દાનિયેલ 4:37 - પવિત્ર બાઇબલ C.L.37 “હવે હું નબૂખાદનેસ્સાર આકાશના ઈશ્વરની સ્તુતિ કરું છું અને તેમને માનમહિમા આપું છું. તેમનાં કાર્યો યથાર્થ અને માર્ગો ન્યાયી છે. તે ગર્વથી વર્તનારને નીચો પાડે છે.” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)37 હવે હું નબૂખાદનેસ્સાર આકાશના રાજાની સ્તુતિ કરું છું, તેમને મોટા માનું છું, ને તેમનું સન્માન કરું છું; કેમ કે તેમનાં સર્વ કામો સત્ય, ને તેમના માર્ગો ન્યાયી છે. અને જેઓ ગર્વથી વર્તે છે તેઓને તે નીચા પાડી શકે છે.” Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201937 હવે હું, નબૂખાદનેસ્સાર, આકાશના રાજાની સ્તુતિ કરું છું, તેમની પ્રશંસા કરું છું, તેમનું સન્માન કરું છું, કેમ કે, તેમના બધાં કાર્યો સાચાં છે, તેમના માર્ગો ન્યાયી છે. જેઓ પોતાના ઘમંડમાં ચાલે છે તેઓને તે નીચા પાડે છે. Faic an caibideilપવિત્ર બાઈબલ37 હવે હું, નબૂખાદનેસ્સાર, સ્વર્ગાધિપતિની સ્તુતિ કરું છું, પ્રશંશા કરું છું, મહિમા ગાઉં છું અને ગુણગાન કરું છું, કારણ, તેના બધાં કાર્યો સાચાં છે, તેનો વ્યવહાર ન્યાયી છે, અને જેઓ ઘમંડી છે તેઓને તે નીચા પાડે છે. Faic an caibideil |
પ્રભુ કહે છે, “ધનુર્ધારીઓને બેબિલોન પર તીરનો મારો ચલાવવાનું કહો. જે કોઈને ધનુષ્ય અને તીર ચલાવતા આવડતું હોય તેવા દરેકને મોકલી આપો. ચારેબાજુથી નગરને ઘેરો ઘાલો અને કોઈને છટકી જવા દેશો નહિ; તેને તેનાં કાર્યોનો બદલો આપો. તેણે જેવી બીજાની દશા કરી હતી એવી જ દશા તેની પણ કરો. કારણ, તેણે મારી એટલે ઇઝરાયલના પવિત્ર પ્રભુ વિરુદ્ધ તુમાખી દાખવી હતી.