લાગુ પડો!


“હે રાજા, એ ઊંચું અને મજબૂત વૃક્ષ તો તમે જ છો. તમારી મહાનતા આકાશ સુધી પહોંચી છે અને સમગ્ર દુનિયા પર તમારી સત્તા છે.


સંપત્તિ ઠગારી છે. લોભીઓ, ઘમંડી અને બેચેન હોય છે. મૃત્યુલોક શેઓલના જેવી તેમની લાલસા હોય છે અને મોતની માફક તેઓ ક્યારેય સંતોષ પામતા નથી. તેઓ એક પછી બીજી પ્રજાઓને જીતી લે છે.


ઈસુએ જવાબ આપ્યો, “ઈશ્વર તરફથી તમને મળી છે એ સિવાય તમને મારા પર બીજી કોઈ સત્તા નથી. તેથી મને તમારા હાથમાં સોંપી દેનાર વધારે દોષિત છે.”


દરેકે રાજ્યના અધિકારીઓને આધીન રહેવું. કારણ, ઈશ્વરની પરવાનગી વગર અપાયો હોય એવો કોઈ અધિકાર નથી. અધિકારીઓ ઈશ્વર તરફથી નિમાયેલા હોય છે.


વળી, તેમણે નવું ગીત ગાયું: “તમે પુસ્તકની મુદ્રાઓ તોડીને તે ઉઘાડવાને સમર્થ છો. કારણ, તમારું બલિદાન કરવામાં આવ્યું હતું, અને તમારા રક્તથી તમે પ્રત્યેક જાતિ, ભાષા, રાષ્ટ્ર અને પ્રજામાંથી ઈશ્વરને માટે તમારા લોકને ખરીદી લીધા છે.


Lean sinn:

Sanasan


Sanasan