Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




દાનિયેલ 4:9 - પવિત્ર બાઇબલ C.L.

9 હે બેલ્ટશાસ્સાર, ભવિષ્યવેત્તાઓમાં મુખ્ય, હું જાણું છું કે તારામાં પવિત્ર ઈશ્વરનો આત્મા હોવાથી તને સર્વ રહસ્યો સમજાય છે. આ મારું સ્વપ્ન છે; મને તેનો અર્થ જણાવ:

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 “હે બેલ્ટશાસ્સાર, મુખ્ય જાદુગર, હું જાણું છું કે તારામાં પવિત્ર ઈશ્વરનો આત્મા છે, ને કોઈ પણ ગુહ્ય વાત [સમજવામાં] તને ગભરામણ થતી નથી, માટે જે સ્વપ્ન મને આવ્યું છે તેનાં સંદર્શનો તથા તેનો ખુલાસો મને કહી બતાવ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 “હે બેલ્ટશાસ્સાર, મુખ્ય જાદુગર, હું જાણું છું કે, તારામાં પવિત્ર દેવોનો આત્મા છે, કોઈપણ રહસ્ય સમજાવવું તારા માટે મુશ્કેલ નથી. મારા સ્વપ્નમાં મેં શું જોયું છે અને તેનો અર્થ શો છે તે તું મને કહે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 મેં કહ્યું, “હે બેલ્ટશાસ્સાર, તું જાદુગરોમાં અગ્રગણ્ય છે, કારણ, હું જાણું છું કે, તારામાં પવિત્ર દેવોની શકિતનો વાસ છે, કોઇ પણ રહસ્ય એવું નથી જેને તું ઉકેલી ન શકે. મારા સ્વપ્નનો અર્થ શો છે તે તું મને કહે.

Faic an caibideil Dèan lethbhreac




દાનિયેલ 4:9
18 Iomraidhean Croise  

ભૂતકાળના ભયની વાતોના તને વિચાર આવશે: ખંડણીની આકારણી કરનાર મુખ્ય અધિકારી હવે ક્યાં છે? તોલ કરી ખંડણીની વસૂલાત કરનાર ક્યાં છે? બુરજોની ગણતરી કરનાર જાસૂસો ક્યાં છે?


તું ઉદ્ધારદાયક ન્યાયમાં સ્થાપિત થઈશ. ત્રાસ તારાથી દૂર રહેશે એટલે તને કંઈ ભય લાગશે નહિ. કારણ, તે તારી પાસે આવશે નહિ.


હું તેને ઇઝરાયલના સૌથી ઊંચા પર્વત પર રોપીશ. એને ડાળીઓ ફૂટશે અને ફળ આવશે અને તે ગંધતરુનું વિશાળ વૃક્ષ બનશે. સર્વ જાતનાં પક્ષીઓ તેની ડાળીઓની છાયામાં નિવાસ કરશે.


તું પોતાને દાનિયેલ કરતાં વધુ જ્ઞાની માને છે, અને જાણે કશું રહસ્ય તારાથી છુપાવી શકાય નહિ!


રાજાના કોઈપણ પ્રશ્ર્ન કે કોયડાનો ઉકેલ આપવામાં સમગ્ર રાજ્યના જાદુગરો કે જ્યોતિષો કરતાં તેઓ દસગણા ચડિયાતા માલૂમ પડયા.


રાજાએ કહ્યું, “તેં મને સ્વપ્ન અને તેનો અર્થ જણાવ્યો તે પરથી હું જાણું છું કે તારા ઈશ્વર સર્વ દેવો કરતાં મહાન છે, તે રાજાઓના પ્રભુ છે. વળી, તે રહસ્યો ખોલનાર છે.”


ત્યાર પછી રાજાએ દાનિયેલને ઉચ્ચ હોદ્દો અને ઘણી ભવ્ય બક્ષિસો આપ્યાં. તેણે દાનિયેલને બેબિલોન પ્રાંતનો અધિકારી તથા રાજ્યના બધા જ્ઞાનીઓનો મુખ્ય અધિકારી બનાવ્યો.


નબૂખાદનેસ્સાર રાજાએ કહ્યું, “આ મારું સ્વપ્ન છે. હે બેલ્ટશાસ્સાર, હવે મને તેનો અર્થ કહે. મારા રાજ્યનો કોઈ જ્ઞાની એનો અર્થ જણાવી શકયો નથી. પણ તારામાં પવિત્ર ઈશ્વરનો આત્મા હોવાથી તું તેનો અર્થ કહી શકીશ.”


પણ મને એક ધ્રુજાવી દેનાર સ્વપ્ન આવ્યું અને ઊંઘમાં ભયાનક દર્શનો થયાં.


તે પછી દાનિયેલ આવ્યો. (મારા દેવના નામ પરથી તે બેલ્ટશાસ્સાર તરીકે પણ ઓળખાય છે.) તેનામાં પવિત્ર ઈશ્વરનો આત્મા હોવાથી મેં તેને મારું સ્વપ્ન જણાવ્યું. મેં તેને કહ્યું,


તમારા રાજ્યમાં એક વ્યક્તિ છે જેનામાં પવિત્ર દેવનો આત્મા વસે છે. તમારા પિતાના અમલ દરમ્યાન તેનામાં બુદ્ધિ, સમજશક્તિ અને દૈવી જ્ઞાન માલૂમ પડયાં હતાં. તમારા પિતા નબૂખાદનેસ્સાર રાજાએ તેને ભવિષ્યવેત્તાઓ, જાદુગરો, વિદ્વાનો અને જ્યોતિષોમાં મુખ્ય બનાવ્યો હતો.


એ પરાક્રમી દેવોથી આપણને કોણ બચાવી શકે તેમ છે? એ તો ઇજિપ્તીઓને સર્વ પ્રકારના મહાપાતકથી મારનાર દેવો છે.


Lean sinn:

Sanasan


Sanasan