Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




દાનિયેલ 5:11 - પવિત્ર બાઇબલ C.L.

11 તમારા રાજ્યમાં એક વ્યક્તિ છે જેનામાં પવિત્ર દેવનો આત્મા વસે છે. તમારા પિતાના અમલ દરમ્યાન તેનામાં બુદ્ધિ, સમજશક્તિ અને દૈવી જ્ઞાન માલૂમ પડયાં હતાં. તમારા પિતા નબૂખાદનેસ્સાર રાજાએ તેને ભવિષ્યવેત્તાઓ, જાદુગરો, વિદ્વાનો અને જ્યોતિષોમાં મુખ્ય બનાવ્યો હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 તમારા રાજ્યમાં એક માણસ છે, જેનામાં પવિત્ર ઈશ્વરનો આત્મા છે; તમારા પિતાની કારકિર્દીમાં તેનામાં બુદ્ધિ, સમજણ તથા દૈવી જ્ઞાન માલૂમ પડ્યા હતા; તમારા પિતા નબૂખાદનેસ્સાર રાજાએ, હા, તમારા પિતાએ તેને જાદુગરોનો, મંત્રવિદ્યા જાણનારાઓનો, ખાલદીઓનો તથા જોષીઓનો અધિપતિ ઠરાવ્યો હતો;

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 તારા રાજ્યમાં એક માણસ છે, જેનામાં પવિત્ર ઈશ્વરનો આત્મા છે. તારા પિતાના સમયમાં તેનામાં ઈશ્વરીયજ્ઞાન, બુદ્ધિ તથા સમજણ માલૂમ પડ્યાં હતાં. તારા પિતા નબૂખાદનેસ્સાર રાજાએ, હા તારા પિતાએ તેને જાદુગરોનો, મંત્રવિદ્યા જાણનારાઓનો, ખાલદીઓનો તથા જોષીઓનો અધિપતિ ઠરાવ્યો હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 તમારા રાજ્યમાં એક માણસ એવો છે, જેનામાં પવિત્ર દેવનો આત્મા વસે છે. તમારા પિતાના સમયમાં એ માણસ દિવ્યજ્ઞાન, બુદ્ધિમતા, અને હોશિયારી માટે જાણીતો હતો અને તમારા પિતા નબૂખાદનેસ્સારે એને જાદુગરો, મંત્રવિદોનો અધ્યક્ષ બનાવ્યો હતો.

Faic an caibideil Dèan lethbhreac




દાનિયેલ 5:11
19 Iomraidhean Croise  

મેં મારા મનમાં કહ્યું કે આપના અભયવચનથી મને જંપ વળશે. આપ નામદાર તો ભલુંભૂંડું પારખવામાં ઈશ્વરના દૂત જેવા છો. ઈશ્વર તમારા પ્રભુ તમારી સાથે રહો.”


તું પોતાને દાનિયેલ કરતાં વધુ જ્ઞાની માને છે, અને જાણે કશું રહસ્ય તારાથી છુપાવી શકાય નહિ!


તારા જ્ઞાનથી અને તારા કૌશલ્યથી તેં સોનાચાંદીનો સંગ્રહ કર્યો છે અને ધનાઢય બન્યો છે.


તેઓ ખૂબસૂરત, સર્વ જ્ઞાનસંપન્‍ન, તાલીમબદ્ધ, વિદ્યાપારંગત અને શારીરિક ખામી વગરના હોવા જોઈએ, કે જેથી તેઓ રાજદરબારમાં સેવા કરવાની લાયક્ત પ્રાપ્ત કરી શકે. આશ્પનાઝે તેમને બેબિલોનની ભાષા વાંચતાં લખતાં શીખવવાની હતી.


આપ નામદાર જે જાણવા માગો છો તે તો દેવો સિવાય કોઈ કહી શકે તેમ નથી, અને તેઓ કંઈ માણસો મધ્યે વસતા નથી.”


તે ગહન અને માર્મિક વાતો પ્રગટ કરે છે; અંધકારમાં છુપાયેલી બાબતો પણ તે જાણે છે. તેમની આસપાસ પ્રકાશ હોય છે.


નબૂખાદનેસ્સાર રાજાએ કહ્યું, “આ મારું સ્વપ્ન છે. હે બેલ્ટશાસ્સાર, હવે મને તેનો અર્થ કહે. મારા રાજ્યનો કોઈ જ્ઞાની એનો અર્થ જણાવી શકયો નથી. પણ તારામાં પવિત્ર ઈશ્વરનો આત્મા હોવાથી તું તેનો અર્થ કહી શકીશ.”


પણ મને એક ધ્રુજાવી દેનાર સ્વપ્ન આવ્યું અને ઊંઘમાં ભયાનક દર્શનો થયાં.


મેં બેબિલોનના સર્વ જ્ઞાનીઓને સ્વપ્નનો અર્થ સમજાવવા બોલાવ્યા.


મેં સાંભળ્યું છે કે તારામાં પવિત્ર ઈશ્વરનો આત્મા વસે છે અને તારામાં આવડત, જ્ઞાન અને બુદ્ધિશક્તિ છે.


તેણે બૂમ પાડી કે જાદુગરો, વિદ્વાનો અને જ્યોતિષોને અંદર બોલાવો. તેઓ અંદર આવ્યા એટલે રાજાએ તેમને કહ્યું, “જે કોઈ આ લેખ વાંચશે અને મને તેનો અર્થ કહેશે તેને હું જાંબુઆ વસ્ત્ર અને ગળામાં સોનાનો હાર પહેરાવીશ અને તે રાજ્યમાં ત્રીજું સ્થાન ભોગવશે.”


તેમણે પોકાર કર્યો, “આ તો માણસ નહિ, પણ દેવ બોલે છે!”


પાઉલનું કાર્ય જોઈને જનસમુદાયે તેમની લુકાની ભાષામાં પોકાર કર્યો, “માણસના રૂપમાં દેવો આપણી પાસે આવ્યા છે!”


એક દિવસે અમે પ્રાર્થનાસ્થાને જતા હતા ત્યારે અમને એક સ્ત્રીનોકર મળી. તેને આગાહી કરનાર દુષ્ટાત્મા વળગ્યો હતો. ભવિષ્ય ભાખીને તેણે તેના માલિકોને ઘણા પૈસા કમાવી આપ્યા હતા.


સાંભળ, પેલા શેતાનના સાગરીતો, એટલે, પેલા જૂઠાઓ પોતાને યહૂદી કહેવડાવે છે, પણ તેવા નથી, તેમને હું તારે ચરણે નમાવીશ ત્યારે તેઓ જાણશે કે હું તારા પર પ્રેમ રાખું છું.


Lean sinn:

Sanasan


Sanasan